IPL 2024: પહેલાં બન્યા પિતા, પછી કર્યા લગ્ન, પ્લેન એક્સિડેન્ટમાં માંડ માંડ બચ્યો હતો આ ક્રિકેટરનો જીવ

Indian Premier League 2024: સનરાઇઝર્સ હૈદ્રાબાદ (sunrisers hyderabad) ના ધાકડ ખેલાડી ટ્રેવિસ હેડ (Travis Head) આઇપીએલમાં કમાલનું પ્રદર્શન કરી રહ્યા છે. હેડની લવસ્ટોરી પણ ખૂબ રસપ્રદ રહી છે. તે એકવાર પ્લેન અકસ્માતમાં માંડ માંડ બચ્યા હતા. 
 

IPL 2024: પહેલાં બન્યા પિતા, પછી કર્યા લગ્ન, પ્લેન એક્સિડેન્ટમાં માંડ માંડ બચ્યો હતો આ ક્રિકેટરનો જીવ

Cricketers Love Story: સનરાઇઝર્સ હૈદ્રાબાદ (sunrisers hyderabad) ના ધાકડ ખેલાડી ટ્રેવિસ હેડ (Travis Head) આઇપીએલમાં કમાલનું પ્રદર્શન કરી રહ્યા છે. હેડના લીધે સનરાઇઝર્સ હૈદ્રાબાદ (sunrisers hyderabad) ની ટીમ ચોથા નંબર પર છે. હેડની લવ સ્ટોરી (Travis Head Love Story) પણ ખૂબ રસપ્રદ રહી છે. ઓસ્ટ્રેલિયાઇ ટીમના સ્ટાર બેટર ટ્રેવિડ હેડ  (Travis Head) અને મોડલ જેસિકા ડેવિસ (Jessica Davies) લાંબી રાહ જોયા બાદ 2023 માં લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા. બંની 15 એપ્રિલના રોજ એડિલેડમાં લગ્ન કર્યા હતા. તે એકવાર પ્લેન અકસ્માતમાં માંડ માંડ બચ્યા હતા. 

ટ્રેવિસ અને જેસિકાની સગાઇ માર્ચ 2021 માં થઇ હતી. સપ્ટેમ્બર 2022 માં બંને ક્યૂટ બેટીના માતા-પિતા બન્યા. જેસિકાએ ઇંસ્ટાગ્રામ પર ફોટા શેર કરી લગ્નના સમાચાર (Travis Head Marriage) નો ખુલાસો કર્યો હતો. ટ્રેવિસ હેડ અને જેસિકા ડેવિસ મે 2022 માં પ્લેન અકસ્માતમાં માંડ માંડ બચ્યા હતા. બંને માલદીવ રજાઓ માણવા ગયા હતા. તે સમયે જેસિકા પ્રેગ્નેંટ હતી. 

જેસિકાએ સોશિયલ મીડિયા પર ઘટનાનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે માલદીવથી પરત ફરતી વખતે પ્લેનમાં ખામી સર્જાઇ હતી. ઉડાન ભર્યાના અડધા કલાક બાદ વિમાનનું એક દ્રીપ પર ઇમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું. લેન્ડીંગ દરમિયા બીજા પ્રયાસમાં અમારું પ્લેન સરકીને મેદાનમાં જતું રહ્યું. જેસિકા ડેવિસે જણાવ્યું કે આ ફિલ્મ જેવું લાગી રહ્યું હતું. અમે બધા લોકો ખૂબ ડરી ગયા હતા. 

તમને જણાવી દઇએ કે હેડ માટે આઇપીએલ 2024 ની સફર ગજબની રહી છે. હેડએ અત્યાર સુધી 9 મેચ રમી છે. આ દરમિયાન તેણે કુલ 396 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઈક રેટ 194 રહી છે. ટ્રેવિસ હેડે પણ 1 સદી અને 3 અડધી સદી ફટકારી છે. હવે જોવાનું એ રહેશે કે હેડ ટીમને સેમીફાઈનલમાં લઈ જવામાં સફળ રહે છે કે નહીં. હૈદરાબાદ ક્વોલિફાઈંગની ખૂબ નજીક છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news