Shaniwar Upay: જીવનના બધા જ દુ:ખ અને તકલીફોને દુર કરશે 8 શનિવારનો આ ઉપાય

Shaniwar ke Upay: શનિવારના દિવસે સરસવના તેલનો દીવો કરીને શનિદેવ કવચનો પાઠ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જો તમે આ કવચનો પાઠ સતત 8 શનિવાર સુધી કરો છો તો જીવનની કોઈપણ સમસ્યા હશે તો તે દૂર થઈ જાશે.

Shaniwar Upay: જીવનના બધા જ દુ:ખ અને તકલીફોને દુર કરશે 8 શનિવારનો આ ઉપાય

Shaniwar ke Upay: હિન્દુ ધર્મમાં સપ્તાહનો દરેક દિવસ અલગ અલગ દેવી-દેવતાને સમર્પિત ગણવામાં આવે છે. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી મનની ઈચ્છા પૂરી થાય છે અને શનિદોષથી મુક્તિ મળે છે. તેમાં પણ જો તમે ખાસ વિધિ વિધાનથી કેટલાક ઉપાય કરો છો તો જીવનના કોઈપણ દુઃખ હોય તો તે દૂર થઈ શકે છે. માનવામાં આવે છે કે શનિવારના દિવસે સરસવના તેલનો દીવો કરીને શનિદેવ કવચનો પાઠ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જો તમે નિયમિત રીતે 8 શનિવાર સુધી સતત આ ઉપાય કરો છો તો જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. 

શનિદેવ કવચ

અસ્ય શ્રી શનૈશ્વરકવચસ્તોત્રમંત્રસ્ય કશ્યપ ઋષિ: અનુષ્ટુપ્ છન્દ:, શનૈશ્વરો દેવતા, શીં શક્તિ:

શૂં કીલકમ્ શનૈશ્વરપ્રીત્યર્થ જપે વિનિયોગ:
નીલામ્બરો નીલવપુ: કિરીટી ગૃધ્રસ્થિતત્રાસકરો ધનષ્માન્
ચતુર્ભુજ: સૂર્યસુત: પ્રસન્ન: સદા મમ સ્યાદ્વરદ: પ્રશાન્ત:
શ્રૃણુધ્વમૃષય:સર્વે શનિપીડાહરં મહંત્
કવચં શનિરાજસ્ય સૌરેરિદમનુત્તમમ્
કવચં દેવતાવસં વજ્રપંજરસંજ્ઞકમ્
શનૈશ્વરપ્રીતિકરં સર્વસૌભાગ્યદાયકમ્
ઓમ શ્રીશનૈશ્વર: પાતુ ભાલં મે સૂર્યનંદન:
નેત્રેછાત્મજ: પાતુ કર્ણો યમાનુજ:
નાસાં વૈવસ્વત: પાતુ મુખં મે ભાસ્કર: સદા
સ્નિગ્ધકળ્ઠશ્ચ મે કળ્ઠ ભુજૌ પાતુ મહાભુજ:
સ્કન્ધૌ પાતુ શનિશ્વૈવ કરૌ પાતુ શુભપ્રદ:
વક્ષ: પાતુ યમભ્રાતા કુક્ષિં પાત્વસિતસ્થતા
નાભિં ગૃહપતિ: પાતુ મન્દ: પાતુ કટિં તથા
ઉરુ મમાડન્તક: પાતુ યમો જાનુયુગં તથા
પદૌ મન્દગતિ: પાતુ સર્વાંગ પાતુ પિપ્પલ:
અંગોપાંગાનિ સર્વાણિ રક્ષેન્ મે સૂર્યનન્દન:
ઈત્યેતત્ કવચં દિવ્યં પઠેત્ સૂર્યસુતસ્ય ય:
ન તસ્ય જાયતે પીડા પ્રીતો ભવન્તિ સૂર્યજ:
વ્યવજન્મદ્વિતીયસ્થો મૃત્યુસ્થાનગતોડપિ વા
કલત્રસ્થો ગતોવાડપિ સુપ્રીતસ્તુ સદા શનિ:
અષ્ટમસ્થે સૂર્યસુતે વ્યયે જન્મદ્વિતીયગે
કવચં પઠતે નિત્યં ન પીડા જાયતે ક્વચિત્
ઈત્યેતત્ કવચં દિવ્યં સૌરેર્યન્નિર્મિતં પુરા
જન્મલગ્નસ્થિતાન્દોષાન્ સર્વાન્નાશયતે પ્રભુ:

શનિ દેવ મંત્ર

1. ઓમ શ્રાં શ્રીં શ્રૂં શનૈશ્વારાય નમ:
ઓમ હલૃશં શનિદેવાય નમ:
ઓમ એં હલૃ શ્રીં શનૈશ્વારાય નમ:

2. ઓમ નીલાંજલ સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ્
છાયા માર્તળ્ડ સમ્ભૂતં તં નામામિ શનૈશ્ચરમ્

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news