Jamkandorana News

જામકંડોરણામાં પીએમ મોદીનો વટ પડ્યો, એટલી ભીડ ઊમટી કે સભા સ્થળ પણ નાનું પડ્યું
PM Modi In Gujarat :સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રી મોદીએ આજે ઝંઝાવાતી પ્રચાર કર્યો. જામકંડોરણા પહોંચેલા PM મોદીનું ભવ્ય સ્વાગત થયું હતું. જામકંડોરણામાં દોઢ લાખ લોકો પીએમ મોદીની સભામાં ઉમટી પડ્યા હતા. દોઢ લાખની જનમેદની વચ્ચે પીએમ મોદીની ભવ્ય એન્ટ્રી થઈ હતી. ત્યારે તેમના પર ભીડમાંથી અનેક લોકોએ પુષ્પવર્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, જામકંડોરણામાં પહેલીવાર કોઈ પ્રધાનમંત્રી આવ્યા હતા, તેથી તેમની એક ઝલક જોવા સભા માટે બનાવાયેલા બે ડોમ પણ ઓછા પડ્યા હતા. PM નરેન્દ્ર મોદીએ આજે જંગી સભા ગજવી હતી ત્યારે સભાસ્થળે મોદી-મોદીનો હર્ષનાદ ગુંજી ઊઠ્યો હતો. આ સભામાં જંગી માનવમેદની ઊમટી હતી, જેને કારણે બબ્બે ડોમ પણ ટૂંકા પડ્યા હતા. 
Oct 11,2022, 14:10 PM IST
લગ્ન પ્રસંગે જઈ રહેલ પાટીદાર પરિવારની કાર રામપરની નદીમાં તણાઈ
Sep 29,2019, 14:02 PM IST

Trending news