Sun Transit 2024 Aries : નવરાત્રિ વચ્ચે સૂર્યનું ગોચર, માતા ભગવતી મચકાવશે આ 5 જાતકોનું ભાગ્ય, કરિયરમાં લગાવશે ઊંચી છલાંગ

Surya Gochar 2024 : સૂર્ય ગ્રહ 13 એપ્રિલે નવરાત્રિની પાંચમી તિથિએ મીન રાશિમાંથી નિકળી મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનું મેષ રાશિમાં ગોચર રાત્રે 8 કલાક 51 મિનિટ પર થશે. સૂર્યને ઉર્જા અને ઉત્સાહનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્ય જ્યારે મંગળની રાશિ મેષમાં પ્રવેશ કરશે તો લોકોના સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. મેષ અને મિથુન સહિત 5 રાશિના જાતકો આ ગોચરના શુભ પ્રભાવથી કરિયરમાં અવિશ્વસનીય પ્રગતિ કરશે. માં ભગવતીના આશીર્વાદથી તેને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ-કઈ છે.
 

મેષ રાશિ પર સૂર્ય ગોચરનો પ્રભાવ

1/5
image

મેષ રાશિના લોકોને સૂર્યના ગોચરથી ખાસ લાભ થશે. તમારા તન અને મનમાં નવી ઉર્જાનો સંચાર થશે. તમને કરિયરમાં વિશેષ લાભ થશે અને તમે સફળતા મેળવવા કોઈ મોટું પગલું ભરી શકો છો કે પછી કારોબારમાં રોકાણ વધારવા વિશે વિચારી શકો છો. ઓફિસમાં તમારા પ્રમોશનની ચર્ચા થઈ શકે છે અને તમારે કેટલાક મોટા પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમે બિઝનેસમાં કોઈ મોટી ડીલ કરી લાભ મેળવી શકો છો. આર્થિક સમસ્યાઓ દૂર થશે.  

મિથુન રાશિના જાતકો પર સૂર્ય ગોચરનો પ્રભાવ

2/5
image

મિથુન રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર ભૌતિક સુખ-સુવિધામાં વધારો કરનાર માનવામાં આવી રહ્યું છે. અંગત જીવનમાં પાર્ટનર સાથે તમારો સંબંધ મજબૂત થશે. તમને તમારી આવક વધારવાની તક મળશે. તમે પરિવારના લોકોની સાથે ફરવા જઈ શકો છો. બિઝનેસમાં તમને વિરોધીઓ તરફથી પડકાર મળી શકે છે. આર્થિક રૂપથી તમે પહેલા કરતા વધુ મજબૂત થશે. સ્વાસ્થ્યના મામલામાં આ સમય તમારા માટે ખુબ સારો છે. તમારા જીવનમાં સફળતાના સમયની શરૂઆત થશે.

કર્ક રાશિ પર સૂર્ય ગોચરનો પ્રભાવ

3/5
image

કર્ક રાશિના લોકોના જીવનમાં સૂર્યનું આ ગોચર કરિયરમાં વૃદ્ધિ અને શુભ સમાચાર લાવશે. તમારા માટે પ્રમોશનનો યોગ બની રહ્યો છે અને તમને તમારી યોગ્યતાને સાબિત કરવાની તક મળશે. તમારા સીનિયર્સ સાથે ઓફિસમાં તમારો તાલમેલ સારો થશે. લોકો તમારા કામની પ્રશંસા કરશે. આ સાથે જીવનમાં સફળતા મેળવવાની તક મળશે. પ્રોફેશનલ લાઇફ શાનદાર રહેશે અને કરિયરમાં ઘણી સારી તકો મળશે. પરિવારના લોકો સાથે તમારો સંબંધ વધુ મજબૂત થશે અને તમારી આર્થિક મદદ પણ બધા લોકો કરશે.

સિંહ રાશિ પર સૂર્ય ગોચરનો પ્રભાવ

4/5
image

સિંહ રાશિના લોકો માટે સૂર્યનું મેષ રાશિમાં ગોચર ખુબ શાનદાર પરિણામ આપી શકે છે. તમને સારી નોકરી મેળવવામાં સફળતા મળશે. તમારા પગારમાં વધારો થશે અને તમે બિઝનેસમાં ભાગ્ય અજમાવી શકો છો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પૈસાની બચત પણ કરી શકશો. કોઈ જૂના રોકાણથી સારૂ રિટર્ન મળશે. તમારા જીવનમાં એક સાથે ઘણા શુભ કાર્ય થવાનો યોગ બની રહ્યો છે. પરિવારની સાથે કોઈ ધાર્મિક યાત્રાએ જવાનો પ્લાન બની શકે છે.

વૃશ્ચિક રાશિ પર સૂર્ય ગોચરનો પ્રભાવ

5/5
image

વૃશ્ચિક રાશિના લોકોને સૂર્ય ગોચરથી કરિયરમાં શાનદાર સફળતા મળશે. તમારી કરિયરમાં પ્રગતિ થશે અને કારોબારમાં કમાણી વધશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને કેટલાક લોકોને નોકરીમાં નવી તક મળી શકે છે. જે લોકો સરકારી ક્ષેત્રથી જોડાયેલા છે તેને ઘણી સારી તક મળી શકે છે. તમને સૂર્ય ગોચરના પ્રભાવથી નવા કામમાં પણ સફળતા મળશે. જે લોકો સટ્ટાના કામમાં જોડાયેલા છે તેને આ સમયે સારૂ રિટર્ન મળવાની આશા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે. તમે મનથી પ્રસન્ન રહેશો.