MI Vs PBKS IPL 2023: અર્શદીપની સ્ટમ્પતોડ બોલિંગને પરિણામે પંજાબે મુંબઈને હરાવ્યું, આખરી ઓવરમાં પલટાઈ બાજી

IPL 2023: મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ. 

MI Vs PBKS IPL 2023: અર્શદીપની સ્ટમ્પતોડ બોલિંગને પરિણામે પંજાબે મુંબઈને હરાવ્યું, આખરી ઓવરમાં પલટાઈ બાજી

IPL 2023: મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સની શરૂઆત ખરાબ રહી. પરંતુ આ છતાં ટીમ 214 રનનો સ્કોર કરવામાં સફળ રહી. 215 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે જબરદસ્ત ટક્કર આપી છતાં લક્ષ્યાંક મેળવવામાં સફળ થઈ નહીં અને આખરે 13 રનથી હારી ગઈ. 

મુંબઈની ઈનિંગ
215 રનનો વિશાળ ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી મુંબઈની ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશને ઓપનિંગ શરૂ કરી પરંતુ શરૂઆતમાં જ મુંબઈને ફટકો પડ્યો અને ઈશાન કિશન અંગત 1 રનના સ્કોરે આઉટ થઈ ગયો. જો કે રોહિત શર્માએ 27 બોલમાં 44 રન, કેમરન ગ્રીને 43 બોલમાં 67 રન, સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 57 રન કર્યા. ટિમ ડેવિડે 13 બોલમાં 25 રન કર્યા. પણ છેલ્લે છેલ્લે ઉપરાઉપરી વિકેટો પડી જતા મુંબઈ ટીમ લડાયક રમત દાખવવા છતાં હારી ગઈ. નિર્ધારિત 20  ઓવરમાં 6 વિકેટના નુકસાન પર માત્ર 201 રન જ કરી શકી અને 13 રનથી મેચ ગુમાવી દીધી. પંજાબ તરફથી અર્શદીપે 4 વિકેટ લીધી જ્યારે નાથન એલિસ ને લિયામ લિવિંગ્સ્ટને 1-1 વિકેટ લીધી. 

પંજાબની ઈનિંગ
મુંબઈએ ટોસ જીત્યો અને પંજાબને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. પંજાબની શરૂઆત ખરાબ  રહી. ઓપનર્સ મેથ્યુ શોર્ટઅને પ્રભસિમરન સિંહ બહું ખાસ પાર્ટનરશીપ કરી શક્યા નહીં. જો કે હરપ્રીત સિંહના 28  બોલમાં 41 અને સેમ કરનના 29 બોલમાં 55 રને બાજી પલટી અને પછી તો જિતેશ શર્માએ કમાલ કર્યો અને 7 બોલમાં 25 રન ઠોકી દેતા પંજાબની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 214 રન કર્યા. મુંબઈ તરફથી કેમરન ગ્રીનને બે વિકેટ પીયુષ ચાવલાને પણ 2 વિકેટ અને અર્જૂન તેંડુલકર, જેસન બેહરન ડોર્ફ, જોફ્રા આર્ચરને 1-1 વિકેટ મળી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news