અમેરિકામાં રહેતા ભારતીયો પર મોટું સંકટ, સાડા દસ લાખ લોકોને રિટર્ન થવાનો વારો આવશે

US Green Card : અમેરિકામાં હાલ ગ્રીન કાર્ડ મેળવનારાઓની અરજી વધી રહી છે, હાલની સ્થિતિ મુજબ તમામનો વારો આવતા ૧૩૫ વર્ષનો સમય લાગી જાય!... જો આવું થયુ તો 1 લાખ ભારતીય બાળકોને ભારત પાછા આવી જવુ પડશે 
 

અમેરિકામાં રહેતા ભારતીયો પર મોટું સંકટ, સાડા દસ લાખ લોકોને રિટર્ન થવાનો વારો આવશે

Study Abroad : અમેરિકામાં એક લાખ ભારતીય બાળકો માતા-પિતાથી વિખૂટા પડી શકે છે તેવી ગંભીર સ્થિતિ ઉદભવી શકે છે. અમેરિકામાં ગ્રીનકાર્ડની પ્રક્રિયામાં ધાર્ય કરતા વધુ વાર લાગી રહી છે. જો ગ્રીન કાર્ડ ન મળ્યું તો ભારતીય મૂળના ૧.૩૪ લાખ બાળકોને પેરેન્ટ્સથી વિખૂટા પડવાનો વારો આવશે. કારણ કે, અમેરિકામાં એચ-4 વિઝા હેઠળ નોકરી કરતાં ગ્રીનકાર્ડ ન ધરાવતા પેરેન્ટ્સ નિયમ પ્રમાણે સંતાનોને 21 વર્ષ સુધી જ સાથે રાખી શકે છે. લાખો ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોઈને બેસ્યા છે. પરંતું અમેરિકા આ મામલે ટસ કે મસ થઈ નથી રહ્યું. કારણ કે, અમેરિકા પાસે ગ્રીન કાર્ડ આપવા માટે લાંબુલચક વેઈટિંગ લિસ્ટ છે. તેથી હજી સુધી તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી. 

હાલ અમેરિકામાં સ્થિતિ એવી છે કે, 10.5 લાખ ભારતીયો ગ્રીન કાર્ડ મેળવવા માટે વેઈટિંગમાં છે. જો જૂના અરજી કરનારાઓની આ હાલત છે, તો જરા વિચાર કરો કે નવી અરજી કરનારાઓને તો ગ્રીન કાર્ડ મળવાનું સપનુ ક્યારેય પૂરુ નહિ થાય. એવુ પણ થઈ શકે છે કે, ગ્રીન કાર્ડ મળે તે પહેલા આશા રાખનારા ભારતીયોની ઉંમર એટલી છે કે તેઓ મોતને પણ ભેટી શકે છે. 

અમેરિકામાં વિદેશીઓને સત્તાવાર અને કાયમી વસવાટ માટે ગ્રીન કાર્ડ હાથમાં હોવુ જરૂરી છે. આ દસ્તાવેજ અમેરિકામાં રહેતા વિદેશીઓને પુરાવા સ્વરૂપમાં જાહેર કરવામાં આવે છે. પરંતું ગ્રીન કાર્ડ માટે 10.5 લાખ ભારતીયોની અરજી પેન્ડિંગ છે. આ આંકડો તો નાનો છે. કારણ કે, અમેરિકામાં રોજગાર આધારિત ગ્રીન કાર્ડ બેકલોગ ચાલુ વર્ષે 18 લાખ કેસોના નવા રેકોર્ડ સુધી પહોંચ્યો છે. ત્યારે પહેલીવાર અમેરિકાને આનુ શું કરવુ તે સમજાતુ નથી, કે ન જગત જમાદાર કોઈ નિર્ણય લઈ રહ્યું છે.  

સંતાનોને ભારત આવવુ પડી શકે છે 
જો આ જ સ્થિતિ રહી ને ગ્રીન કાર્ડ ન મળ્યું તો અમેરિકામાં રહેતા ભારતીયો, અને ખાસ કરીને ગુજરાતીઓ પર મોટું સંકટ આવશે. કારણ કે, અમેરિકાના નિયમ મુજબ, માતા-પિતા પાસે એચ-૧ વિઝા હેઠળ અમેરિકામાં નોકરીનો અને રહેવાનો અધિકાર છે, પરંતુ બાળકોને એચ-૪ વિઝા હેઠળ ૨૧ વર્ષ સુધી જ રહેવાનો પરવાનો મળે છે. જો આ નિયમ લાગુ કરાયો તો ૨૧ વર્ષથી મોટા તમામ સંતાનોએ ભારત આવી જવું પડશે. 

હાલ જે પ્રકારની ગ્રીન કાર્ડ માટે અરજી થઈ છે, તેમાં 1.34 લાખ બાળકો છે જેમની ઉંમર ટૂંક સમયમાં લિમિટની બહાર જતી રહેશે. લગભગ 10.7 લાખ ભારતીય અરજકર્તાઓ ગ્રીન કાર્ડ માટે રાહ જુએ છે પણ તેમણે કદાચ એક સદી કરતા વધુ સમય સુધી ગ્રીન કાર્ડ નહીં મળી શકે. અમેરિકા જેવા દેશમાં પણ ગ્રીન કાર્ડની સિસ્ટમ સ્લો છે અથવા તેના વિશે નિર્ણય લેવાયો નથી. અત્યારે ભારતીયોની ગ્રીન કાર્ડ અરજીઓ 134 વર્ષના બેકલોગમાં ફસાઈ ગઈ છે. એટલે કે આટલી ધીમી ગતિએ ગ્રીન કાર્ડ અપાતા રહેશે તો એક સદી કરતા વધુ સમય લાગી જશે. અમેરિકન ગ્રીન કાર્ડ માટે દુનિયાના દરેક ભાગમાંથી અરજીઓ આવી રહી છે, પરંતુ તેમાં ભારત, ચીન અને ફિલિપાઈન્સથી સૌથી વધુ અરજીઓ પેન્ડિંગ છે. આ પેન્ડિંગ અરજીઓ ક્યારે ભરાશે તેનો કોઈને આઈડિયા નથી. 

આંકડા એવુ કહે છે કે, ઈબી-2 કેટેગરીમાં જે બેકલોગ છે તેમાંથી અડધા કરતા વધુ એવા લોકો છે જેઓ એડવાન્સ્ડ ડિગ્રી સાથે અમેરિકન કંપનીઓમાં કામ કરે છે. ઈબી-3 કેટેગરીમાં લગભગ 13 ટકા લોકો કમસે કમ બેચલર્સ ડિગ્રી ધરાવે છે. આ તમામ હાલ ગ્રીન કાર્ડનુ સપનુ લઈને બેસ્યા છે. અમેરિકાની પોલિસી એવી છે કે દર વર્ષે તે વધુમાં વધુ 1.40 લાખ લોકોને એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરી શકે છે. ભારતથી યુએસ આવેલા અને એચ-1બી વિઝા પર કામ કરી રહેલા લોકોને તેમાં વધારે અસર થાય છે કારણ કે અમેરિકામાં સ્કીલ્ડ વર્ક ફોર્સનો તેઓ મોટો હિસ્સો હોવા છતાં તેમને ગ્રીન કાર્ડ મળી શકતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news