Covid-like virus BtSY2: ચામાચીડિયામાં મળ્યો કોરોના જેવો ખતરનાક વાયરસ, મનુષ્યોમાં ફેલાયો તો મચી શકે છે તબાહી

Covid-like virus BtSY2: વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે દક્ષિણ ચીનમાં ચામાચીડિયામાં કોરોના જેવો વાયરસ જોવા મળ્યો છે, જે પાંચમાંથી એક વ્યક્તિમાં ફેલાવવાની ક્ષણતા ધરાવે છે. આ વાયરસ Btsy2 (BtSY2) તરીકે ઓળખાય છે અને તે SARS-CoV-2 સાથે સંબંધિત છે.

Covid-like virus BtSY2: ચામાચીડિયામાં મળ્યો કોરોના જેવો ખતરનાક વાયરસ, મનુષ્યોમાં ફેલાયો તો મચી શકે છે તબાહી

Covid-19: કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે. આ મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો, જેના કારણે લાખો લોકોના મોત થયા હતા. વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે જ્યારે કેટલાક દેશોમાં તે વધી રહ્યા છે. તે દરમિયાન, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે દક્ષિણ ચીનમાં ચામાચીડિયામાં કોરોના જેવો વાયરસ જોવા મળ્યો છે, જે પાંચમાંથી એક વ્યક્તિમાં ફેલાવવાની ક્ષણતા ધરાવે છે. આ વાયરસ Btsy2 (BtSY2) તરીકે ઓળખાય છે અને તે SARS-CoV-2 સાથે સંબંધિત છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે ચીનના યુનાન પ્રાંતમાં ચામાચીડિયામાં જોવા મળતા પાંચ ખતરનાક વાયરસમાંથી એક છે, જે મનુષ્ય અને પ્રાણીઓમાં ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. આ સિવાય વૈજ્ઞાનિકોની ટીમે પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાતા અનેક સંભવિત નવા ઝૂનોટિક રોગો વિશે પણ માહિતી આપી છે.

સંશોધનમાં આ વાત સામે આવી
આ સંશોધનનું નેતૃત્વ શેનઝેન સ્થિત સન યાત-સેન યુનિવર્સિટી, યુનાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્ડેમિક ડિસીઝ કંટ્રોલ અને સિડની યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંશોધનની સમીક્ષા કરવાની બાકી છે. ટીમે કહ્યું, “અમે પાંચ વાઈરસ પ્રજાતિઓની ઓળખ કરી છે જે મનુષ્યો અને પ્રાણીઓ માટે રોગકારક હોઈ શકે છે. તેમાં રિકોમ્બિનેશન SARS જે કોરોનાવાયરસ જેવો જ છે. આ નવો વાયરસ SARS-CoV-2 અને 50 SARS-CoV બંને સાથે ગાઢ રીતે સંબંધ રાખે છે.

વૈજ્ઞાનિકોએ ઉમેર્યું, "અમારું સંશોધન ચામાચીડિયાના વાયરસની એક પ્રજાતિથી બીજી પ્રજાતિમાં સંચરણ અને સહ-સંક્રમણની સામાન્ય ઘટના તેમજ વાયરસ ઉત્ક્રાંતિ માટે તેમની અસરો પર પ્રકાશ પાડે છે.

સંશોધકોએ ચીનના યુનાન પ્રાંતના છ કાઉન્ટીઓ અથવા શહેરોમાં 15 પ્રજાતિઓના ચામાચીડિયામાંથી 149ની પેશાબના નમૂના એકત્રિત કર્યા. ચામાચીડિયાના જીવંત કોષોમાં હાજર ન્યુક્લીક એસિડ જેણે આરએનએ કહેવાય છે, તે દરેક ચામાચીડિયામાંથી વ્યક્તિગત રીતે કાઢવામાં આવ્યું હતું અને તેને ક્રમબદ્ધ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ શોધી કાઢ્યું કે એક ચામાચીડિયાને એક જ સમયે ઘણા વાયરસ દ્વારા ચેપ લાગ્યો હતો.

યુનિવર્સિટી ઓફ નોટિંગહામના વાઈરોલોજિસ્ટ પ્રોફેસર જોનાથન બોલના જણાવ્યા અનુસાર, "આના કારણે કોરોના વાયરસના પહેલાથી અસ્તિત્વમાં રહેલા સ્વરૂપોને તેમના આનુવંશિક કોડને બદલી શકાય છે, જે નવા પેથોજેન્સ એટલે કે વાયરસનો જન્મ થઈ શકે છે.  લોકો માટે સંદેશ એવો છે કે ચામાચીડિયા ઘણા વાયરસો માટે હોસ્ટનું કામ કરે છે. તે એક જ સમય પર એક સાથે ઘણા વાયરસોને પોતાની અંદર રાખી શકે છે અને પછી મોટા પાયે ફેલાય છે.

માનવ શરીર સાથે જોડાઈ શકે છે વાયરસ
BtSY2માં એક 'રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેન' પણ છે જે સ્પાઈક પ્રોટીનનો એક મહત્વપૂર્ણ ભાગ છે જેનો ઉપયોગ કોષોને માનવ કોષો સાથે બાંધવા માટે થાય છે. તે SARS-CoV-2 જેવું જ છે અને માનવ શરીર સાથે જોડાઈને મનુષ્યોને ચેપ લગાવી શકે છે.

રીસેપ્ટરની મદદથી શરીરમાં પ્રવેશ કરશે
સંશોધકોની ટીમે વધુમાં ઉમેર્યું, "BtSY2 સેલ એન્ટ્રી માટે માનવ ACE2 રીસેપ્ટરનો ઉપયોગ કરવામાં સક્ષમ હોઈ શકે છે. ACE2 માનવ કોષોની સપાટી પર એક રીસેપ્ટર છે જે SARS-CoV-2 સાથે જોડાય છે અને તેને શરીરમાં પ્રવેશ કરવાની અને સંક્રમિત કરવાની અનુમતિ આપે છે. દક્ષિણ-પશ્ચિમ ચીનમાં યુનાન પ્રાંતને પહેલાથી જ ચામાચીડિયાની પ્રજાતિઓ અને ચામાચીડિયાથી જન્મેલા વાયરસ માટે હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવી છે. ત્યાં સાર્સ સહિત કેટલાક રોગકારક વાઈરસ મળી આવ્યા છે. બેટ વાયરસ RaTG1313 અને RpYN0614, CoV-2 સાથે નજીકથી સંબંધિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news