સૌથી સસ્તામાં, સૌથી સારા માઈલેજવાળી, સૌથી સ્ટાઈલીશ છે આ 5 બાઈક! જોતા રહેશે લોકો

Mileage 150-160cc Bikes: કોલેજિયન હોય કે યુવા નોકરિયાત મોટે ભાગે યુવકો બાઈક લઈને જ ફરતા હોય છે. દરેકની ઈચ્છા હોય છે કે તેમની પાસે સ્ટાઈલિશ બાઈક હોય તેઓ સ્ટાઈલિશ બાઈક લઈને ફરે. પણ જેટલી બાઈકની સીસી વધારે, જેટલી સ્ટાઈલિશ બાઈક હોય તે એટલી જ ઓછી એવરેજ આપે. તેથી પેટ્રોલનો કુવો જ થઈ જાય. આવામાં અમે લઈને આવ્યાં છીએ માર્કેટની સૌથી સુપરબાઈક એ પણ સૌથી સારા માઈલેજ સાથે. વધુ માઈલેજ એટલે ઓછી રનિંગ કોસ્ટ, જો તમે 150cc-160ccની બાઇક ખરીદવા માંગતા હો, તો આ લેખમાં અમે તમને આવી પાંચ મોટરસાઈકલ વિશે જણાવીશું, જે સારી માઈલેજ આપે છે.
 

Bajaj Pulsar N160

1/5
image

પરફોર્મન્સની સાથે, બજાજ પલ્સર N160 પણ 51.6 કિમી પ્રતિ લિટર (ARAI-રેટેડ)ની માઈલેજ આપે છે. Pulsar N160ની કિંમત 1.33 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.  

Bajaj Pulsar N150

2/5
image

Pulsar N150 તેના મોટા અને વધુ શક્તિશાળી મોડલ Pulsar N160 કરતાં ઓછી માઇલેજ આપે છે. નવી પેઢીની 150cc પલ્સર 47kmpl ની માઇલેજ (દાવો) આપે છે.

TVS Apache RTR 160

3/5
image

TVS Apache RTR 160માં 159.7cc એર-કૂલ્ડ એન્જિન છે, જે 15.82bhp અને 13.85Nmનો પાવર આઉટપુટ કરે છે. TVS દાવો કરે છે કે Apache RTR 160 60kmpl ની માઈલેજ મેળવી શકે છે.

Honda SP160

4/5
image

Honda SP160/Unicorn: Honda હાલમાં 150-160cc સેગમેન્ટમાં યુનિકોર્ન અને SP160 વેચે છે. બંને મોડલ સમાન 162.7cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન સાથે આવે છે. આ એન્જિન યુનિકોર્નમાં 60kmpl માઈલેજ આપી શકે છે જ્યારે SP160માં 65kmpl માઈલેજ (દાવો કરેલો) છે.

Hero Xtreme 160R

5/5
image

Hero Xtreme 160R 160cc, એર-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 8,500rpm પર 15bhp અને 6,500rpm પર 14Nm જનરેટ કરે છે. તે 49 kmpl ની માઈલેજ (દાવો) આપે છે.