Shikhar Dhawan ની ભૂલ અને બલિનો બકરો બની ગયો બિચારો નાવિક, મળી આ સજા

ભારતીય સ્ટાર ક્રિકેટર શિખર ધવને (Shikhar Dhawan) વિદેશી પક્ષીઓને દાણા ખવડાવવાના મામલાએ તૂલ પકડ્યું છે. આ મામલે વારાણસી પ્રશાસને (Varanasi Administration) નાવિકને બલીને બકરો બનાવીને સજા આપી.

Shikhar Dhawan ની ભૂલ અને બલિનો બકરો બની ગયો બિચારો નાવિક, મળી આ સજા

નવી દિલ્હી: ભારતીય સ્ટાર ક્રિકેટર શિખર ધવને (Shikhar Dhawan) વિદેશી પક્ષીઓને દાણા ખવડાવવાના મામલાએ તૂલ પકડ્યું છે. આ મામલે વારાણસી પ્રશાસને (Varanasi Administration) નાવિકને બલીને બકરો બનાવીને સજા આપી. જો કે શિખર ધવન પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. 

નાવિક પર કાર્યવાહી
વારાણસી (Varanasi) ના જિલ્લાધિકારી કૌશલ રાજ શર્મા (Kaushal Raj Sharma) એ કહ્યું હતું કે આ મામલે કાર્યવાહી થઈ શકે છે. તપાસ બાદ દશાશ્વમેઘ પોલીસે નાવિક પ્રદીપ સાહની અને નાવ ચાલક સોનુનું કલમ 188 હેઠળ કાર્યવાહી કરી. નાવિક પર કાર્યવાહી કરતા બોટ ચલાવવા પર 3 દિવસનો પ્રતિબંધ લગાવી દીધો છે. 

ધવને પક્ષીઓને ખવડાવ્યા હતા દાણા
શિખર ધવને (Shikhar Dhawan) ગત શનિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વારાણસીના ફોટા શેર કર્યા હતા. આ તસવીરમાં તેઓ ગંગા નદી (Ganga River) માં નૌકા વિહાર દરમિયાન પ્રવાસી પક્ષીઓ  (Migratory Birds) ને દાણા ખવડાવતા જોવા મળી રહ્યા છે. જિલ્લા પ્રશાસને બર્ડ ફ્લૂ (Bird Flu) ના જોખમને જોતા આ રીતે દાણા ખવડાવવા પર રોક લગાવી રાખી છે. 

બાબા વિશ્વનાથની શરણમાં ધવન
પોતાની વારાણસી (Varanasi Tour) મુસાફરી દરમિયાન શિખર ધવન (Shikhar Dhawan) ગંગા આરતીમાં સામેલ થયા અને બાબા વિશ્વનાથના પણ દર્શન કર્યા તથા માથા પર ચંદન લગાવ્યું. તેનો વીડિયો તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news