Fashion: 35 વર્ષ જુનું છે સોનમ કપૂરે પહેરેલું આ સુંદર ઘરચોળુ, ઘરચોળા પર કરવામાં આવ્યું છે ખાસ વર્ક, જુઓ તસવીરો

Fashion: સોનમ કપૂરને ફેશન ક્વીન કહેવામાં આવે છે. તે પોતાના લુકથી લોકોનું દિલ જીતી લે છે. હાલમાં જ સોનમ કપૂર એક ફોટોગ્રાફરના વેડીંગ રીસેપ્શનમાં પહોંચી હતી. ફંકશન માટે સોનમ કપૂરે લાલ બાંધણીનું ઘરચોળુ પહેર્યું હતું. દાયકાઓ જૂની આ સાડીને સોનમ કપૂરે એવી રીતે કેરી કરી હતી કે સૌ કોઈ તેની સુંદરતાને જોતા રહી ગયા. સોનમ કપુરના ટ્રેડિશનલ લુકની તસ્વીરો વાયરલ થઈ રહી છે.

1/5
image

સોનમ કપુર માટે આ ઘરચોળુ ખૂબ જ ખાસ છે કારણ કે તે 35 વર્ષ જૂનું છે અને તેની માતાએ તેના આપેલું છે. 35 વર્ષ જૂનું હોવા છતાં આ ઘરચોળામાં સોનમ કપૂર ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. સોનમ કપુરનો આ લુક વેડિંગ સિઝન માટે પરફેક્ટ છે.

2/5
image

ઘરચોળુ એક પારંપરિક ગુજરાતી આઉટ ફીટ છે. આ સાડી દુલ્હનને ત્યારે આપવામાં આવે છે જ્યારે તે લગ્ન કરીને પહેલીવાર ઘરમાં આવે છે. મોટાભાગે લગ્ન સમયે દુલ્હનના ઘરચોળુ પહેરવામાં આવે છે. જેને પહેરીને તે સાસરામાં પ્રવેશ કરે છે.

3/5
image

સોનમ કપૂરે આ ઘરચોળા સાથે સોના અને કુંદનના ઘરેણા પહેર્યા હતા. સાથે જ માંગ ટિકો અને વાળમાં ગજરો નાખીને લુકને કંપલીટ કર્યો હતો. 

4/5
image

સોનમ કપુર ઘરચોળામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. સોનમ કપુરે પહેલા ઘરચોળામાં સફેદ બાંધણીની ડિઝાઇન હતી અને તેમાં ખાસ વર્ક કરેલી બોર્ડર છે જે ખૂબ જ સુંદર દેખાય છે. 

5/5
image

સોનમ કપૂરે આ ગુજરાતી ટ્રેડિશનલ લુક ફોટોગ્રાફરના વેડિંગ રિસેપ્શન માટે કેરી કર્યો હતો. પરંતુ ત્યારથી લઈને આજ સુધી સોનમ કપૂરના આ ફોટા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.