મંગળની વક્રી ચાલથી આ રાશિઓ થશે માલામાલ, ધન-સંપત્તિ વધશે, દરેક ક્ષેત્રમાં થશે સફળ

Mangal Retrograde Rashifal: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના સેનાપતિ મંગળ આશરે બે વર્ષ બાદ ઉલટી ચાલ ચાલશે. વર્ષ 2024માં મંગળ વક્રી ચાલ ચાલશે. જેનાથી કેટલાક જાતકોને જોરદાર લાભ થશે. 
 

મંગળની વક્રી ચાલ

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોના સેનાપતિ મંગળ લગભગ બે વર્ષ બાદ વક્રી ચાલ ચાલશે. જેનો શુભ-અશુભ પ્રભાવ મેષથી લઈને મીન સુધીની 12 રાશિઓ પર થશે. વર્ષ 2024માં મંગળ ગ્રહ વક્રી ચાલ ચાલશે. પંચાગ અનુસાર 6 ડિસેમ્બર 2024ના મંગળ ગ્રહ કર્ક રાશિમાં ઉલટી ચાલ ચાલશે અને 23 ફેબ્રુઆરી 2025 સુધી વક્રી અવસ્થામાં રહેશે. મંગળ વક્રી અવસ્થામાં રહી કેટલાક જાતકોને સફળતા અપાવશે. આવો જાણીએ મંગળની વક્રી ચાલથી કયાં જાતકોનું ભાગ્ય ચમકશે.

મેષ રાશિ

2/5
image

મંગળ ગ્રહની વક્રી ચાલથી સાથી સાથે તમારો સંબંધ મજબૂત થશે. સંબંધોમાં ખુશીઓ આવશે. કરિયરમાં પ્રગતિની તક મળશે. સંબંધોમાં આપસી સમજ અને તાલમેલ સારો રહેશે. સિંગલ જાતકોને પાર્ટનર મળી શકે છે. રોમેન્ટિક લાઇફમાં ખુશીઓ આવશે. તમારી કમ્યુનિકેશન સ્કિલ સારી થશે. ઓફિસમાં ઉચ્ચાધિકારીઓનો સપોર્ટ મળશે. દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળશે. તમારા માટે આ સારા દિવસો ચાલી રહ્યાં છે. 

કન્યા રાશિ

3/5
image

મંગળની ઉલટી ચાલથી કન્યા રાશિના જાતકોનું મન આધ્યાત્મિક કાર્યમાં લાગશે. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. સિગલ જાતકોની નવા લોકો સાથે મુલાકાત થશે. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં સંતુલન બનાવી રાખવું. જે લોકો લોગ્ન ડિસ્ટન્સ રિલેશનશિપમાં છે, તે આ દરમિયાન પાર્ટનરના ઈમોશન્સને લઈને સેન્સેટિવ રહે. 

મકર રાશિ

4/5
image

સિંગલ જાતકોની લવ લાઇફમાં રોમાંચક મોડ આવશે. સંબંધમાં નજીક આવશો. જે લોકો રિલેશનશિપમાં છે, તેનો સાથી સાથે સંબંધ મજબૂત થશે. આ દરમિયાન લવ લાઇફમાં સમસ્યા દૂર થશે. લાંબા સમયથી અટવાયેલા કામ થશે અને તમને મહેનતનું ફળ મળશે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. દરેક કાર્યમાં આશા કરતા સારા પરિણામ મળશે.   

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ જરૂર લો.