રસ્તા બ્લોક કર્યા, કારો થોભી તો ગોળીઓથી બધાને વીંધી નાખ્યા...ઈઝરાયેલમાં હમાસના પ્રથમ હુમલાનો ખતરનાક Video

ઈઝરાયેલ હમાસ યુદ્ધને શરૂ થયે 17 દિવસ થઈ ચૂક્યા છે. ન તો ઈઝરાયેલ હમાસ પર પોતાની એરસ્ટ્રાઈક રોકવા માટે તૈયાર છે કે ન તો હમાસ ઈઝરાયેલના શહેરો પર  છૂપાઈ છૂપાઈને રોકેટ છોડવાનું બંધ કરી રહ્યું. આ બધા વચ્ચે એ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જે ઘટના બાદ જંગની શરૂઆત થઈ હતી.

રસ્તા બ્લોક કર્યા, કારો થોભી તો ગોળીઓથી બધાને વીંધી નાખ્યા...ઈઝરાયેલમાં હમાસના પ્રથમ હુમલાનો ખતરનાક Video

ઈઝરાયેલ હમાસ યુદ્ધને શરૂ થયે 17 દિવસ થઈ ચૂક્યા છે. ન તો ઈઝરાયેલ હમાસ પર પોતાની એરસ્ટ્રાઈક રોકવા માટે તૈયાર છે કે ન તો હમાસ ઈઝરાયેલના શહેરો પર  છૂપાઈ છૂપાઈને રોકેટ છોડવાનું બંધ કરી રહ્યું. આ બધા વચ્ચે એ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જે ઘટના બાદ જંગની શરૂઆત થઈ હતી. એટલે કે 7ઓક્ટોબરના રોજ દક્ષિણ ઈઝરાયેલના નોવા મ્યૂઝિક ફેસ્ટીવલમાં થયેલા આતંકી હુમલા સંલગ્ન એક વીડિયો સામે આવ્યો છે. જેને ખુદ ઈઝરાયેલે પોતાના ઓફિશિયલ એકાઉન્ટથી શેર કર્યો છે. 

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે 7 ઓક્ટોબરના રોજ હમાસના આતંકીઓએ ઈઝરાયેલીઓ પર  બર્બરતા આચરી હતી. નિર્દયતાથી તેમના જીવ લીધા હતા. વીડિયોમાં એક પહોળો રસ્તો જોવા મળી રહ્યો છે. જેમાં કારોને એ રીતે ઊભી રખાઈ છે જાણે આખો રસ્તો બ્લોક થઈ ગયો. આ બ્લોક રસ્તા પર હમાસના આતંકીઓ એક ખુલ્લી જીપમાં બેસીને આવે છે અને તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દે છે. આતંકીઓ ત્યાં ઊભેલી કારોની ઊપર ચડી જાય છે ને નિશાન લગાવીને લોકોને વીણી વીણીને મારે છે. ત્યારબાદ આતંકીઓ ત્યાં ઊભેલી  કારમાં આગ પણ  લગાવી દે છે. 

ફેસ્ટિવલમાં 260 ઈઝરાયેલીઓ માર્યા ગયા હતા
ઈઝરાયેલે આ વીડિયોની સાથે એક કેપ્શન પણ લખી છે. ઈઝરાયેલે લખ્યું છે કે આ વીડિયો હમાસના નોવા ફેસ્ટિવલ પરના હુમલાનો છે. જેમાં 260થી વધુ લોકોના મોત  થયા હતા. આતંકીઓએ રસ્તો બ્લોક કરી દીધો જેથી કરીને લોકો ત્યાંથી ભાગી ન શકે. ત્યારબાદ તેમણે લોકોને કારમાં જ ગોળીઓ મારી દીધી. કારોમાં આગ લગાડી. જે લોકો કારમાંથી ઉતરીને પગપાળા ભાગવાની કોશિશ કરવા લાગ્યા તેમને પણ ગોળી મારી દીધી. 

— Israel War Room (@IsraelWarRoom) October 22, 2023

અત્રે જણાવવાનું કે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને તરફથી  થઈને 6000થી વધુ લોકો માર્યા ગયા છે. જેમાંથી 4600થી વધુ લોકો તો ગાઝાના જ્યારે 1400થી વધુ લોકો ઈઝરાયેલના છે. યુદ્ધ શરૂ થયા બાદથીઅત્યાર સુધીમાં ગાઝામાં 14000થી વધુ લોકો ઘાયલ થઈ ચૂકયા છે. આ યુદ્ધે વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. એક બાજુ જ્યાં અમેરિકા, બ્રિટન, અને ફ્રાન્સ જેવા દેશ ઈઝરાયેલના પડખે ઊભા રહી ગયા છે ત્યાં પેલેસ્ટાઈનને ઈરાન અને રશિયા જેવા દેશોનો સપોર્ટ મળી રહ્યો છે. 

હમાસે આ રીતે આપ્યો હુમલાને અંજામ
મીડિયા રિપોર્ટ્સ મુજબ હુમલાને અંજામ આપવા માટે આતંકી સંગઠન હમાસે સમગ્ર પ્લાન પહેલેથી તૈયાર કરી લીધો હતો. પ્લાનને હમાસની 5 યુનિટ્સે અંજામ આપ્યો. સૌથી પહેલા 7 ઓક્ટોબરના રોજ સવારે 6.30 વાગે મિસાઈલ યુનિટ દ્વારા 3000 રોકેટ છોડવામાં આવ્યા, આટલા મોટા હવાઈ હુમલાથી ઈઝરાયેલના લોકો આઘાતમાં આવી ગયા. ત્યારબાદ એરબોર્ન યુનિટ દ્વારા પેરાગ્લાઈડરથી આતંકીઓ ઈઝરાયેલમાં ઘૂસ્યા. ત્યારબાદ કમાન્ડો યુનિટે જમીન પર વાડ કાપી અને ગાઝા પટ્ટીથી આતંકીઓ ઈઝરાયેલમાં દાખલ થયા. આ દરમિયાન હમાસની ડ્રોન યુનિટ હુમલો કરવા અને સૂચના ભેગી કરવામાં કાર્યરત રહી. ઈઝરાયેલનું અનુમાન છે કે હમાસના લગભગ 1000 આતંકીઓએ ઘૂસણખોરી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news