ભાજપ પ્રદેશ પ્રમુખ News

દિલ્હીથી તેડુ આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલનો કચ્છ પ્રવાસ રદ્દ
Oct 23,2020, 21:03 PM IST
સીઆર પાટીલની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક મળી, કેશુભાઈના આર્શીવાદ લઈ દિલ્હી જવા રવાના થયા
નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ (CR Patil) ની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપની પ્રથમ બેઠક મળી હતી. જેમાં આગામી કાર્યક્રમો અને ટીમ પાટીલ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિધાનસભાની પેટા ચૂંટણી અને સંગઠન સરચના અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી. નવનિયુક્ત પ્રદેશ ભાજપ (bjp) પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહેલી બેઠક મળી હતી. પ્રદેશ ભાજપની આ બેઠકમાં આગામી સમયમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીઓ અને સંગઠન સંરચના અંગે રોડ મેપ તૈયાર કરવા ચર્ચા થઈ. નવા પ્રમુખની નવી ટીમ અને તેમના કાર્યક્રમો અંગે રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતીષે માર્ગદર્શન આપ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખનો પદભાર સાંભળતાની સાથે જ યોજાયેલ આ બેઠકમાં રાષ્ટીય સહસંગઠન મહામંત્રી વી સતીષ, પૂર્વે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી,પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દાલસાણીયા, મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, કે.સી.પટેલ, ભરતસિંહ પરમાર, ઉપાધ્યક્ષ ભાર્ગવભટ્ટ, આઈ.કે.જાડેજા અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા હાજર રહ્યા. 
Jul 22,2020, 12:38 PM IST
નામ લીધા વગર ભાજપના નવા પ્રમુખે હાર્દિક પટેલ પર કર્યો મોટો કટાક્ષ, જુઓ શું કહ્યું...
ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી આર પાટીલે (cr patil) કાર્યભાર સંભાળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. ત્યારે તેઓએ કહ્યું હતું કે, ભાજપમાં પ્રમુખપદની જવાબદારી પણ સહજતાથી બદલાય છે અને હું તેનું ઉત્તમ ઉદાહરણ છું. અકલ્પનીય જવાબદારી મને સોંપી છે. હું ખાતરી આપું છું કે ભાજપના કાર્યકરોની શક્તિનો ઉપયોગ કરવામાં આવશે. ટેકનોલોજીના આધારે નોખું કરવામાં આવશે. હાલ કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. ભાજપને વધુ મજબૂત કરવાની કામગીરી કરીશ. આ ઉપરાંત હાર્દિક પટેલનું નામ લીધા વગર સીઆર પાટીલે વળતો ઘા કર્યો કે, જે વ્યક્તિ ચૂંટણીમાં પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યો નહતો, તે શું કરી શકશે. 
Jul 21,2020, 14:52 PM IST
ભાજપ સામાન્ય કાર્યકર્તાને તક આપે છે અને કાર્યકરોને જવાબદારી મળશે : વિજય રૂપાણી
સુરતના સીઆર પાટીલ (cr patil) આજે ગુજરાત ભાજપના 13મા પ્રદેશ અધ્યક્ષ બન્યા છે. કમલમ ખાતે વિધિવત રીતે તેઓને ગુજરાત ભાજપનો કાર્યભાળ સંભાળ્યો હતો. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ભાજપમાં અધ્યક્ષ પદ મહત્વનું છે. વિચારધારાનો સંઘર્ષ હમેંશા ગુજરાત ભાજપે કર્યો છે અને દેશને નવી દિશા આપી છે. નવનિર્માણના સમયથી પીએમ મોદી ગુડ ગવર્ન્સ ની દિશા આપી રહ્યા છે. રાષ્ટ્રીય નેતૃત્વએ સી.આર. પાટીલને જવાબદારી આપી છે. અનેક પડકારો આપણે ઝીલવાના છે.  પેટાચૂંટણી જિલ્લા પંચાયત તેમજ વિધાનસભાની પેટાચૂંટણીઓના પડકાર ઝીલવાના છે. એમાં પાછી પાની કરવાની નથી. દેશ ભરમાં ટુકડા ગેંગ છે. જે ભાજપની વિચારધારા કમિટમેન્ટ અને સપના સાકાર થઈ રહ્યા છે, આપણે આ લડાઈ લડવાની છે. કાર્યકર્તાઓને પ્રેરણા મળી રહે. પાર્ટીમાં વિશ્વાસ રહે. વિચાર ધારાની લાગણીઓ વધુ ધારદાર બને એ સંગઠનની જવાબદારી છે. આજે અનેક રાજ્યોમાં આપણી સરકાર છે. ગુજરાતમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગર પાલિકામાં આપણે સત્તા પર છીએ. ગુજરાત સંગઠન, વિકાસ તમામ સ્તરે નંબર વન છે. કોંગ્રેસ હારી ગઈ છે અને આપણે સતત આગળ વધીશું.
