T20 વિશ્વકપમાંથી કોહલી, હાર્દિક અને રિંકૂ બહાર! 3 કીપર અને નવા નામ, પૂર્વ ક્રિકેટરે પસંદ કરી પોતાની ટીમ

સંજય માંજરેકરે ભારતીય ટીમમાં 4 બેટર અને 3 વિકેટકીપર બેટરને જગ્યા આપી છે. આ સિવાય તેમણે 2 સ્પિન ઓલરાઉન્ડર અને બે સ્પિનરોને પસંદ કર્યાં છે. 4 ફાસ્ટ બોલરને જગ્યા આપી છે, જેમાં બે અનકેપ્ડ છે. 

T20 વિશ્વકપમાંથી કોહલી, હાર્દિક અને રિંકૂ બહાર! 3 કીપર અને નવા નામ, પૂર્વ ક્રિકેટરે પસંદ કરી પોતાની ટીમ

નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ 2024 માટે ભારતીય ટીમની પસંદગી જલ્દી થવાની છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર્સ અને એક્સપર્ટ્સ પોત-પોતાની ટીમ પસંદ કરી રહ્યાં છે અને જણાવી રહ્યાં છીએ કે કોને સામેલ કરવા જોઈએ અને કોને નહીં. ભારતના પૂર્વ ખેલાડી અને કોમેન્ટ્રેટર સંજય માંજરેકરે ચોંકાવનારી ટીમ પસંદ કરી છે. તેમણે 15 ખેલાડીઓમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને રિંકૂ સિંહને પસંદ કર્યાં નથી. તેમણે 3 વિકેટકીપર પસંદ કર્યાં છે. આ સિવાય 3 નવા નામને તક આપવામાં આવી છે. 

સંજય માંજરેકરે શુભમન ગિલને જગ્યા આપી નથી. તો ક્રુણાલ પંડ્યાને ટીમમાં  તક આપી છે. ક્રુણાલે જુલાઈ 2021 બાદ ભારત માટે કોઈ મેચ રમી નથી. માંજરેકરે પોતાની ટીમમાં 4 બેટર અને 3 વિકેટકીપરને જગ્યા આપી છે. તેમાં એક અનકેપ્ડ છે. આ સિવાય તેમણે 2 સ્પિન ઓલરાઉન્ડર અને 2 સ્પિનરને પસંદ કર્યાં છે. 4 ફાસ્ટ બોલરને જગ્યા આપી છે, જેમાં 2 અનકેપ્ડ છે. 

Participate in the biggest opinion poll ever on our social media handles (23rd April- 1st May) and let your choices be heard! 🎤#VisaToWorldCup pic.twitter.com/NC3Au3ZPYZ

— Star Sports (@StarSportsIndia) April 26, 2024

રાહુલને વાઇસ કેપ્ટન બનાવ્યો
માંજરેકરે પોતાની ટીમમાં બેટર રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ અને રિયાન પરાગને તક આપી છે. વિકેટકીપર સંજૂ સેમસનને પણ પસંદ કર્યો છે. રિષભ પંત અને કેએલ રાહુલને વિકેટકીપર તરીકે પસંદ કર્યાં છે. રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રવીન્દ્ર જાડેજાને સ્પિન ઓલરાઉન્ડર તરીકે પસંદ કર્યો છે. ક્રુણાલ પંડ્યાને સ્પિનર તરીકે જગ્યા આપી છે. યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને પણ પસંદ કર્યાં છે. આ સિવાય ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરા સિવાય હર્ષિત રાણા અને મયંક યાદવને પસંદ કર્યાં છે.

સંજય માંજરેકરની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સંજૂ સેમસન, સૂર્યકુમાર યાદવ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન અને વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, મયંક યાદવ અને ક્રુણાલ પંડ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news