મોંઘેરા કેસરના વધુ પડતા સેવનથી વધી જશે ગંભીર બિમારીઓનું જોખમ, જાણો ફાયદા અને નુકસાન

સામાન્ય રીત તેનો ઉપયોગ દુધ અને દુધથી બનેલી વાનગીઓમાં કરવામાં આવે છે. પરંતુ તેમાં એવા ગુણ પણ છે જે તમને ઘણી ખતરનાક બીમારીઓથી દૂર રાખી શકે છે. આવો તમને જણાવી (health benefits of saffron) તેના ફાયદા...

મોંઘેરા કેસરના વધુ પડતા સેવનથી વધી જશે ગંભીર બિમારીઓનું જોખમ, જાણો ફાયદા અને નુકસાન

નવી દિલ્હી: કેસરથી ઘણા ફાયદા થયા છે. કેસરમાં દોઢ સોથી પણ વધારે એવી ઔષધિના તત્વો છે જે આપણા શરીરને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કેસર (saffron) દુનિયાની સૌથી મોંધા મસાલામાંથી એક માનવામાં આવે છે. સામાન્ય રીત તેનો ઉપયોગ દુધ અને દુધથી બનેલી વાનગીઓમાં કરવામાં આવે છે. પરંતુ તેમાં એવા ગુણ પણ છે જે તમને ઘણી ખતરનાક બીમારીઓથી દૂર રાખી શકે છે. આવો તમને જણાવી (health benefits of saffron) તેના ફાયદા...

કેસરનું સેવન
દિવસ દરમિયાન માત્ર 1થી 3 ગ્રામ કેસરનું સેવન કરવું જોઈએ. તેનાથી વધારે સેવન કરવાથી ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે.

કેન્સર
કેસરમાં ક્રોસિન, કોલોરેક્ટલ જેવા ગુણધર્મો છે જે કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે. પ્રોસ્ટેટ અને ત્વચાના કેન્સર પર કેસરનું સેવન સૌથી વધુ અસર કરે છે.

અર્થરાઇટિસ
અર્થરાઇટિસ (arthritis)ની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેસરનો ઉપયોગ કરી શકાય છે. તેમાં મળી રહેલું ક્રોસેટિન શરીરની બળતરા ઘટાડવામાં મદદ કરે છે. કેસરનું સેવન કરવા ઉપરાંત કેસરના પાનની પેસ્ટ બનાવો અને તેને સાંધા પર લગાવો.

અનિદ્રા
વધારે તણાવ અને થાકને લીધે મોટાભાગના લોકોને ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં કેસરનું દૂધ પીવાથી ફાયદો થશે. સંશોધન મુજબ કેસરમાં હાજર ક્રોસિન નિંદ્રા વધારવામાં મદદ કરે છે.

માથાનો દુખાવો
જો તમે માથાના દુખાવા (headache)થી પરેશાન છો, તો પછી ઘીમાં કેસર અને ખાંડ નાખીને પકાવો. આ પછી, આ ઘીના 1-2 ટીપા નાખો. તમને આનો લાભ મળશે.

પાચક શક્તિને યોગ્ય રાખો
કેસરમાં એન્ટીઓકિસડન્ટ અને એન્ટીઇંફેલેમેટ્રી ગુણધર્મો છે જે પાચનની શક્તિ (digestion)ને યોગ્ય રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે અલ્સરથી પણ રાહત આપે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news