અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, પિતાને કોલ કરીને કોણે માંગી હતી ખંડણી?

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો જે ચિંતાનો વિષય બની ગયો છે. વધુ એક વિદ્યાર્થીના મોતના સમાચાર સામે આવ્યા છે.

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, પિતાને કોલ કરીને કોણે માંગી હતી ખંડણી?

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો જે ચિંતાનો વિષય બની ગયો છે. વધુ એક વિદ્યાર્થીના મોતના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ પરિવારનો આરોપ છે કે છોકરાના પિતાને ફોન કરીને 1200 ડોલરની રકમ માંગવામાં આવી હતી. વિદ્યાર્થી 20 માર્ચથી ગુમ હતો. હવે તેના મોતના સમાચાર સામે આવતા હડકંપ મચી ગયો છે. ભારતનું ન્યૂયોર્ક કોન્સ્યુલેટ પોલીસ તપાસમાં સહયોગ કરી રહ્યું છે. મૃતક વિદ્યાર્થીનું નામ મોહમ્મદ અબ્દુલ અરફાત છે જે હૈદરાબાદનો રહીશ હતો અનો ઓહિયોમાં રહીને માસ્ટર્સ  કરતો હતો. 

ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યૂલેટે વિદ્યાર્થીના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે આ જાણીને દુખ થયું કે મોહમ્મદ અબ્દુલ અરફાત જેના માટે સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું તે ઓહિયોના ક્લીવલેન્ડમાં મૃત મળી આવ્યો. અફરાતના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. મોહમ્દમ અબ્દુલ અરફાતના મોતની તપાસ માટે અમે સ્થાનિક એજન્સીઓના સંપર્કમાં છીએ. વિદ્યાર્થીનો પાર્થિવ દેહ ભારત લાવવા માટે પરિવારને દરેક શક્ય મદદ કરવામાં આવી રહી છે. 

Our deepest condolences to Mr Mohammed Arfath’s family. @IndiainNewYork is in touch with local agencies to ensure thorough investigation into Mr… https://t.co/FRRrR8ZXZ8

— India in New York (@IndiainNewYork) April 9, 2024

જાન્યુઆરી 2024થી અત્યાર સુધીમાં 11ના મોત
6 એપ્રિલના રોજ પણ ઉમા સત્ય સાઈ ગડ્ડે નામના એક ભારતીય વિદ્યાર્થીના મોતના સમાચાર સામે આવ્યા હતા. વિદ્યાર્થી ઓહિયોના ક્લીવલેન્ડથી અભ્યાસ કરતો હતો. અત્રે જણાવવાનું કે વર્ષ 2024ની શરૂઆતથી અત્યાર સુધીમાં અમેરિકામાં 10 ભારતીય અને ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોત થઈ ચૂક્યા છે. મોહમ્મદ અબ્દુલ અરફાતનું મોત આ કડીમાં 11મું મોત છે. 

ભારતીય વિદ્યાર્થીઓને બનાવવામાં આવી રહ્યા છે નિશાન
ગત મહિને એટલે કે માર્ચમાં અમેરિકામાં 20 વર્ષના ભારતીય વિદ્યાર્થી અભિજીત પારુચુરુની હત્યા કરવામાં આવી. તે આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના બુર્રિપાલેમનો હતો. અભિજીત બોસ્ટન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીના પરિવારના જણાવ્યાં મુજબ 11 માર્ચના રોજ યુનિવર્સિટીના પરિસરમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા તેની હત્યા થઈ અને મૃતદેહને એક કારમાં જંગલમાં છોડી દેવાયો. આ અગાઉ પડ્યૂ યુનિવર્સિટીમાં ભણતા ભારતીય મૂળના નીલ આચાર્યનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. શ્રેયસ રેડ્ડીએ પણ જીવ ગુમાવ્યો. અમેરિકાના જ્યોર્જિયામાં રહેતા વિવેક સૈનીનું પણ મોત થયું. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news