નવી Maruti Ertiga ની સાથે ગ્રાહકોને મળશે બંપર ફાયદો, લીક થઇ આ જાણકારી

મારૂતિ સુઝુકી (Maruti Suzuki) ને આશા છે કે તેની સેકન્ડ જનરેશન અર્ટિગા (Ertiga)ને ગ્રાહકો હાથોહાથ લેશે. કંપની પોતાના 2200 ડીલરોના નેટવર્કથી આ MPV ને વેચશે. અત્યાર સુધી તમે તેની ખૂબીઓથી માહિતગાર થઇ ચૂક્યા છો, નવી વાત એ છે કે ન્યૂ અર્ટિગામાં ગ્રાહકોને પસંદ આવનાર ઘણી એસેસરીઝ (Accessories) છે. આ એસેસરીઝ તેના નવા બ્રોશરથી લીક થઇ છે.

4 વેરિએન્ટમાં આવી છે અર્ટિગા

1/8
image

ન્યૂ મારૂતિ અર્ટિગા MPV એલ, વી, ઝેડ અને ઝેડ+ ના 4 વેરિએન્ટમાં આવી છે. તેની કિંમત 7.44 લાખ રૂપિયાથી માંડીને 11 લાખ રૂપિયા સુધી હશે. રશલેનના સમાચાર અનુસાર તેને ન્યૂ બ્લૂ કલર સ્કીમમાં પણ ઉતારવામાં આવી છે. ગ્રાહકોને તેના એક્સટીરીયરમાં ફેરફારની સાથે ઇંટીરિયરમાં પણ નવો લૂક જોવા મળશે. 

50 એસેસરીઝ સાથે આવી

2/8
image

ન્યૂ મારૂતિ અર્ટિગામાં 50 એસેસરીઝ આપવામાં આવી છે, જે બધા ડીલરો પાસે છે. તેમાં વિભિન્ન સ્ટાઇલિશ કિટ સામેલ છે, જેથી તમારી અર્ટિગા શાનદાર દેખાશે. તેમાં ફ્રંટ, રિયર અને સાઇડના નવા અંડરબોડી સ્પોયલર સુધી સામેલ છે. 

એસેસરીઝમાં બીજું શુ-શું ખાસ

3/8
image

રિયર અપર સ્પોયલર, બ્લેક એલોય, વ્હીલ કવર, સાઇડ બોડી મોલ્ડિંગ, ડોર વાઇઝર, હેંડલેંપ ગાર્નિંશ, ટેલ લેંપ ગાર્નિશ, રિયર બંપર ગાર્નિશ, ફોગલેંપ ગાર્નિશ, નંબર પ્લેટ ગાર્નિશ વગેરે. ઇંટીયરમાં સીટૅ ડિઝાઇન, ડિઝાઇન્ડ મેટ, બૂટ મેટ, કાર્પેટ મેટ, ઇંટીરિયર સટાઇલિંગ કીટ, ઇલ્યૂમીનેટેડ ડોર સિલ વગેરે આપવામાં આવ્યા છે. 

આ રીતે કરાવો નવી અર્ટિંગાનું બુકિંગ

4/8
image

જૂની અર્ટિગાના મુકાબલે નવી MPV નો લુક દમદાર છે. આ ટોયોટોની નવી ઇનોવા ક્રિસ્ટા (Innova Crysta) સાથે હળતો મળતો છે. કંપનીએ તેને Honda BR-V અને Marazzoના મુકાબલે લોંચ કરી છે. ગ્રાહકો તેને કંપનીની સત્તાવાર વેબસાઇટ અથવા ડીલર દ્વારા બુક કરાવી શકે છે. 

સાઇઝ જૂનાના મુકાબલે મોટી

5/8
image

નવી અર્ટિગા 2018ની સાઇઝ જૂનીના મુકાબલે મોટી છે અને એન્જીન પણ પહેલાંથી વધુ પાવરફૂલ છે. જાણકારોનું માનવું છે કે નવી અર્ટિંગાને કંપનીએ ઇનોવાના બેસ પર તૈયાર કરી છે. 

કેવું છે એન્જીન

6/8
image

નવી કારમાં 1.5 લીટરનું K15B, DOHC, VVT પેટ્રોલ એંજીન છે. આ એંજીનની 104 એચપી પાવર છે અને આ 138 ન્યૂટન મીટરની ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ 5 સ્પીડ મૈનુઅલ ટ્રાંસમિશનની સાથે આવે છે. જૂની અર્ટિગામાં 1.4 લીટરનું એંજીન છે. 

ડેશબોર્ડ પણ આકર્ષણ

7/8
image

કારના ઇંટીરિયરમાં પહેલાંથી નવું ડેશબોર્ડ આપવામાં આવ્યું છે. તેમાં 6.8 ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેંટ સિસ્ટમ છે. તેમાં ફૂલ કીલેસ એંટ્રી સાથે સ્ટાર્ટ-સ્ટોપ બટન છે. તેની અંદર નવી સ્વિફ્ટવાળા ફ્લેમ બોટમ વ્હીલ આપવામાં આવ્યા છે. 

હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર બની છે નવી અર્ટિગા

8/8
image

અર્ટિગાની સેકંડ જનરેશન MPV ને HEARTECT પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્લેટફોર્મ પર જ કંપનીએ સ્વિફ્ટ, ડિઝાયર, બલેનો અને ઇગ્નિસને તૈયાર કરી હતી. નવી અર્ટિગામાં નવા હેક્સાગન ગ્રિલ પર ક્રોમનો લુક આપવાની સાથે-સાથે એંજુલર હેંડલેંપની સાથે પ્રોજેક્ટર લેંસ આપવામાં આવ્યો છે.