MS Dhoni: ધોનીની ધમાકેદાર એન્ટ્રી, ધોનીની એન્ટ્રી પર આન્દ્રે રસેલે કેમ બંધ કર્યા કાન? જોઇ લો વીડિયો

KKR vs CSK: કલકત્તા નાઇટરાઇડર્સ વિરૂદ્ધ યોજાયેલી મેચમાં મહેન્દ્ર સિંહ ધોની જ્યારે બેટીંગ કરવા ઉતર્યા તો બૂમો જોવા લાયક હતી. સ્ટેડિમ ધોની-ધોનીના નારાથી ગૂંજી ઉઠ્યો. કેકેઆરના ઓલરાઉન્ડર આંદ્રે રસેલે કાન બંધ કરી લીધા. તેમનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 

MS Dhoni: ધોનીની ધમાકેદાર એન્ટ્રી, ધોનીની એન્ટ્રી પર આન્દ્રે રસેલે કેમ બંધ કર્યા કાન? જોઇ લો વીડિયો

CSK vs KKR Dhoni Batting Video: આઇપીએલ 2024 (IPL 2024) માં ફેન્સની મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) પ્રત્યેનીની દિવાનગી જોઇ શકાય છે. જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સની મેચ હોય છે અને ધોની બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરે છે તો જોવા લાયક નજારો હોય છે. કેકેઆર અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે 22મી આઇપીએલ મેચમાં ધ્નીના વેલકમમાં ફેન્સે કોઇ કસર છોડી નહી. ધોની જ્યારે મેદાનમાં બેટીંગ કરવા માટે ઉતર્યા તો સ્ટેડિયમના ખૂણે ખૂણે માહીના નામથી મેદાન ગૂંજી ઉઠ્યું. અવાઝ એટલો હતો કે કેકેઆરના ઓલરાઉન્ડર આંદ્રે રસેલને પોતાના કાન બંધ કરવા પડ્યા હતા. રસેલનો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

જાડેજાની 'છેડતી' બાદ મેદાનમાં આવ્યો ધોની
જોકે શિવમ દુબેની વિકેટ પડ્યા બાદ, જ્યારે એમએસ ધોની મેદાનમાં આવવાનો હતો ત્યારે જાડેજાના ફેન્સ સાથે ટીખળ કરી હતી. તેમણે આ ટીખળ માત્ર મજાક તરીકે કરી હતી. થયું એવું કે ચાહકો માની રહ્યા હતા કે હવે એમએસ ધોની બેટિંગ કરવા આવશે. તે જ આવ્યો છે. પરંતુ, તે પહેલા જાડેજાએ વિચાર્યું કે શા માટે થોડી મજા કરવી જોઈએ. પરંતુ તે પહેલાં જાડેજાએ વિચાર્યું કે કેમ મજાક કરવામાં ન આવે, તેમણે પોતાને એ રીતે બતાવ્યા કે ધોની નહી તે પોતે બેટીંગ કરવા ઉતરી રહ્યા છે. 

ધોનીની ગ્રાંડ એન્ટ્રી
ચેન્નઇ સુપર કિંગ્સને કેકેઆર વિરૂદ્ધ મેચ જીતવા માટે 3 રનની જરૂર હતી. મોટા મોટા શોટ્સ લગાવી રહેલા શિવમ દુબે આઉટ થઇ ગયા. ત્યારબાદ ધોનીની ચેપોકમાં એન્ટ્રી થઇ. સ્ટેડિયમમાં હાજર ફેન્સે ધોનીની એન્ટ્રીમાં કોઇ કસર છોડી નહી. આખા સ્ટેડિયમમાં ધોની ધોનીની ગૂંજ સંભળાઇ રહી હતી. અવાઝ એટલો હતો કે બાઉન્ડ્રી પર ઉભેલા રસેલને પોતાના કાન બંધ કરવા પડ્યા હતા. તેનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

MS Dhoni's Entry - Total Goosebumps. 🦁 pic.twitter.com/eh9GHwNz4N

— CricketMAN2 (@ImTanujSingh) April 8, 2024

ધોનીની એન્ટ્રી પર આન્દ્રે રસેલે કેમ બંધ કર્યા  કાન?
મેદાન પર ધોનીની એન્ટ્રી સાથે ચેન્નાઈના ક્રિકેટ ફેન્સનો ઉત્સાહ વધી ગયો હતો. પરંતુ તેની અસર KKRના ખેલાડી આન્દ્રે રસેલ પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. ચેપોકમાં ધોનીના નામની ગૂંજ એટલી જોરથી હતી કે જાણે આન્દ્રે રસેલના કાન ફાટી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. અંતે તેણે કાન બંધ કરવા પડ્યા.

- The Craze for Dhoni....!!!!!pic.twitter.com/r7iePy96Op

— Johns. (@CricCrazyJohns) April 8, 2024

— Johns. (@CricCrazyJohns) April 8, 2024

— Mufaddal Vohra (@mufaddal_vohra) April 8, 2024

આંદ્રે રસેલે કરી પોસ્ટ
આ મેચ બાદ આંદ્રે રસેલે પોતાના ઇંસ્ટાગ્રામ પર ધોનીને લઇને એક સ્ટોરી પણ પોસ્ટ કરી. આ સ્ટોરીમાં તેમણે બંનેનો સાથે ફોટો પોસ્ટ કરતાં લખ્યું, 'મને લાગે છે કે આ વ્યક્તિ દુનિયાનો સૌથી મનપસંદ ક્રિકેટર છે. તમને જણાવી દઇએ કે રસેલનું બેટ ચાલ્યું નહી. રસેલે ફક્ત 10 રન જ બનાવ્યા હતા. તો બીજી તરફ બોલીંગ કરી પરંતુ કોઇ સફળતા પ્રાપ્ત થઇ નહી. જો ધોનીની વાત કરવામાં આવે તો બેટીંગ કરી તો તે 3 બોલમાં 1 રન બનાવીને અણનમ રહ્યા. ઋતુરાજ ગાયકવાડે 58 બોલનો સામનો કરતાં 67 રનની મેચ વિનિંગ રમી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news