Vastu Tips: મોબાઈલમાં આવા વોલપેપર રાખશો તો ભાગ્ય પલટાઈ જશે, ચુંબકની જેમ પૈસા ખેંચાઈને આવશે

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ઉઠવા બેસવાથી લઈને તેના ઉપયોગ કરનારી ચીજો સુદ્ધાથી દોષ અને પરેશાનીઓથી મુક્તિ મળે છે. એ જ રીતે મોબાઈલ પર વોલપેપર પણ તમારા ભાગ્યને પ્રભાવિત કરે છે. વાસ્તુનું માનીએ તો યોગ્ય વોલપેપર તમારું ભાગ્ય પલટી શકે છે. 

Vastu Tips: મોબાઈલમાં આવા વોલપેપર રાખશો તો ભાગ્ય પલટાઈ જશે, ચુંબકની જેમ પૈસા ખેંચાઈને આવશે

આજના સમયમાં બાળકોથી લઈને વડીલો સુધી મોટાભાગના લોકોના હાથમાં તમને સ્માર્ટફોન જોવા મળી જશે. લોકો કલાકો સુધીનો સમય મોબાઈલ પર વિતાવતા હોય છે. હવે તો લેવડદેવડ પણ મોબાઈલથી જ થતી હોય છે. જો કે કલાકો સુધી મોબાઈલ ચલાવવાની અસર વ્યક્તિના સ્વાસ્થ્ય પર જોવા મળે છે. જ્યોતિષનું માનીએ તો દિવસભર આપણે જે ચીજ પર નજર જમાવી રાખતા હોઈએ છીએ તેની અસર વ્યક્તિના ભાગ્ય ઉપર પણ પડતી હોય છે. જ્યોતિષાચાર્ય મુજબ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ફોન સ્ક્રીન પર કેટલાક વિશેષ વોલપેપર લગાવવાથી જીવનમાં સફળતા મળી શકે છે. આ ઉપરાંત જીવનમાં આવતી પરેશાનીઓ પણ દૂર થાય છે. 

જીવનમાં સફળતા માટે અપનાવો આ ટિપ્સ
જો જીવનમાં સફળતા ન મળતી હોય તો મોબાઈલ પર સીડી ચડતી વ્યક્તિનું વોલપેપર લગાવવું જોઈએ. વાસ્તુ પ્રમાણે વારંવાર સીડી ચડતી વ્યક્તિનું વોલપેપર જોવું એ શુભ ગણાય છે. તેની સીધી અસર વ્યક્તિના ભાગ્ય પર પડે છે. જીવનમાં કઈક મોટું કરવાની પ્રેરણા મળે છે. વ્યક્તને કામમાં કોઈ વિધ્ન આવતું હોય તો તે દૂર થશે. 

ગુલાબનું વોલપેપર
તમારા લગ્નની ઉંમર થઈ ગઈ છે પરંતુ કોઈ સારો લાઈફ પાર્ટનર મળતો નથી તો મોબાઈલની સક્રીન પર ગુલાબનું વોલપેપર લગાવી શકો છો. તેનાથી તમારા લગ્નમાં આવતી અડચણો દૂર થશે. તમને મનપસંદ અને યોગ્ય જીવનસાથી મળી શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ફોન પર ગુલાબના ફૂલનું વોલપેપર લગાવવું અત્યંત શુભ રહે છે. તે સકારાત્મકતાનો અહેસાસ અપાવે છે. 

વરસાદ કે યોગમુદ્રાનું વોલપેપર
વાસ્તુ મુજબ જો તમારું મન અશાંત રહેતું હોય, મનમાં કોઈ પ્રકારનો  ભય રહેતો હોય કે પછી અશાંતિ મહેસૂસ થતી હોય, દિમાગમાં ટેન્શન ફીલ થતું હોય તો મોબાઈલ પર વરસાદ અને યોગ મુદ્રાનું વોલપેપર લગાવવું જોઈએ. આમ કરવાથી તમને પોઝિટિવિટી ફીલ થશે. મનમાં ભય ખતમ થવાની સાથે શાંતિ પણ ફીલ થશે. આ ઉપરાંત જે લોલોના મનમાં ઉથલપાથલ ચાલતી રહેતી હોય તેમણે વરસાદનું વોલપેપર આજે જ પોતાના ફોનની સ્ક્રીન પર સેટ  કરવું જોઈએ. 

બ્લેસિંગ બુદ્ધાનું વોલપેપર
જો જીવનમાં પ્રગતિ અટકી ગઈ હોય કે પછી જીવનમાં ખુબ મહેનત કરવા છતાં પણ વેપાર કે નોકરીમાં સફળતા ન મળતી હોય તો તમારે તમારા મોબાઈલની સ્ક્રીન પર બ્લેસિંગ બુદ્ધાનું વોલપેપર લગાવવું જોઈએ. વાસ્તુ મુજબ બ્લેસિંગ બુદ્ધાનું વોલપેપર લગાવવાથી તમને કરિયર સંબંધિત પરેશાનીઓ દૂર થશે. ત્યારબાદ તમને સફળ બનાવતા કોઈ રોકી શકશે નહીં. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news