Baba Vanga Predictions about India: બાબા વેંગાની આ વર્ષે 2 ભવિષ્યવાણી સાચી પડી, ભારત વિશે પણ કરી છે આ ચિંતાજનક ભવિષ્યવાણી

Baba Vanga Predictions about India: બાબા વેંગા બુલ્ગેરિયાના એક દ્રષ્ટિહીન મહિલા હતા. 12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની જતી રહી હતી. એવો દાવો છે કે ત્યારબાદ ઈશ્વરે તેમને ભવિષ્ય જોવાની દિવ્ય દ્રષ્ટિ આપી હતી. તેમણે દુનિયા વિશે અનેક એવી ભવિષ્યવાણીઓ કરી જેમાંથી કેટલીક ખરી પણ પડી. વર્ષ 2022ના શરૂઆતના મહિનાઓ અંગે તેમણે 2 ભવિષ્યવાણી કરી હતી જે સાચી ઠરી, તેમની 2022માં એક ખતરનાક ભવિષ્યવાણી ભારત વિશે પણ છે જેને લઈને દુનિયાભરમાં અસુરક્ષા અને આશંકા વ્યક્ત થઈ રહી છે.

Baba Vanga Predictions about India: બાબા વેંગાની આ વર્ષે 2 ભવિષ્યવાણી સાચી પડી, ભારત વિશે પણ કરી છે આ ચિંતાજનક ભવિષ્યવાણી

Baba Vanga Predictions about India: બાબા વેંગા બુલ્ગેરિયાના એક દ્રષ્ટિહીન મહિલા હતા. 12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની જતી રહી હતી. એવો દાવો છે કે ત્યારબાદ ઈશ્વરે તેમને ભવિષ્ય જોવાની દિવ્ય દ્રષ્ટિ આપી હતી. તેમણે દુનિયા વિશે અનેક એવી ભવિષ્યવાણીઓ કરી જેમાંથી કેટલીક ખરી પણ પડી. વર્ષ 2022ના શરૂઆતના મહિનાઓ અંગે તેમણે 2 ભવિષ્યવાણી કરી હતી જે સાચી ઠરી, તેમની 2022માં એક ખતરનાક ભવિષ્યવાણી ભારત વિશે પણ છે જેને લઈને દુનિયાભરમાં અસુરક્ષા અને આશંકા વ્યક્ત થઈ રહી છે. આવો જાણીએ બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વિશે....

આ વર્ષે 2 ભવિષ્યવાણી સાચી પડી
બ્રિટિશ વેબસાઈટ ધ સનના રિપોર્ટ મુજબ બાબા વેંગાએ વર્ષ 2022 માટે અનેક ભવિષ્યવાણી કરી હતી. જેમાંથી અત્યાર સુધીમાં 2 સાચી પડી છે. જેમાંથી પહેલી ભવિષ્યવાણી હતી ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગાં ગંભીર પૂર આવવા વિશે. જ્યારે બીજી ભવિષ્યવાણી અનેક શહેરોમાં દુષ્કાળ અને જળ સંકટ વિશે હતી. રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયાના પૂર્વ તટ પર આ વર્ષની શરૂઆતમાં મૂશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે ત્યાં જળ પ્રલય આવી ગયો. આ પ્રકારે તેમની ભવિષ્યવાણી સાચી પડી. 

બીજી ભવિષ્યવાણી એ હતી કે મોટું શહેર દુષ્કાળ અને પાણીની ઝપેટમાં આવી જશે. જો કે તે સમયે જગ્યા અને સમય વિશે સ્પષ્ટ જણાવ્યું નહતું. પરંતુ આ ભવિષ્યવાણી હવે યુરોપમાં સાચી ઠરી રહી હોય તેવું જણાય છે. મોટા મોટા ગ્લેશિયરો અને પાણીથી ઘેરાયેલા બ્રિટન, ઈટાલી અને પોર્ટુગલ હાલ ગંભીર રીતે દુષ્કાળની ઝપેટમાં છે અને લોકોને પાણીની બચત કરવાનું જણાવાઈ રહ્યું છે. 

