Satta Bazaar: ફલોદી બજારમાં ક્યાંથી આવ છે ભાજપ-કોંગ્રેસની સીટોનો ભાવ? રાજાશાહી બજાર કઈ રીતે બની ગયું સટ્ટાબજાર?

Phalodi Satta Bazar Predication: ભારત સહિત દુનિયાભરની નજર અત્યારે લોકસભાની ચૂંટણીના પરિણામો પર ટકેલી છે. ત્યારે રાજસ્થાનના એક સટ્ટા બજારે ભાજપ-કોંગ્રેસની બેઠકો અને હાર-જીતના અનુમાનો લગાવીને રાજનીતિનું બજાર ગરમ કરી દીધું છે. જાણો ક્યાંથી આવે છે સટ્ટા બજારમાં બેઠકોના ભાવ? શું છે ફલોદીનો ઈતિહાસ...

Phalodi Satta Bazar Predication about Loksabha Election 2024:

1/10
image

Phalodi Satta Bazar Predication about Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી પરિણામ પહેલાં સૌથી મોટો ધડાકો, ફોલાદી સટ્ટા બજારે કોને આપી કેટલી બેઠકો જાણીને ચક્કર ખાઈ જશો. પણ એ પહેલાં એ પણ જાણવા જેવું છેકે, આખરે આ ફલોદી બજાર ક્યારે શરૂ થયું? અહીંના બજારનું અનુમાન કેમ હોય છે આટલું સટીક? ફલોદી બજાર પહેલાં કયા નામે ઓળખાતું હતું? રાજઓના સમયનું બજાર આખરે કઈ રીતે બની ગયું સટ્ટાબજાર, જાણો વિગતવાર...

2/10
image

દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. કુલ સાત તબક્કામાં આ ચૂંટણીઓનું મતદાન થવાનું છે. જો ભાજપ અને એનડીએ ગઠબંધન જીતશે તો ફરી એકવાર એટલેકે, સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બનશે. જ્યારે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન જીતશે તો પ્રધાનમંત્રી કોણ બનશે એ હજુ નક્કી નથી. એક તરફ મોદીનો અબકી બાર 400 પારનો ટાર્ગેટ છે જ્યારે બીજી તરફ રાહુલ ગાંધીની આગેવાની વાળા ઈન્ડિયા ગઠબંધનમાં ઘણાં આંતરિક મુદ્દાઓ પર જ ગાંઠ પડેલી છે. આ સ્થિતિની વચ્ચે એક નાનકડા ગામમાં આવેલાં ફલોદી બજાર પર દુનિયાની નજર છે. જાણો શું છે 'ફલોદી' અને કેમ હાલ દરેકના મુખ પર ચર્ચાઈ રહ્યું છે તેનું જ નામ.

ફલોદીના લોકો પાસે છે ગજબની શક્તિ!