Jul 21,2020, 14:14 PM IST
શુભ મુહૂર્તમાં સીઆર પાટીલે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યો
ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે (cr patil) પોતાનો પરિવાર અને ટેકેદારોની હાજરીમાં પદભાર સંભાળ્યું છે. વિજય મુહૂર્તમાં તેઓ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. લાંબા સમયથી ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે નવા ચહેરાની વિચારણા ચાલી રહી હતી, ત્યારે સીઆર પાટીલને તેમાં સ્થાન મળ્યું છે. આમ, ગાંધીનગરમાં સુરતનું સ્થાન મજબૂત બન્યું છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને સી.આર.પાટીલ પરત સર્કિટ હાઉસ ફર્યા હતા. સર્કિટ હાઉસમાં તેમના પરિવાર દ્વારા મોઢું મીઠું કરાવવાથી માંડીને ફટાકડા ફોડીને સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પ્રદેશ કાર્યાલય પર સાંસદો, મંત્રીઓ, કાર્યકરો પહોંચ્યા હતા. તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ નવા પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. 
Jul 21,2020, 13:11 PM IST
નવા પ્રદેશ પ્રમુખની શોધમાં ભાજપ, શું પાટીદાર-સવર્ણ પ્રમુખની થિયરી રિપીટ કર
ભાજપમાં સંગઠન સંરચના સાથે જ નવા પ્રદેશ પ્રમુખ કોણ તેની પણ અટકળો શરૂ થઇ ચૂકી છે. ભાજપની શરૂઆતથી જ પક્ષ પર પાટીદારો અને સવર્ણોનું પ્રભુત્વ રહ્યું છે અને મોટાભાગનો સમય પક્ષ સવર્ણોના પક્ષ તરીકે ઓળખાયો છે, ત્યારે પક્ષના પ્રમુખ તરીકે પણ પાટીદારોનો દબદબો જોવા મળ્યો છે. ત્યારે આ વખતે પણ પાટીદાર પ્રદેશ પ્રમુખ બને તેવી શક્યતાઓ જોવા રહી છે. ભાજપમાં હાલ તો નવા સંગઠનને લઇને કામગીરી શરૂ થઇ ચૂકી છે. હાલ બૂથ સમિતિઓની રચના થશે. ત્યાર બાદ મંડલ અને જિલ્લા પ્રમુખો અને નવેમ્બર મહિનામાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાતનો કાર્યક્રમ નક્કી કરાયો છે. જોકે પ્રદેશ પ્રમુખની પસંદગી ચૂંટણીના બદલે સર્વસંમતિથી કરવામાં આવશે. જેમાં પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ બેસીને નિર્ણય કરશે તેવું ભાજપના નેતાઓ માની રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી હંમેશા નેતૃત્વની સહમતિથી થતી હોય છે.
Sep 7,2019, 15:17 PM IST

Trending news