Celebs Spotted: દિશા પટણીનો અત્યંત ગ્લેમરસ લૂક, તો સોનમના ફેશનેબલ લૂકે મચાવી ધમાલ, જુઓ Photos

ગત સાંજે બોલીવુડ સિતારાઓ એક મહેફિલમાં જોવા મળ્યા. જ્યાં કોઈએ લાંબો ડ્રેસ તો કોઈએ પેન્ટ સૂટ પહેરીને ફેશનનો જલવો દેખાડ્યો. પરંતુ ગ્લેમરસ અને સિઝલિંગ અંદાઝથી સોનમ કપૂરે ઈવેન્ટની બધી લાઈમલાઈટ લૂટી લીધી. 

1/5
image

સોનમ કપૂરે એકવાર ફરીથી સાબિત કરી દીધુ કે તેને ફેશનના મામલે ટક્કર આપવી એ એટલું સરળ નથી. સોનમ કપૂર ગત સાંજે બ્લેક કલરના એકદમ યુનિક આઉટફિટમાં જોવા મળી. તેણે લોંગ બ્લેક ડ્રેસ પહેર્યો હતો જેમાં પેટ પાસે સાઈડ કટ હતો. આ સાથે સોનમે હાથમાં બ્લેક લોંગ ગ્લોવ્ઝ પહેર્યા હતા. 

2/5
image

વિદ્યા બાલને પણ બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો હતો. વિદ્યા સિઝલિંગ લૂકવાળા લોંગ બ્લેક ડ્રેસમાં પરીથી જરાય કમ લાગતી નહતી. અભિનેત્રીએ પોતાનો લૂક ડાર્ક આઈમેક અપ સાથે બ્રાઉન લિપશેડ લગાવીને પૂરો કર્યો હતો. વિદ્યા બાલને પોતાના લેટેસ્ટ લૂક માટે કોઈ હેવી જ્વેલરી કેરી કરી નહતી. 

3/5
image

રાણી મુખર્જીએ પોતાના એલિગન્ટ લૂકથી ખુબ ઈમ્પ્રિસ કર્યા. ઈવેન્ટ માટે બ્લેક સ્ટ્રાઈપ્ડ થ્રી પીસ સૂટમાં રાણી કમાલની લાગે છે. રાણી મુખર્જીએ બોસી લુક સાથે કોઈ પણ જ્વેલરી પહેરી નહતી. 

4/5
image

દિશા પટણીએ વ્હાઈટ કલરની અનેક કટવાળી ડ્રેસ ઈવેન્ટમાં કેરી કરી હતી. લોંગ કટ આઉટ ડ્રેસ સાથે દિશાએ એક ડાયમંડ નેકલેસ પણ પેર કર્યો હતો. જ્યારે શોભિતા ધુલીપાલાએ એકવાર ફરીથી સાડી લુકથી ઈમ્પ્રેસ કરવાની તક છોડી નહતી. 

5/5
image

રાશી ખન્નાએ હાઈ સ્લિટ ગ્રીન કલરના ડ્રેસમાં સ્ટાઈલ દેખાડી તો અભિનેત્રી ડાયના પેન્ટી બ્લેક સાડીમાં કહેર વર્તાવતી જોવા મળી રહી છે.