3/10
image

ફલોદીનું સટ્ટાબજાર ગરમાયું, ભાજપે 300ને પાર કર્યો, કોંગ્રેસને 70 બેઠકો પણ મેળવવી મુશ્કેલ એવું અનુમાન આપ્યું છે. ચૂંટણી હોય કે વરસાદની મોસમ હોય કે ક્રિકેટ અને ફૂટબોલની મેચો, ફલોદીના લોકોનું મૂલ્યાંકન હંમેશા સચોટ નીકળે છે. એની પાછળ અહીંના લોકોની એક આગવી શક્તિ છે. અહીંના લોકો વર્ષોથી દરેક વસ્તુનું સટીક અનુમાન લગાવે છે. તેમની પાસે આવી વિશેષ શક્તિ હોવાનું પણ લોકો કહે છે. જોકે, તેનની શક્તિનો ખોટો ઉપયોગ કરીને રૂપિયા કમાવવા લોકોએ હવે ફલોદીને સટ્ટ બજાર બનાવી દીધું છે. શરૂઆતમાં, ફલોદી સટ્ટા બજારમાં વરસાદ પર ચર્ચા થતી હતી અને અહીંના લોકો આકાશ તરફ જોઈને વરસાદની આગાહી કરતા હતા અને તે મુજબ તેમની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. લગભગ ત્રણ દાયકા પહેલાં મુંબઈમાં કેટલાક લોકોના સંપર્કમાં આવ્યા અને ત્યાંથી ચૂંટણી, ક્રિકેટ અને ફૂટબોલની મેચો અને વિધાનસભા, લોકસભા, પંચાયત સમિતિ અને નગર પરિષદની ચૂંટણીઓ પર સટ્ટો રમવાની પરંપરાનો જન્મ થયો. આમાં પણ સચોટ આકલનને કારણે ફલોદીના સટ્ટાબજારમાં લોકોનો વિશ્વાસ વધવા લાગ્યો. ચૂંટણી હોય કે વરસાદની મોસમ હોય કે ક્રિકેટ અને ફૂટબોલની મેચો, ફલોદીના લોકોનું મૂલ્યાંકન હંમેશા સચોટ નીકળે છે. અનુમાનના આધારે કરોડો રૂપિયાનો સટ્ટો રમવાની પરંપરાએ આ વિસ્તારમાં ખ્યાતિ અપાવી છે ત્યારે આ જ ક્ષમતાને સટ્ટા બજારના નામ સાથે જોડીને બદનામ પણ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો આ સચોટ આકારણી પર કરોડો રૂપિયાનો સટ્ટો લગાવીને સટ્ટાબાજીના બજારમાં પણ પોતાની છાપ ઉભી કરે છે.

ફલોદી બજારે ભાજપને 300 બેઠકો આપી-

4/10
image

લોકસભા ચૂંટણી પહેલા જ્યાં ભાજપે રામ મંદિરના નિર્માણને કારણે 400 સીટોનો દાવો કર્યો હતો, ત્યાં ફલોદી સટ્ટા બજારમાં ભાજપ 320 સીટો જીતવા પર દાવ લગાવી રહ્યો હતો. ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ ભાજપનું સંખ્યાબળ હવે ઘટીને 300 થઈ ગયું હોવાનું કહેવાય છે. ચૂંટણીમાં જીત કે હારના મૂલ્યાંકન માટેના ભાવ ઉમેદવારના ચહેરા, ચૂંટણી રેલીમાં સમર્થકોની ભીડ અને પક્ષની સ્થિતિ સાથે જાતિના સમર્થનને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આ વખતે પણ ફલોદી સટ્ટા બજારે આ બાબતોને ધ્યાનમાં રાખીને તેનું મૂલ્યાંકન કર્યું છે.

કોંગ્રેસને 60થી 63 બેઠકો મળશે-

5/10
image

ફલોદી સટ્ટા બજાર ભાજપને 300 બેઠકો આપી રહ્યું છે, જ્યારે કોંગ્રેસને 60થી 63 બેઠકો મળવાનો અંદાજ છે. બાકીની બેઠકો અન્ય પક્ષોમાં વહેંચવામાં આવી રહી છે. જો ફલોદી સટ્ટાબાજીના બજારનું આ મૂલ્યાંકન સાચુ હોય તો ફરી એકવાર અહીંના આકારણીને સચોટ ગણાવી શકાય. જોકે, બજારનો ભાવ સતત બદલાતો રહે છે. સટ્ટાબાજીના બજારમાં બેઠકો સંબંધિત સોદાઓનું પોતાનું ગણિત હોય છે. રાજકીય પક્ષો અને ઉમેદવારોના વિજય દર વિવિધ કારણોસર બદલાતા રહે છે. વર્તમાન ભાવ ચાર તબક્કા પૂર્ણ થયા બાદ છે. વધુ ત્રણ તબક્કાઓ પછી, ચૂંટણી મૂલ્યાંકનમાં બેઠકોની સંખ્યામાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે.