બ્રિટનમાં દુષ્કાળની જાહેરાત
સ્થિતિ જોતા ગત શુક્રવારે બ્રિટનમાં અધિકૃત રીતે દુષ્કાળની જાહેરાત પણ કરી દેવાઈ છે. ઈંગ્લેન્ડમાં દક્ષિણ પશ્ચિમ, દક્ષિણ, મધ્ય અને પૂર્વના ભાગોમાં જળસંકટ ગંભીર છે અને તેમને જલદી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવી શકે છે. બ્રિટન એકમાત્ર દેશ નથી જે વિનાશકારી દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. ઈટાલી અને પોર્ટુગલ પણ હાલ દુષ્કાળની ઝપેટમાં છે. નાગરિકોને જળ આપૂર્તિના સંરક્ષણ માટે કહેવાઈ રહ્યું છે. ઈટડાલીથી 1950ના દાયકા બાદથી પોતાના સૌથી ખરાબ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. 

સાઈબેરિયામાં ખતરનાક વાયરસની ભવિષ્યવાણી
એવું કહેવાય છે કે બાબા વેંગાએ આ વર્ષ માટે વધુ 2 ભવિષ્યવાણી કરેલી છે. જેમાંથી એક ભવિષ્યવાણી એ છે કે રશિયાના સાઈબેરિયા વિસ્તારમાં આ વર્ષે એક ખુબ જ ખતરનાક વાયરસ વિશે ખબર પડશે જેનાથી દુનિયામાં નવી ખતરનાક બીમારીનો પ્રસાર થશે અને લાખો લોકો તેની ઝપેટમાં આવીને મરશે. બાબા વેંગાએ આ વર્ષે ભારત માટે પણ ગંભીર ભવિષ્યવાણી કરેલી છે. 

ભારત વિશે આ ભવિષ્યવાણી
ભવિષ્યવાણી મુજબ દુનિયામાં આ વર્ષે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેનાથી તીડનો પ્રકોપ વધશે. હરિયાળી અને ભોજનની શોધમાં તીડના ઝૂંડ ભારત પર હુમલો કરશે જેના કારણે અહીં પાકને ગંભીર નુકસાન પહોંચશે અને દેશમાં દુષ્કાળની સ્થિતિ પેદા થશે. બાબા વેંગાની આ ભવિષ્યવાણીઓ કેટલી સાચી પડશે તે તો સમય જ કહેશે. પરંતુ તેમની અનેક જૂની ભવિષ્યવાણીઓને સાચી પડતા જોઈને લોકોમાં દહેશતનો માહોલ છે. 

અત્રે જણાવવાનું કે બાબા વેંગાનું અસલ નામ વાંગેલિયા ગુશ્ટેરોવા હતું. તેઓ બલ્ગેરિયાના રહીશ હતા. તેમણે 12 વર્ષની ઉંમરે આંખની રોશની ગુમાવી હતી. ત્યારબાદ દાવો કરવા લાગ્યા હતા કે તેમને ભગવાને ભવિષ્ય જોવાની દિવ્ય દ્રષ્ટિ આપી છે. તેમનું વર્ષ 1996માં મોત થયું. તેમણે લેખિતમાં તો કોઈ ભવિષ્યવાણી કરી નહતી પરંતુ કહેવાય છે કે તેમણે પોતાના મૃત્યુ સુધી મૌખિક રીતે કુલ 5079 ભવિષ્યવાણી દુનિયા માટે કરી હતી. જેમાં બ્રિટનના રાજકુમારી ડાયનાનું મોત, અમેરિકા પર  9/11 નો હુમલો, બરાક ઓબામાનું અમેરિકાના પહેલા અશ્વેત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવું જેવી અનેક ભવિષ્યવાણીઓ સાચી પણ પડી. 

કેટલીક સાચી ન પણ પડી
જો કે એવું પણ નથી કે બાબા વેંગાએ જે પણ કહ્યું તે બસ સાચુ જ પડ્યું. તેમણે દાવો કર્યો હતો કે યુરોપમાં વર્ષ 2016માં મોટું યુદ્ધ થશે. જેનાથી આ સમગ્ર મહાદ્વીપ હંમેશા માટે ખતમ થઈ જશે. તેમણે એક ભવિષ્યવાણી એવી પણ કરી હતી કે વર્ષ 2010થી લઈને 2014 સુધી દુનિયામાં ભીષણ પરમાણુ યુદ્ધ થશે જેનાથી દુનિયાનો મોટો ભાગ નષ્ટ થઈ જશે. તેમની આ ભવિષ્યવાણી પણ સાચી પડી નહતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news