Wicket,W,W,W,W...IPLમાં આ  છોકરાએ મચાવી તબાહી, મેદાનમાં જે પણ સામે આવ્યા એ Out

IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચેના મુકાબલામાં એક 25 વર્ષિય છોકરાએ મેદાનમાં રીતસર લગાવી દીધી આગ. આ બોલરની સામે જે પણ બેટર્સ આવ્યા બધાને એણે કર્યા તંબુ ભેગા. જાણો કોણ છે આ ખતરનાક ખેલાડી...

Wicket,W,W,W,W...IPLમાં આ  છોકરાએ મચાવી તબાહી, મેદાનમાં જે પણ સામે આવ્યા એ Out

IPL 2024: લગભગ 145 કરોડની આબાદીવાળા ભારતમાં ક્રિકેટએ એક ધર્મ એક મઝહબ બની ગયો છે. આ રમતના દિવાના કરોડો લોકો છે. દરેક વ્યક્તિ સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી બનવા માંગે છે. એવામાં ઈન્ડિયન પ્રીમીયર લીગ એટલેકે, IPL એક એવું મંચ છે જ્યાંથી ક્રિકેટની રમતના હીરાને ખરી ચમક મળે છે. અહીં એક પ્રકારે મેદાનમાં હીરા તરાશવામાં આવે છે. આવો જ એક હીરો લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચમાંથી બહાર આવ્યો. નામ છે યશ ઠાકુર.

લખનૌ સુપર જાયન્ટ્સના આ બોલરની સામે જે પણ બેટર્સ બેટ લઈને આવ્યા તેમણે ફરી પાછા ધોયેલા મોઢે બેટ પાછું લઈને તરત તંબુ ભેગા થઈ જવાનો વારો આવ્યો. ભલભલા દિગ્ગજો આ ખતરનાક બોલરની બોલિંગ સામે ના ટકી શક્યા. આ 25 વર્ષનો છોકરો જ્યાં બોલ ફેંકતો ત્યાં વિકેટ મળી જતી. આ ખેલાડીએ આઈપીએલમાં ગુજરાત સામેની મેચમાં Wicket,W,W,W,W...વાળી બોલિંગ નાંખીને સૌ કોઈને ચોંકાવી દીધાં. 25 વર્ષીય બોલરે IPLમાં તબાહી મચાવી, બુમરાહ જેવો ઘાતક બોલ ફેંકી તેણે સિલેક્ટર્સને પણ વિચારતા કરી મુક્યા. 

ગિલ પણ પડી ગયો ઘૂંટણિયેઃ
વિરાટ કોહલી બાદ માત્ર ભારત જ નહીં પણ વર્લ્ડ ક્રિકેટમાં હાલ કોઈ ક્રિકેટનું નામ ચર્ચામાં હોય તો એ છે શુભમન ગિલ. જેની બેટિંગમાં તમને વિરાટ કોહલીની ઝલક પણ જોવા મળે છે. જોકે, ગિલને પણ આ ઘાતક બોલરે ઘૂંટણિયે લાવીને મુકી દીધો. એક બાદ એક યશ ઠાકુરે ગુજરાત ટાઈટન્સની પાંચ વિકેટ પાડીને રીતસરની લાઈન લગાવી દીધી. યશ ઠાકુર ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની જેમ ઘાતક બોલ ફેંકે છે. રવિવારે રમાયેલી IPL મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ના બેટ્સમેનો પાસે યશ ઠાકુરને કોઈ જવાબ નહોતો.

25 વર્ષના બોલરે IPLમાં તબાહી મચાવી હતી:
લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના ઝડપી બોલર યશ ઠાકુરે ગુજરાત ટાઇટન્સ (જીટી)ની બેટિંગ લાઇનઅપને ધ્વંસ કરી નાંખી. 3.5 ઓવરમાં 30 રન આપીને 5 વિકેટ લીધી. યશ ઠાકુરે તેની IPL કારકિર્દીમાં પ્રથમ વખત 5 વિકેટ ઝડપી છે. યશ ઠાકુરે રવિવારે ગુજરાત ટાઇટન્સ (GT) સામે પોતાનો ઘાતક બોલિંગ સ્પેલ કર્યો હતો. યશ ઠાકુરે ગુજરાત ટાઇટન્સ (જીટી)ના કેપ્ટન શુભમન ગિલ (19), વિજય શંકર (17), રાશિદ ખાન (0), રાહુલ તેવટિયા (30) અને નૂર અહેમદ (4)ને આઉટ કર્યા હતા. યશ ઠાકુર બોલને બંને બાજુથી સ્વિંગ કરવાની કળા જાણે છે.

ઠાકુરે લગાવી વિકેટની વણઝારઃ
યશ ઠાકુરે IPL 2024 સિઝનની અને તેની IPL કારકિર્દીની પણ પ્રથમ 5 વિકેટ લીધી છે. યશ ઠાકુરે 3.5 ઓવરમાં 30 રન આપીને 5 વિકેટ લીધી હતી. યશ ઠાકુરને તેના શાનદાર પ્રદર્શન માટે 'મેન ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો છે. યશ ઠાકુર ગુજરાત ટાઇટન્સ સામે 5 વિકેટ ઝડપનાર ત્રીજો બોલર બન્યો છે. અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર ઉમરાન મલિક અને ભુવનેશ્વર કુમારે ગુજરાત ટાઇટન્સ સામે 5 વિકેટ ઝડપી છે.

ઠાકુરે મેદાનમાં રીતસર લગાવી દીધી આગઃ
યશ ઠાકુરે IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે બીજો સર્વશ્રેષ્ઠ બોલિંગ સ્પેલ કર્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સ માટે સર્વશ્રેષ્ઠ બોલિંગ સ્પેલ કરવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના માર્ક વૂડના નામે છે. માર્ક વૂડે IPL 2023માં દિલ્હી કેપિટલ્સ સામે 14 રન આપીને 5 વિકેટ લીધી હતી. યશ ઠાકુરને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) દ્વારા ડિસેમ્બર 2022માં યોજાયેલી IPL મીની હરાજી દરમિયાન 45 લાખ રૂપિયામાં તેમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હરાજીમાં યશ ઠાકુરની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી.

IPLમાં LSG માટે શ્રેષ્ઠ બોલિંગ સ્પેલઃ

5/14 - માર્ક વુડ વિ દિલ્હી કેપિટલ્સ, 2023

5/30 - યશ ઠાકુર વિ ગુજરાત ટાઇટન્સ, 2024

4/16 - મોહસીન ખાન વિ દિલ્હી કેપિટલ્સ, 2022

4/24 - અવેશ ખાન વિ સનરાઈઝર્સ હૈદરાબાદ, 2022

4/37 - યશ ઠાકુર વિ પંજાબ કિંગ્સ, 2023

યશ ઠાકુર રેકોર્ડ્સઃ
યશ ઠાકુરે 22 ફર્સ્ટ ક્લાસ મેચમાં 67 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન, યશ ઠાકુરે એક ઇનિંગ્સમાં 5 વખત 4 વિકેટ લીધી છે અને એક વખત 5 વિકેટ ઝડપી છે. યશ ઠાકુરે 37 લિસ્ટ A મેચમાં 54 વિકેટ લીધી છે. યશ ઠાકુરે 49 ટી20 મેચમાં 74 વિકેટ લીધી છે. યશ ઠાકુર વિદર્ભ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. યશ ઠાકુરે 12 IPL મેચમાં 19 વિકેટ લીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news