Weather Forecast: આજથી હવામાનમાં જોરદાર પલટો જોવા મળશે; આ વિસ્તારો માટે વરસાદ, આંધી-તોફાનનું એલર્ટ અપાયું

All India Weather Forecast: ઉત્તર પ્રદેશ સહિત દેશભરના વિવિધ રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે એક રાહતભર્યા સમાચાર આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનનો મિજાજ 26મી એપ્રિલે બદલાઈ શકે છે. જેના કારણે યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદ, આંધી તોફાનનું એલર્ટ જાહેર કરાયું છે.

Weather Forecast: આજથી હવામાનમાં જોરદાર પલટો જોવા મળશે; આ વિસ્તારો માટે વરસાદ, આંધી-તોફાનનું એલર્ટ અપાયું

Gujarat Weather Forecast: ઉત્તર પ્રદેશ સહિત દેશભરના વિવિધ રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે એક રાહતભર્યા સમાચાર છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનનો મિજાજ આજથી એટલે કે 26મી એપ્રિલે બદલાઈ શકે છે. જેના કારણે યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદ, આંધી તોફાનનું એલર્ટ જાહેર કરાયું છે. અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. જો કે હવામાન ખાતાએ એમ પણ કહ્યું છે કે પૂર્વ અને દક્ષિણ ભારતમાં આગામી પાંચ દિવસ સુધી હીટવેવથી લઈને ગંભીર હીટવેવની સ્થિતિ રહેશે. જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં 26થી 28 એપ્રિલ વચ્ચે વરસાદનો નવો દોર શરૂ થશે. ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે પણ ખાસ જાણો. 

આ રાજ્યોમાં ભારે વરસાદ

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગંગીય પશ્ચિમ બંગાળ, સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશના કાઠા વિસ્તારો, યનમ, રાયલસીમા, ઈન્ટીરિયર  કર્ણાટક, બિહાર, ઓડિશામાં હિટવેવની સ્થિતિ જોવા મળી. જ્યારે અસમ, જમ્મુ કાશ્મીર, મેઘાલય, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, કોંકણ, ગોવા વગેરે રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો. પૂર્વ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, અને વિદર્ભના વિસ્તારોમાં કરા પડ્યા. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં 26-28 એપ્રિલ વચ્ચે મધ્યમ વરસાદ, હિમવર્ષા, અને આંધી તોફાન આવી શકે છે. આ ઉપરાંત વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી શકે છે. 

26થી 28 એપ્રિલ વરસાદની આગાહી
જમ્મુ અને કાશ્મીર, લદાખમાં 27 અને 28 એપ્રિલના રોજ ભારે વરસાદની વકી છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં 27 એપ્રિલના રોજ ભારે વરસાદ પડી શકે છે. મેદાની વિસ્તારોની વાત કરીએ તો પંજાબમાં 26-28 એપ્રિલ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં 26 અને 27 એપ્રિલ, રાજસ્થાન, પશ્ચિમી યુપીમાં 26 એપ્રિલના રોજ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આંધીનું પણ એલર્ટ છે. જ્યારે વીજળીના કડાકાની પણ આશંકા છે. પંજાબ, હરિયાણામાં 26 અને 27 એપ્રિલના રોજ કરા પડવાના શક્યતા છે. હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે ઉત્તર પ્રદેશ, દક્ષિણી રાજસ્થાનમાં 25-27 એપ્રિલ વચ્ચે 35 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. 

આંધી તોફાન તથા ભારે પવન ફૂંકાવવાનું એલર્ટ

અન્ય રાજ્યોની વાત કરીએ તો મધ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં 25-27 એપ્રિલ વચ્ચે હળવો વરસાદ અને આંધી તોફાનની શક્યતા છે. વિદર્ભ, સાઉથ મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં 25 એપ્રિલ, ઉત્તરી પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 26 અને 27 એપ્રિલ, પૂર્વ મધ્ય પ્રદેશમાં 27 એપ્રિલના રોજ કરા પડવાના શક્યતા છે. પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 25-29 એપ્રિલ વચ્ચે વરસાદ, આંધી તોફાન તથા ભારે પવન ફૂંકાવવાનું એલર્ટ જાહેર કરાયું છે. 

ગુજરાતમાં કેવી રહેશે સ્થિતિ
રાજ્ય હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ કે દાસના જણાવ્યાં મુજબ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. પવનની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ વધશે. રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી આસપાસ વધારો થશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહે તેવી શક્યતા છે. ગઈકાલે સૌથી વધુ તાપમાન 41.7 ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 2 દિવસ બાદ વાદળછાયુ વાતાવરણ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news