ઓમાન, દુબઈ બાદ હવે ભારતની પાડોશમાં કુદરતે ફોડ્યો 'વોટર બોમ્બ', આકાશી આફતથી હાહાકાર

પાડોશી દેશ ચીનમાં કુદરતે કાળો કહેર મચાવ્યો છે. કેમ કે અહીંયા ભારે વરસાદ અને પૂરના કારણે અનેક પ્રાંતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો 44 જેટલી નદીઓ ખતરાના નિશાન પરથી વહી રહી છે. તો 1000થી વધારે શાળાઓ બંધ કરવાની નોબત આવી છે ત્યારે ઓમાન, દુબઈ બાદ ચીનમાં પડેલા વરસાદે કેવી તારાજી સર્જી? આવો જોઈએ....

ઓમાન, દુબઈ બાદ હવે ભારતની પાડોશમાં કુદરતે ફોડ્યો 'વોટર બોમ્બ', આકાશી આફતથી હાહાકાર

પહેલાં ઓમાનમાં કુદરતનો પ્રકોપ પછી દુબઈમાં કુદરતે મચાવ્યો કહેર.. હવે હવે ચીનમાં કુદરતે ફોડ્યો વોટર બોમ્બ. એક મહિનામાં ત્રણ મોટા દેશોમાં ભરઉનાળે કુદરતે કાળો કહેર મચાવ્યો છે. અહીંયા આકાશમાંથી એટલું પાણી વરસ્યું કે ચારેકોર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ. જોકે હવે ગલ્ફ દેશોમાં સ્થિતિ સુધારા પર છે. જ્યારે ચીનમાં આકાશી આફતે ભારે તારાજી સર્જી છે.

ચીનના પ્રાંતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ધસમસતા પાણીના પ્રવાહમાં આખો બ્રિજ ધરાશાયી થઈ જાય છે. ચીનમાં સતત વરસી રહેલા વરસાદના કારણે 44 જેટલી નદીઓ ખતરાના નિશાન ઉપરથી વહી રહી છે. તો અનેક વિસ્તારોમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. 16  એપ્રિલથી પડી રહેલા વરસાદના કારણે દક્ષિણ ચીનના અનેક શહેરોમાં પાણી ભરાઈ જતાં લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે અનેક લોકો પાણીમાં ફસાઈ જતાં રાહત અને બચાવ ટીમે તેમનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા છે.

  • ચીનમાં ફરી એકવાર ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે....
  • ચીનમાં દર 50 વર્ષે આવું ભયાનક પૂર આવે છે
  • અગાઉ જૂન 2022માં આવું જ પૂર આવ્યું હતું
  • પૂરના કારણે અત્યાર સુધી 165 કરોડ રૂપિયાનું નુકસાન થયું
  • ગુઆંગડોંગમાં 27 હાઈડ્રોલોજિકલ સ્ટેશન અલર્ટ પર રખાયા છે
  • 3 પ્રાંતમાં 1000થી વધારે શાળાઓ બંધ કરવામાં આવી છે
  • અનેક શહેરોમાં વીજળી ગુલ થઈ જતાં અંધારપટ છવાયો છે
  • ભારે વરસાદ અને પવનથી મોબાઈલ સિગ્નલ પણ ગાયબ થઈ ગયા છે

જોકે હજુ ચીનના લોકોની મુશ્કેલી ઓછી થવાની નથીકેમ કે હવામાન વિભાગે ભારે વરસાદ અને પૂરની આગાહી કરી છે. હાલ તો કુદરતના વોટર બોમ્બ સામે ચીન લાચાર બની ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news