કિસમાં છુપાયેલો હોય ખાસ ઇશારો, પાર્ટનર કાન પર કિસ કરે તો થઇ જજો એલર્ટ

Valentines Day 2023: શું તમને ખબર છે કે શરીરના અલગ અલગ અંગ પર ચુંબન કરવાથી એક અલગ સંદેશ જતો હોય છે. શરીરના કયા અંગ પર ચુંબન કરવાનો શો અર્થ છે તે ખાસ જાણો. 

કિસમાં છુપાયેલો હોય ખાસ ઇશારો, પાર્ટનર કાન પર કિસ કરે તો થઇ જજો એલર્ટ

Valentine Week: પતિ-પત્ની અને ગર્લ અને બોય ફ્રેન્ડ એક-બીજાને હંમેશા કિસ કરતા હોય છે. સમાગમ કરે તે પહેલા કિસ કરવાથી ઉત્તેજના વધે છે. કિસ કરવાથી સારા પણાંનો અનુભવ તો થાય જ છે સાથે જ હોર્મોનને પણ ખૂબ જ સારી રીતે શરીરમાં નિર્માણ કરવામાં મદદ મળે છે. પરંતુ શું તમને ખબર છે કે શરીરના અલગ અલગ અંગ પર ચુંબન કરવાથી એક અલગ સંદેશ જતો હોય છે. શરીરના કયા અંગ પર ચુંબન કરવાનો શો અર્થ છે તે ખાસ જાણો. 

હોઠ પર ચુંબન: 
હોઠ પર ચુંબન કરવું એ તમારા ઝૂનૂનને દર્શાવે છે. પોતાના પ્રેમને પ્રદર્શિત કરવાની ઉત્તમ રીતમાંથી એક છે. જો તમે પાર્ટનરના હોઠ પર ચુંબન કરો તો તે તેને તમારી નીકટ જવાની ચાહત અંગે દર્શાવે છે. 

કાન પર ચુંબન: 
કાન પર ચુંબન કરવું એ તમારી યૌન ઈચ્છા દેખાડે છે. મોટાભાગના લોકો ઈન્ટિમેટ થવાનો સંદેશ આપવા માટે પાર્ટનરના કાન પર કિસ કરે છે. 

ગાલ પર ચુંબન: 
ગાલ પર ચુંબન તમારા પાર્ટનર પ્રત્યે સ્નેહ દર્શાવે છે. ગાલ પર કિસ તમારું આકર્ષણ પણ દર્શાવે છે. મોટાભાગે જોવા મળ્યું છે કે લોકો તપોતાના પાર્ટનર પર પ્રેમ આવી જાય તો તેના ગાલ પર ચુંબન કરતા હોય છે. 

કોલરબોન પર કિસ કરવી: 
જો તમે પાર્ટનરના કોલરબોન પર ચુંબન કરો તો તે તમારી અંતરંગતા દર્શાવે છે. લોકો હંમેશા પ્રાઈવેટ સ્પેસમાં જ આમ કરવું પસંદ કરે છે. 

ફ્લાઈંગ કિસ કરવી: 
ફ્લાઈંગ કિસ મોટાભાગે લોકો એક બીજાથી વિદાય થાય ત્યારે  કરતા હોય છે. કહેવાય છે કે ફ્લાઈંગ કિસથી કપલનો સંબંધ મજબૂત થાય છે. 

હાથ પર ચુંબન: 
હાથ પર ચુંબન કરવું એ વિશ્વાસનું પ્રતિક મનાય છે. અનેકવાર લોકો પોતાની પસંદને દર્શાવવા માટે પણ પાર્ટનરના હાથ પર ચુંબન કરે છે. કેટલાક લોકો પાર્ટનરને અલગ ફીલ કરાવવા માટે પણ આમ કરે છે. 

કપાળ પર ચુંબન: 
કપાળ પર ચુંબન એ પાર્ટનર તરફ તમારા કનેક્શનને દર્શાવે છે. તે તમારા મજબૂત જોડાણને પણ દર્શાવે છે. અનેક લોકો ઈમોશનલ થઈ જાય તો પોતાના પાર્ટનરના માથે કિસ કરે છે. કપાળ પર ચુંબન પાર્ટનરને સંદેશો આપે છે કે તમે તેની સાથે દરેક સંકટમાં પડખે રહેશો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news