મતગણતરીના દિવસે ભીડ જામશે

6/10
image

લોકસભાની ચૂંટણીમાં બહુ રસ ન હોવાને કારણે કોઈ મોટો દાવ લગાવવામાં આવી રહ્યો નથી, છતાં મતગણતરીના એક દિવસ પહેલા અને તે સમયે પરંપરાગત સદર બજારમાં ગાંધીચોકમાં લોકો એકઠા થાય અને સટ્ટો લગાવે તેવી શક્યતા છે. તેમની પસંદગીના નેતા પર સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

શું છે ફલોદી?

7/10
image

ફલોદી, રાજસ્થાનના જોધપુર જિલ્લાનું એક નાનું શહેર છે. જે મુખ્યત્વે એક નાનકડા ગામડાં સમાન જ છે.  જોકે, તેને હવે જિલ્લાનો દરજ્જો અપાયો છે. ફલૌદી ચુંટણી સંબંધી સટ્ટાબજાર મુજબ કેન્દ્ર અથવા સટ્ટા બજાર તરીકે જાણીતું છે. કોંગ્રેસના રાજમાં ફલોદીને મળ્યો જિલ્લાનો દરજ્જોઃ કોંગ્રેસના રાજમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે 17 નવા જિલ્લાઓની જાહેરાત કરી હતી જેમાં ફલોદીને જોધપુરથી અલગ કરીને નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. ફલોદી જોધપુરથી લગભગ 125 કિમી દૂર છે. અહીં સટ્ટાબાજીની રમત દરેક ઘરમાં, ચોક અને બજારોમાં ચાલે છે. અહીં રાજ્ય, દેશ અને દુનિયામાં સરકાર બનવાથી માંડીને હવામાન અને રમતગમતની સચોટ આગાહી કરીને ભાવ નક્કી કરવામાં આવે છે અને સટ્ટાબાજીનો ખેલ ચાલે છે.

ફલોદી બજારમાં ક્યાંથી આવે છે ભાવ?

8/10
image

હાલમાં, ફલોદીના સટ્ટાબજારમાં લોકસભાની ચૂંટણી માટેના ભાવ ફલોદીના બુકીઓ દ્વારા ગણવામાં આવતા નથી, પરંતુ બીકાનેર અને સીકરમાંથી કિંમતો ગણવામાં આવે છે, જે અહીં લાગુ કરવામાં આવે છે. ફલોદી સટ્ટાબજાર તેની સ્પષ્ટ ભાષાના કારણે દેશભરમાં હેડલાઇન્સમાં છે, જ્યારે અહીં વરસાદ સિવાય ફલોદીમાં કોઈ પણ વસ્તુના ભાવ નક્કી થતા નથી.

રાજાશાહી બજાર સટ્ટા બજાર બની ગયું?

9/10
image

આઝાદી પહેલા જ્યારે પાકિસ્તાન ભારતમાં સામેલ હતું. તે સમયે, ફલોદીનો વેપાર પાકિસ્તાનના સિંધ પ્રાંત સુધી હતો, જે રાજાશાહી બજારના નામથી ચાલતો હતો, જે હવે સદર બજાર તરીકે ઓળખાય છે. અને આ જ કારણ છે કે આ બજાર આજે પણ હેરિટેજ લુક ધરાવે છે, પહેલા આ બજાર રાજશાહી માર્કેટ (વેપાર બજાર) તરીકે ઓળખાતું હતું. 

પહેલાં ફલોદી બજારમાં ચાલતો હતો કયો ધંધો?

10/10
image

પહેલાંના જમાનામાં ફલોદી બજારમાં ઘી, તેલ, અનાજ, મીઠું, માવો અને મીઠું વગેરેનો મોટો વેપાર થતો હતો, પરંતુ આઝાદી પછી સિંધ સાથેનો વેપાર બંધ થઈ ગયો. બાદમાં રાજાશાહી બજાર સદર બજારમાં અને પછી સટ્ટા બજારમાં ફેરવાઈ ગયું.