ઈઝરાયેલ-હમાસ વોરમાં હવે અમેરિકાની એન્ટ્રી: 7 અમેરિકનોના મોત બાદ હવે લીધો મોટો નિર્ણય

Israel-Hamas War: ગાઝા પટ્ટી પર શાસન કરતા હમાસે શનિવારે સવારે ઇઝરાયેલના દક્ષિણમાં હવા, જમીન અને સમુદ્રથી અચાનક હુમલો કર્યો છે. જેમાં મોતનો આંકનો સતત ઉંચકાઈ રહ્યો છે. આ વોરમાં હવે અમેરિકાએ પણ ઝંપલાવ્યું છે. 

ઈઝરાયેલ-હમાસ વોરમાં હવે અમેરિકાની એન્ટ્રી: 7 અમેરિકનોના મોત બાદ હવે લીધો મોટો નિર્ણય

World News In Gujarati: યુએસ સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિને નૌકાદળના 'ફોર્ડ કેરિયર સ્ટ્રાઈક ગ્રૂપ'ને પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં જવા માટે ઈઝરાયેલને મદદ કરવા તૈયાર રહેવા આદેશ આપ્યો છે. ઓસ્ટીને રવિવારે આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડના અંદાજે 5,000 નૌકાદળના કર્મચારીઓ અને યુદ્ધ વિમાનો સાથે, ક્રુઝર અને વિનાશક સાથે મોકલવામાં આવશે. જેનો સંભવિત હેતુ વધારાના શસ્ત્રો હમાસ સુધી પહોંચતા રોકવા અને તેની દેખરેખ રાખવાનો અને અટકાવવાનો છે.

ગાઝા પટ્ટી પર શાસન કરતા હમાસે શનિવારે સવારે ઇઝરાયેલના દક્ષિણમાં હવાઈ, જમીન અને સમુદ્રથી અચાનક હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં સૈનિકો સહિત ઓછામાં ઓછા 600 ઈઝરાયેલના મોત થયા છે. છેલ્લા 50 વર્ષમાં દેશનો સૌથી ભયાનક હુમલો કહેવામાં આવી રહ્યો છે. ઈઝરાયેલના જવાબી હુમલામાં ગાઝા પટ્ટીમાં લગભગ 300 લોકોના મોત થયા છે.

હુમલામાં અમેરિકન નાગરિકોના મોત 
એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે હુમલામાં ઓછામાં ઓછા ચાર અમેરિકન નાગરિકોના મોત થયા છે અને અન્ય સાત અમેરિકનો ગુમ છે. ફોર્ડ ઉપરાંત અમેરિકા ક્રુઝર 'USS નોર્મેન્ડી', ડિસ્ટ્રોયર 'USS થોમસ હડનર', 'USS Ramage', 'USS Carney' અને 'USS રૂઝવેલ્ટ' પણ મોકલી રહ્યું છે.

ફાઈટર પ્લેન પણ મોકલવામાં આવી રહ્યા છે
આ સિવાય યુએસ એરફોર્સના એફ-35, એફ-15, એફ-16 અને એ-10 ફાઈટર એરક્રાફ્ટ સ્ક્વોડ્રનને પણ આ વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યા છે.

'કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ' પહેલેથી જ ભૂમધ્ય સમુદ્રમાં હતું. તેણે ગયા અઠવાડિયે આયોનિયન સમુદ્રમાં ઇટાલી સાથે નૌકા કવાયત હાથ ધરી હતી. તે અમેરિકાનું સૌથી નવું અને સૌથી અદ્યતન એરક્રાફ્ટ કેરિયર છે અને આ તેની પ્રથમ સંપૂર્ણ તૈનાતી છે.

'ઈઝરાયેલને મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો'
અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને રવિવારે જણાવ્યું હતું કે ગાઝા ક્ષેત્રમાં ભીષણ લડાઈ ચાલી રહી છે અને હાલનું ધ્યાન ઈઝરાયેલને તે વિસ્તાર પાછું મેળવવામાં મદદ કરવા પર છે જે ઉગ્રવાદી જૂથ હમાસ દ્વારા કબજે કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ગુપ્તચર નિષ્ફળતાના મુદ્દા પર પછીથી તપાસ કરવામાં આવશે.

બ્લિંકને 'એબીસી ન્યૂઝ'ને એક ઈન્ટરવ્યુમાં કહ્યું, 'આ ઈઝરાયેલ માટે અને ઈઝરાયેલને સમર્થન કરનારા અને આતંકવાદના ભયાનક કૃત્યોનો વિરોધ કરનારા તમામ લોકો માટે એક પડકાર છે. ફરીથી આવા પગલાં લેવા જરૂરી છે જેથી જે બન્યું તેની જવાબદારી નક્કી થાય. ફરી આવું ન થાય તેની પણ ખાતરી કરવી જરૂરી છે. આમાં થોડો સમય લાગે તેવી શક્યતા છે.

અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું, 'હમાસ દ્વારા કબજે કરેલા વિસ્તારને ફરીથી મેળવવામાં ઇઝરાયેલને મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઇઝરાયલે તેના નાગરિકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાની જરૂર છે અને તે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આવી વસ્તુઓ ફરીથી ન બને. આ એક મોટો આતંકવાદી હુમલો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news