વિદેશમાં પણ રામનામની ગૂંજ: જાણો વિદેશમાં ક્યા કેવી રીતે ભારતીયો કરી રહ્યા છે ઉજવણી?

અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા આખી દુનિયામાં વસતા ભારતીયો માટે વિશેષ અવસર છે. વિદેશમાં વસતા ભારતીયો પણ આ અવસરની ઉજવણીમાં સામેલ થઈ ગયા છે. યુકેમાં રહેતા ભારતીયો પણ રામમય બની ગયા છે..

  • યુકેમાં ભારતીય સમુદાયે દિવાળી ઉજવી
  • સ્લાઓના રામ મંદિરમાં પૂજા-આરતી, યાત્રાનું આયોજન
  • મંદિરમાં 250 કિલો લાડુનો પ્રસાદ તૈયાર
  • લંડનમાં 300 કાર સાથે યોજાઈ કાર રેલી 
  • વાહનો પર રામના ધ્વજ સાથે જય શ્રી રામના નારા
     

Trending Photos

વિદેશમાં પણ રામનામની ગૂંજ: જાણો વિદેશમાં ક્યા કેવી રીતે ભારતીયો કરી રહ્યા છે ઉજવણી?

ઝી બ્યુરો/નવી દિલ્હી: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે ભારત જ્યાં રામમય બન્યું છે, ત્યાં વિદેશોમાં વસતા ભારતીયોમાં પણ અનેરો ઉત્સાહ છે. યુકેમાં વસતા ભારતીયો 22મીની ઉજવણી માટે એ જ રીતે તૈયારીઓ કરી રહ્યા છે, જેવી તૈયારી અયોધ્યામાં થઈ રહી છે. અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા આખી દુનિયામાં વસતા ભારતીયો માટે વિશેષ અવસર છે. વિદેશમાં વસતા ભારતીયો પણ આ અવસરની ઉજવણીમાં સામેલ થઈ ગયા છે. યુકેમાં રહેતા ભારતીયો પણ રામમય બની ગયા છે..ઈન્ડિયન ડાયસ્પોરાએ લંડન સહિતની જગ્યા પર મોટા આયોજનો કર્યા છે.

યુકેના સ્લાઓ શહેરમાં ભારતીય સમુદાયના લોકો રામ મંદિરમાં સોમવારના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. મંદિરને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિરમાં અઢીસો કિલો લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે, લાડુને પેક કરવામાં આવી રહ્યા છે, સોમવારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રસાદને વહેંચવામાં આવશે. સ્લાઓના રામ મંદિરમાં સોમવારે પાંચ હજાર જેટલા ભારતીય મૂળના લોકો ભેગા થશે. મંદિર પરિસરને રંગોળીથી સજાવવામાં આવશે. મંદિરમાં પૂજા-અર્ચના અને આરતી જેવા કાર્યક્રમો યોજાશે. સાંજે સાથે મળીને લોકો ભોજન લેશે. અયોધ્યાથી આવેલા અક્ષત કળશના પ્રસાદને પણ શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવશે.

સોના કરતાં મોંઘી બની અયોધ્યાની જમીન, 1 એકરનો ભાવ અધધ...આ ક્ષેત્રોમાં વધશે નોકરીઓ
 
તો આ તરફ લંડનમાં વસતા ભારતીયો પણ રામના રંગમાં રંગાઈ ગયા છે. અહીં યોજાયેલી કાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. હાથમાં ભારત અને યુકેના ધ્વજ, હવામાં ઉડતી કેસરી રંગની છોળો વચ્ચે જયશ્રી રામની ગૂંજથી અદભૂત માહોલનું સર્જન થયું. કાર રેલીમાં 300 જેટલી કાર જોડાઈ, રેલીમાં સામેલ થયેલા લોકોના હાથમાં અને વાહનો પર ભગવાન રામના ધ્વજ હતા. ભગવાન રામની તસવીર સાથેની પિક અપ વેનની પાછળ કારનો કાફલો જોડાતો ગયો. 

અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ્યાં મંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓનો ધસારો કાયમી બની જશે, ત્યાં વિદેશમાં વસતા ભારતીયોમાં પણ અયોધ્યાનો પ્રવાસ કરવાનું પ્રમાણ વધશે, તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news