મોબાઈલ યૂઝર્સ જરૂર ફોલો કરો 20-20-20 રૂલ, શું છે તે અને કેમ આંખો માટે છે જરૂરી?

જો તમે દિવસમાં લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરો છો તો તમારે તમારી આંખોની ખાસ કાળજી રાખવી જોઈએ. તેના માટે તમારે 20-20-20 નિયમનું ધ્યાન રાખવું જરૂરી છે. જેનાથી તમે તમારી આંખોને સુરક્ષિત રાખી શકો છો.

મોબાઈલ યૂઝર્સ જરૂર ફોલો કરો 20-20-20 રૂલ, શું છે તે અને કેમ આંખો માટે છે જરૂરી?

નવી દિલ્લીઃ ડિજિટલ યુગમાં લોકોનો સ્ક્રીન ટાઈમ બહુ વધી ગયો છે એટલે હવે લોકો વધારેમાં વધારે સમય સ્ક્રીનની સામે પસાર કરી રહ્યા છે. કોરોનાવાયરસના કારણે સ્કૂલ, ઓફિસ અને ઘણું બધું કામ-કાજ ઓનલાઈન થઈ ગયું. જેના કારણે લોકો મોબાઈલ, ટીવી, લેપટોપનો વપરાશ કરતાં થઈ ગયા. પરંતુ તે તમારી આંખો માટે નુકસાનકારક છે. જો તમારે પણ ફોન વિના કામ ના ચાલતું હોય તો તમારે 20-20-20 નિયમ દ્વારા તેનો બચાવ કરી શકો છો. જેનાથી તમારી આંખો ખોટા પ્રભાવથી બચશે.

 

ડિજિટલ આઈ સ્ટ્રેનનો ખતરો:
સામાન્ય રીતે જે લોકો સ્ક્રીનની સામે 2 કલાક કરતાં વધારે સમય પસાર કરે છે. જેમને ડિજિટલ આઈ સ્ટ્રેનનો ખતરો રહે છે. પરંતુ ભારતમાં આ સમય સરેરાશ 7 કલાક થઈ ગયો છે. જેના કારણે સ્ક્રીનથી આંખને વધારે ખતરો છે. જોકે વધારે સમય સુધી સ્ક્રીન પર રહેવાથી ડિજિટલ આઈ સ્ટ્રેનની મુશ્કેલી થવા લાગે છે. અને આંખોમાં પાણી, શુષ્કતા જેવી મુશ્કેલી થવા લાગે છે.

આંખોનું ધ્યાન રાખવું જોઈએ:
જે રીતે તમે ઓનલાઈન ક્લાસ અને વર્ક ફ્રોમ હોમમાં પોતાના કામ પર ધ્યાન લગાવીને બેઠા હોવ છો. આ સ્થિતિમાં તમારે તમારી આંખનું ધ્યાન રાખવું જોઈએ. આંખોમાં થનારી મુશ્કેલીને ઈગ્નોર કરવી તમારી મુશ્કેલી વધારી શકે છે. જો તમે પણ વધારે સમય સુધી ફોન કે લેપટોપ ચલાવી રહ્યા હોવ તો તમારે 20-20-20 રૂલનું ધ્યાન રાખવું જોઈએ. જેની સલાહ આંખના ડોક્ટર્સ આપે છે.

શું હોય છે 20-20-20 રૂલ:
આ રૂલમાં જ્યારે તમે 20 મિનિટ સ્ક્રીનને સતત જોતાં હોય તો તમારે 20 મિનિટ પછી આંખને બ્રેક આપવો જોઈએ. તેના માટે તમારે 20 મિનિટ સુધી સ્ક્રીનને જોયા પછી 20 ફૂટ સુધી દૂર જુઓ અને 20 સેકંડનો બ્રેક લો. તેના પછી તમે ફરીથી સ્ક્રીન સામે જુઓ. તે સિવાય આંખોને વારંવાર પટપટાવતાં રહો. આવું કરવાથી આંખોને ઘણો ફાયદો થાય છે. જ્યારે પણ તમે લાંબા સમય સુધી સ્ક્રીન પર રહો છો ત્યારે વચ્ચે-વચ્ચે બ્રેક લેતાં રહો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news