Blue Whale Challenge: 'બ્લૂ વ્હેલ ગેમ' ચેલેંજના લીધે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીએ ગુમાવ્યો જીવ, જાણો શું છે મામલો

Blue Whale Challenge: શરૂઆતમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીની લૂંટપાટ બાદ હત્યા થઇ અને તેનું નામ બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીના રૂપમાં જોવા મળ્યું હતું. 

Blue Whale Challenge: 'બ્લૂ વ્હેલ ગેમ' ચેલેંજના લીધે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીએ ગુમાવ્યો જીવ, જાણો શું છે મામલો

Indian students death: અમેરિકામાં અભ્યાસ કરનાર 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીના મોતનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર યુવકનું મોત 'બ્લૂ વ્હેલ ગેમ' ચેલેંજના લીધે થયું છે. કહેવામાં આવે છે કે વિદ્યાર્થીએ ગેમ રમતાં રમતાં પોતાનો જીવ ગુમાવી દીધો. જોકે આ ધટના માર્ચની હોવાનું કહેવામાં આવે છે. 

પોલીસે જણાવ્યું કે 8 માર્ચના રોજ મૃત હાલતમાં મળ્યો હતો. તે મૈસાચુસેટ્સ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. બ્રિસ્ટલ કાઉન્ટી ડિસ્ટ્રીક્ટ એટોર્નીના પ્રવક્તા ગ્રેગ મિલિયોટે જણાવ્યું કે કેસની તપાસ આત્મહત્યાના એંગલથી કરવામાં આવી રહી છે. સત્તાવાર સૂત્રોના અનુસાર ચેલેંજ તરીકે વિદ્યાર્થીએ 2 મિનિટ સુધી શ્વાસ રોકી રાખ્યો હતો. તેના લીધે તેનો જીવ ગયો હતો. 

હત્યાના એંગલ પર થઇ તપાસ
જોકે શરૂઆતમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીની હત્યા થઇ છે. કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીની લૂંટપાટ બાદ હત્યા થઇ અને તેનું નામ બોસ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીના રૂપમાં જોવા મળ્યું છે. તેની લાશ જંગલમાં એક કારમાં મળી હતી. પછી બોસ્ટન ગ્લોબ સમાચારે તેની સાચી ઓળખ કરી, ત્યારે કેસનો ખુલાસો થયો. 

પોલીસે હજુ સુધી વિદ્યાર્થીના મોતના કારણની સત્તાવાર પુષ્ટિ કરી નથી. હાલમાં ફક્ત 'બ્લુ વ્હેલ ચેલેન્જ' ગેમના એંગલથી જ મૃત્યુંની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે મિલિયોટને આ ગેમ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે અમારી પાસે હજુ સુધી આ સાથે જોડાયેલી કોઈ માહિતી નથી. આ કેસની આત્મહત્યાના એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસ બંધ કરતા પહેલા અમે મેડિકલ એક્ઝામિનરના અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ, ત્યાર બાદ જ મામલો સ્પષ્ટ થશે.

ભારતમાં શું છે બ્લુ વ્હેલ ગેમને લઇને એડવાઇઝરી?
આંકડા અનુસાર 2015 થી 2017 વચ્ચે રશિયામાં બ્લુ વ્હેલ ચેલેન્જના કારણે ઘણા મૃત્યુ થયા છે. એટલા માટે તેને સુસાઈડ ગેમ પણ કહેવામાં આવે છે એટલે કે આત્મહત્યા માટે ઉશ્કેરવાવાળી પણ કહેવામાં આવે છે. ભારત સરકારે આ ગેમ લોન્ચ થયાના એક વર્ષ બાદ 2017માં એક એડવાઈઝરી જાહેર કરી હતી જેમાં કહ્યું હતું કે બ્લુ વ્હેલ ગેમ એક આત્મઘાતી ગેમ છે, તેથી તેનાથી દૂર રહો. આ રમત સોશિયલ મીડિયા પર રમાય છે, ત્યાં એક એડમિનિસ્ટ્રેટર અને પાર્ટિસિપેટ છે. એડમિનિસ્ટ્રેટર 50 દિવસ દરમિયાન દરરોજ એક નવું કાર્ય સોંપે છે. શરૂઆતમાં તે ખૂબ જ સરળ છે, પરંતુ પછીથી તે કાર્ય મુશ્કેલ બની જાય છે, જેના કારણે ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news