મોંઘા પેટ્રોલથી મેળવો છુટકારો, દિવાળી પર ખરીદો આ 5 ઈ-સ્કૂટર


દિવાળી પર જો તમે ટૂ-વ્હીલર વાહન લેવાનું વિચારી રહ્યાં છો તો તમે ઈલેક્ટ્રિક સ્કૂટરને પસંદ કરી શકો છો. આ દિવસોમાં ઈ-સ્કૂટરનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જેના કારણે તમે પણ આ સ્કૂટરને તમારા ઘરે લાવી શકો છો. ઈલેક્ટ્રિક સ્કૂટર પેટ્રોલ કરતા સસ્તું પડે છે. અહીં અમે તમને 5 ટોપ ઈ-સ્કૂટરની માહિતી આપી રહ્યાં છીએ જેને તમે ખરીદી શકો છો.

સિંપલ વન ઈ-સ્કૂટર

1/5
image

કંપનીએ જુલાઈ 2022માં પ્રથમ પ્રી-બુકિંગ શરૂ કર્યું હતું. સિંપલ વન સ્કૂટર જેની ડિલિવરી સપ્ટેમ્બરમાં શરૂ થઈ ચુકી છે. આ ઈલેક્ટ્રિક સ્કૂટર 203 કિમીની રેન્જ આપે છેઅને સિંગલ ચાર્જ પર 236 કિમી સુધી ચાલી શકે છે. આ સ્કૂટર 8.5 kW ઇલેક્ટ્રિક મોટરથી લેસ છે જે 72 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે.

ઓલા એસ 1 પ્રો

2/5
image

ઓલાનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર એકવાર ફુલ ચાર્જ થયા બાદ તે 181 કિમીની રેન્જ આપે છે. તેમાં 5.5 kW મોટર લાગી છે જે મોટર શાફ્ટ પર 58 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. ઇલેક્ટ્રિક ચલણને આગળ વધારતા કંપની પોતાની પ્રથમ ઈ-કાર વર્ષ 2024માં લોન્ચ કરવાની છે. 

ઓકિનાવા આઈપ્રાઇઝ

3/5
image

આ સ્કૂટરમાં એક નાની 3.3 kWh લિથિયમ-આયન બેટરી છે, જે 1000W BLDC મોટરને પાવર આપે છે. જો તમે તેને એકવાર ચાર્જ કરશો તો તે 139 કિલોમીટરની રેન્જ આપે છે.   

ઓકિનાવા ઓખી

4/5
image

Okinawa Oki 90 છે. આ સ્કૂટર એકવાર ચાર્જ કર્યા બાદ 160 કિમી ચાલે છે. Okhi 90 માં 3.6 kWh લિથિયમ-આયન બેટરી લાગી છે, જે હબ મોટરને 3800 વોટનો પીક પાવર જનરેટ કરે છે. 

હીરો ઈલેક્ટ્રિક

5/5
image

હીરોનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર એકવાર ફુલ ચાર્જ થવા પર 42 કિમી/કલાકની રેનજ આપે છે. ઇલેક્ટ્રિક સ્કૂટરના મામલામાં તેની 18.32 ટકા બજાર ભાગીદારી છે. આ સાથે તેને ચાર્જ થવામાં 4-5 કલાકનો સમય લાગે છે. તેમાં 51.2V/30 Ah ની ડબલ બેટરી સેટ છે.