Hardik Panday Video Viral: હાર્દિક પંડ્યા પર લાગી શકે પ્રતિબંધ! ચાલુ મેચમાં કરી મોટી ભૂલ, ફટકારાયો મોટો દંડ

છેલ્લાં કેટલાંક સમયથી ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કોઈકને કોઈક કારણોસર સતત ચર્ચામાં રહે છે. આ વખતે એ જે ચાલુ મેચ દરમ્યાન કર્યું એવું અત્યાર સુધી ક્યારેય નથી કર્યું. 

Hardik Panday Video Viral: હાર્દિક પંડ્યા પર લાગી શકે પ્રતિબંધ! ચાલુ મેચમાં કરી મોટી ભૂલ, ફટકારાયો મોટો દંડ

Hardik Pandya Video Viral: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પંજાબ કિંગ્સ (GT ​​v PBKS) સામેની મેચમાં મોટી ભૂલ કરી હતી. અલબત્ત, ગુજરાતે મેચ જીતી લીધી હતી, પરંતુ હાર્દિક પર IPLની આચારસંહિતાનો ભંગ કરવાનો આરોપ લાગતાં આ જીતની ઉજવણીમાં વિક્ષેપ પડ્યો હતો. જે અંતર્ગત તેના પર લાખોનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વર્તમાન સિઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની આ પહેલી ભૂલ હોવાથી આખી ટીમને બદલે માત્ર હાર્દિક પંડ્યાને દંડ ફટકારવામાં આવ્યો છે.

સ્લો ઓવર રેટના કારણે હાર્દિક પંડ્યાને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગુજરાતે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવીને IPL 2023માં ત્રીજી જીત નોંધાવી હતી. આ જીત સાથે ગુજરાતની ટીમના 6 પોઈન્ટ્સ થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાતની ટીમ હાલમાં જોરદાર લયમાં છે. યુવા ઓપનર શુભમન ગિલ સતત રન બનાવી રહ્યો છે. ટીમના અનુભવી લેગ સ્પિનર ​​રાશિદ ખાને KKR સામે હેટ્રિક લઈને એવો સંકેત આપ્યો છે કે તે શાનદાર લયમાં છે.

કેપ્ટન ટાઇટન્સની જીતથી ખુશ નથી-
ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક બોલ બાકી રાખીને મેચ જીત્યા બાદ કહ્યું હતું કે, તે ઈચ્છતો નથી કે જીત આટલી નજીક પહોંચીને મળે. ગુજરાતે એક બોલ બાકી રહેતા 154 રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો. પંડ્યાએ કહ્યું કે ચોક્કસપણે ખેલાડીઓ આ મેચમાંથી શીખશે. પંડ્યાના કહેવા પ્રમાણે, 'અમે જે સ્થાન (સારા)માં હતા તેનાથી આટલા નજીક પહોંચીને હું વિજયના વખાણ નહીં કરું. આ મેચમાંથી અમને ઘણું શીખવા મળશે. રમતની સુંદરતા એ છે કે તે છેલ્લી ઓવર સુધી સમાપ્ત થતી નથી.

…તો આખી ટીમને દંડ થઈ શકે છે-
જો ગુજરાત ટાઈટન્સની ટીમ બીજી વખત સ્લો ઓવર રેટમાં પકડાઈ તો આખી ટીમને દંડ થઈ શકે છે. હાર્દિક પંડ્યા એટલે કે કેપ્ટન જો ત્રીજી વખત સ્લો ઓવર રેટમાં પકડાય તો તેના પર પ્રતિબંધ લાગી શકે છે. IPL દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ધીમી ઓવર રેટના કારણે હાર્દિક પંડ્યાને દંડ ફટકારવામાં આવશે. IPL 2023માં અત્યાર સુધી પંડ્યા સિવાય ડુપ્લેસી અને સંજુ સેમસનને પણ ધીમી ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ ખાસ વાંચોઃ​  દિકરીના બદલે જમાઈ જોડે સાસુએ આખી મનાવી સુહાગરાત! સવાર પડતા પડતા તો...
આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતની સફેદ ચાદર નક્કી કરે છે કેરેક્ટર! કૌમાર્યભંગની આ રીતે થાય છે તપાસ
આ પણ ખાસ વાંચોઃ  સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ
આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news