T20I માં સૌથી નાનો સ્કોર બનાવનાર ટીમો, એક તો 10 રનમાં ઓલઆઉટ

T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સૌથી ઓછો સ્કોર બનાવનારી ટીમ આઈલ ઓફ મેન છે. સ્પેન સામેની મેચમાં આ ટીમ 10 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

બીજું નામ મંગોલિયાનું છે. જાપાન સામેની મેચમાં મંગોલિયાની ટીમ માત્ર 12 રનમાં જ સમેટાઇ ગઇ હતી.

ત્રીજું નામ તુર્કીનું છે. ક્રેટ રિપબ્લિક સામેની મેચમાં તુર્કીની ટીમ 21 રનમાં જ સમેટાઇ ગઇ હતી.

ચોથો સૌથી ઓછો સ્કોર ચીનના નામે છે. ચીનની ટીમ મલેશિયા સામે 23 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ યાદીમાં 5મું નામ રવાન્ડાનું છે. રવાન્ડાની ટીમ નાઈજીરિયા સામે 24 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ યાદીમાં લેસોથોની ટીમ છઠ્ઠા સ્થાને છે. યુગાન્ડા સામેની મેચમાં લેસોથોએ માત્ર 26 રન બનાવ્યા હતા.

ચીનનું નામ બે વખત ટોપ-10માં છે. થાઈલેન્ડ સામેની મેચમાં ચીનની ટીમ 26 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

તુર્કી પણ બે વખત ટોપ-10માં સામેલ છે. લક્ઝમબર્ગ સામેની મેચમાં તુર્કીની ટીમ માત્ર 28 રન બનાવી શકી હતી.

થાઈલેન્ડ 10માં નંબર પર છે. મલેશિયા સામેની મેચમાં ટીમ માત્ર 30 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.