IPL 2022: દિલ્હીનું સપનું રોળાયું, મુંબઈનો પાંચ વિકેટે વિજય, આરસીબી પ્લેઓફમાં

DC vs MI: દિલ્હી કેપિટલ્સનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું રોળાયું છે. આજે કરો યા મરો મુકાબલામાં દિલ્હીએ મુંબઈ સામે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીની હાર સાથે આરસીબીને પ્લેઓફની ટિકિટ મળી ગઈ છે. 
 

IPL 2022: દિલ્હીનું સપનું રોળાયું, મુંબઈનો પાંચ વિકેટે વિજય, આરસીબી પ્લેઓફમાં

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022ની 69મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે પરાજય આપ્યો છે. મુંબઈની જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે, જ્યારે દિલ્હી કેપિટલ્સનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું રોળાયું છે. દિલ્હીએ પ્લેઓફમાં જીતવા માટે આજની મેચ જીતવી ખુબ જરૂરી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટે 159 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 19.1 ઓવરમાં 5 વિકેટે 160 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

આ રીતે હશે પ્લેઓફના મુકાબલા
હવે પ્લેઓફમાં પહોંચનારી ચાર ટીમ ફાઇનલ થઈ ગઈ છે. ગુજરાત ટાઈન્ટસ, રાજસ્થાન રોયલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઓફમાં પહોંચી ગઈ છે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ક્વોલિફાયર-1માં ટકરાશે. જ્યારે લખનઉ અને બેંગલુરૂ વચ્ચે એલિમિનેટર મુકાબલો રમાશે. 

રોહિત શર્મા ફ્લોપ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત ધીમી રહી હતી. રોહિત સર્મા 13 બોલમાં 2 રન બનાવી નોર્ત્જેનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઈશાન કિશન અને બ્રેવિસે બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. ઈશાન કિશન 35 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 48 રન બનાવી આઉટ થયો હતો. 

ડિવોલ્ડ બ્રેવિસ 33 બોલમાં 37 રન બનાવી ઠાકુરનો શિકાર બન્યો હતો. તિલક વર્મા 21 રન બનાવી આઉટ થયો હતો. ટિમ ડેવિડે 11 બોલમાં 4 સિક્સ અને 2 ચોગ્ગા સાથે 34 રન ફટકારી મુંબઈને જીતની નજીક લાવી દીધુ હતું. અંતમાં રમનદીપે 6 બોલમાં 13 રન બનાવી મુંબઈની જીત નિશ્ચિત કરી હતી. 

દિલ્હીએ પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવી
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીને ત્રીજી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ડેવિડ વોર્નર માત્ર 5 રન બનાવી ડેનિયલ સેમ્સનો શિકાર બન્યો હતો. ત્યારબાદ જસપ્રીત બુમરાહે મિશેલ માર્શ (0) ને આઉટ કરી દિલ્હીને ત્રીજો ઝટકો આપ્યો હતો. દિલ્હીનો સ્કોર 31 રન હતો ત્યારે પૃથ્વી શો 23 બોલમાં 24 રન બનાવી આઉટ થયો હતો. દિલ્હીએ પાવરપ્લેમાં 3 વિકેટે 37 રન બનાવ્યા હતા. 

દિલ્હી કેપિટલ્સનો સ્કોર 50 રન હતો ત્યારે સરફરાઝ ખાન 10 રન બનાવી માર્કેન્ડેનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રિષભ પંત અને રોવમૈન પોવેલે પાંચમી વિકેટ માટે 75 રનની ભાગીદારી કરી હતી. રિષભ પંત 33 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 39 રન બનાવી આઉટ થયો હતો. તો પોવેલ 34 બોલમાં 4 સિક્સ અને 1 ફોર સાથે 43 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. 

અક્ષર પટેલ 10 બોલમાં 2 સિક્સ સાથે 19 રન બનાવી અણનમ રહ્યો હતો. શાર્દુલ ઠાકુરે 4 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 25 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય રમનદીપ સિંહે બે, ડેનિયલ સેમ્સે એક અને માર્કેંન્ડેએ એક વિકેટ લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news