આ દિવસથી ગુજરાતમાં શરૂ થશે કાળઝાળ ગરમી! ઠંડીની આગાહી વચ્ચે અંબાલાલનો મોટો વરતારો

Gujarat Weather Forecast : ગુજરાતમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે, ફેબ્રુઆરી મહિનામાં ડિસેમ્બરવાળી ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.   હવામાન વિભાગે ભારતના 16 રાજ્યો માટે હળવાથી અતિભારે વરસાદની અને બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ શીત લહેરનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં હજી કાતિલ ઠંડીનો ગાળો રહેશે. ગુજરાતના અનેક શહોરોમાં ઠંડીનો પારો ગગડ્યો. સુસવાટા મારતાં પવનો સાથે ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. પવનની સાથે પારો પણ ગગગડી રહ્યો છે. સવારે અને સાંજ પછી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. 

આ દિવસથી ગરમીની શરૂઆત થશે

1/5
image

તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઈ હોય તેવું લાગશે. 19થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે. ઉનાળું પાકના વાવેતર માટે સાનુકુળ વાતાવરણ થતું જશે.

2/5
image

અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને કારણે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે. મહત્તમ પવનની ગતિ આગામી 5 દિવસ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. અંદાજીત 12-16 કિમી/કલાક સુધીની રહેવાની શક્યતા છે. તા. 10 ફેબ્રુઆરી દરમિયાન પવનની દિશા અગ્નિ, તેમજ તા. 11-14 ફેબ્રુઆરી દરમિયાન વાયવ્ય થી નૈરુત્ય રહેવાની શક્યતા છે.

3/5
image

આગાહી મુજબ, હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ પવનની દિશા જોઇએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઇ રહ્યા છે. આવામાં ગુજરાતમાં ઠંડી પ્રસરી ગઈ છે. રાતે અને વહેલી સવારે લોકો ઠુઠવાઈ રહ્યાં છે. આગાહી મુજબ, આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પિશ્ચિમી વિક્ષેપ આવશે. જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે. એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. 

4/5
image

અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતા જણાવ્યું છે કે, 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે રાતના ભાગોમાં તાપમાન ઘટશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીમે-ધીમે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઇ હોય તેવું લાગશે. 19થી 22 ફેબ્રુઆરીએ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે.

5/5
image

ફેબ્રુઆરીમાં મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરશે. જોકે, ચાલુ વર્ષે શિયાળામાં ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે અને કોલ્ડવેવની આગાહી આવી નથી. મોટાભાગના દિવસોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઉંચું રહ્યું છે. 12થી 15 ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 19થી 22 ફેબ્રુઆરીએ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ફેબ્રુઆરીના અંતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે, જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે.