Fruits: આ 7 વસ્તુઓને લોકો સમજે છે શાક પણ હકીકતમાં આ છે ફળ

ફળ

ડેઇલી લાઇફમાં એવી કેટલીક વસ્તુઓનો ઉપયોગ ઘરમાં થાય છે જેને લોકો શાકભાજી સમજે છે પરંતુ હકીકતમાં તે ફળ છે.

શાકભાજી

તો ચાલો તમને આજે જણાવીએ એવા ફળ વિશે જેને લોકો શાકભાજી સમજે છે.

કેપ્સીકમ

લાલ, પીળા અને લીલા કેપ્સીકમને લોકો શાકભાજી માને છે પરંતુ તે ફ્રુટ ફેમિલીમાંથી આવે છે.

લીલા વટાણા

લીલા વટાણાનો ઉપયોગ દરેક ઘરમાં શાકમાં કરવામાં આવે છે પરંતુ હકીકતમાં તે શાક નથી પરંતુ ફૂલમાંથી ઉગતું ફળ છે.

રીંગણા

રીંગણા પણ શાકભાજી તરીકે જ ઉપયોગમાં લેવાય છે પરંતુ ટેકનિકલી આ એક ફળ છે.

દૂધી

દુધીની સાઈઝ જોઈને લોકો કન્ફ્યુઝ થઈ જાય છે પરંતુ આ વસ્તુ પણ શાક નહીં પણ છે.

કાકડી

કાકડીનો ઉપયોગ સલાડમાં કરવામાં આવે છે આ વસ્તુને પણ શાકની વસ્તુ સમજવામાં આવે છે પરંતુ કાકડી ફળ છે.

ભીંડા

ભીંડાનું શાક નાના મોટા સૌ કોઈને ભાવે છે પરંતુ ભીંડા બાયોલોજીકલી એક ફળ છે શાક નથી.

ટમેટા

રોજે રોજ ઘરમાં વપરાતા ટમેટા શાક તરીકે જ ઉપયોગમાં લેવાય છે પરંતુ ટમેટા એક ફળ છે.