Kitchen Tips: ઘઉં, ચોખા કે દાળમાં આખું વર્ષ નહીં પડે ધનેડા, સ્ટોર કરતી વખતે ફોલો કરજો આ ટીપ્સ

Kitchen Tips: રસોડામાં ઘઉં, ચોખા, કઠોળ, દાળ સહિતના અનાજને આખું વર્ષ સ્ટોર કરવામાં આવે છે. સીઝન દરમિયાન આ અનાજને સાફ કરી અને ખરાબ ન થાય તે રીતે સ્ટોર કરવાના હોય છે. પરંતુ ઘણી વખત કાળજી રાખી હોવા છતાં પણ અનાજમાં ધનેડા પડી જાય છે. ઘઉં સહિતના અનાજને સ્ટોર કરવાની સીઝન શરૂ થવાની જ છે ત્યારે તમને પાંચ એવી ટિપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરશો તો આખું વર્ષ અનાજમાં ધનેડા નહીં પડે અને ભેજ પણ નહીં લાગે. 

ડબ્બાને કરો સાફ

1/6
image

મોટાભાગે અનાજમાં ધનેડા પડી જવાનું કારણ ભેજ હોય છે. તેથી જે ડબ્બામાં અનાજને સ્ટોર કરવાનું હોય તે ડબ્બાને સારી રીતે સાફ કરી તડકામાં રાખી કોરા કરી લેવા જોઈએ. આ સિવાય તેનું ઢાંકણ એર ટાઈટ છે કે નહીં તે પણ જોઈ લેવું. જો ડબ્બામાં ભેજ નહીં લાગે તો આખું વર્ષ તેમાં જીવજંતુ પણ નહીં થાય. તેથી જરૂરી છે કે અનાજ ભરવાનું વાસણ બરાબર કોરું હોય અને એર ટાઈટ હોય.

સુકા મરચાં

2/6
image

ઘઉંને ભરો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તેને ભેજ ન લાગે. ભેજના કારણે ઘઉંમાં ધનેડા જલ્દી પડી જાય છે. આ સિવાય ઘઉં ભરો ત્યારે તેમાં સુકા મરચાં રાખી દેવા જોઈએ. સુકા મરચાં ઘઉંના લોટમાં પણ રાખી શકાય છે તેનાથી લોટ કે ઘઉંમાં ધનેડા પડતા નથી.

સુતરાઉ કપડું

3/6
image

ચોખા કે દાળમાં વારંવાર ધનેડા પડી જતા હોય તો આ ઉપાય કરવો. એક સુતરાઉ કપડામાં મીઠું ભરી પોટલી બનાવી લેવી. હવે આ પોટલી ને કઠોળ, દાળ, ચોખાની સાથે રાખી દો. આ પોટલી જ્યાં સુધી અનાજમાં રહેશે ત્યાં સુધી ધનેડા કે જીવજંતુ થશે નહીં.

કડવો લીમડો

4/6
image

આખા વર્ષ માટે ઘઉંને સ્ટોર કરો ત્યારે ઘઉંના ડબ્બામાં ઉપર કડવા લીમડાના પાન રાખી દેવા જોઈએ. ઘઉંની ઉપર કડવા લીમડાના પાન રાખી દેશો તો આખું વર્ષ ઘઉંમાં ધનેડા નહીં લાગે.

ફુદીનાના પાન

5/6
image

ઘઉંના લોટ કે ઘઉંના ઈયળ કે ધનેડા ન લાગે તે માટે ફુદીનાનો ઉપયોગ પણ કરી શકો છો. ઘઉંના ડબ્બામાં ફુદીનાના પાનને સુકવીને રાખી દેવાથી પણ અનાજમાં ધનેડા પડતા નથી.

6/6
image