Weather Forecast: ભર ઉનાળે 4 સિસ્ટમ સક્રીય થતા કડાકા ભડાકા, આંધી તોફાનના એંધાણ, ગુજરાત સહિત 10 રાજ્યોમાં વરસાદની આગાહી

Gujarat Weather Forecast: ભારતીય હવામાન વિભાગે નવી અપડેટ શેર કરી છે જે મુજબ હીટવેવથી હવે લોકોને જલદી છૂટકારો મળી શકે છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ વરસાદની પણ આગાહી કરાઈ છે. ગુજરાત માટે શું આગાહી છે તે પણ ખાસ જાણો. 

Weather Forecast: ભર ઉનાળે 4 સિસ્ટમ સક્રીય થતા કડાકા ભડાકા, આંધી તોફાનના એંધાણ, ગુજરાત સહિત 10 રાજ્યોમાં વરસાદની આગાહી

IMD Latest Weather Update: દેશમાં ગરમીનો કહેર વધી રહ્યો છે. હીટવેવના કારણે અનેક રાજ્યોમાં લોકોના હાલ હવાલ થઈ ગયા છે. જો કે આ બધા વચ્ચે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે નવી અપડેટ શેર કરી છે જે મુજબ હીટવેવથી હવે લોકોને જલદી છૂટકારો મળી શકે છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ વરસાદની પણ આગાહી કરાઈ છે. ગુજરાત માટે શું આગાહી છે તે પણ ખાસ જાણો. 

હીટવેવથી મળશે રાહત
ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક સોમા સેને હવામાન પર લેટેસ્ટ અપડેટ શેર  કરી છે. સોમા સેનના જણાવ્યાં મુજબ રાજસ્થાન અને કેરળને બાદ ક રતા અનેક રાજ્યોમાં હીટવેવ ખતમ થઈ રહી છે. માત્ર પશ્ચિમ રાજસ્થાન અને કેરળમાં આજે એટલે કે 9મીએ હીટવેવની આગાહી કરાઈ હતી. હવામાન વિભાગનું કહેવું છે કે હીટવેવના કારણે રાજસ્થાન અને કેરળમાં યલ્લો એલર્ટ જાહેર કરાયું હતું. 

આંધી તોફાનની આશંકા
આ સાથે જ સોમા સેને જણાવ્યું કે દેશના અનેક ભાગોમાં તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. તેનું કારણ બંગાળની ખાડીમાં બનનારું ઓછા દબાણનું ક્ષેત્ર છે. બંગાળની ખાડીમાં તેજ ભેજનો પ્રવાહ ભારત તરફ આગળ વધી રહ્યો છે. આવામાં પૂર્વ યુપીથી લઈને બિહાર, બંગાળ, ઓડિશા અને અસમમાં તેજ આંધી તોફાન આવવાની શક્યતા છે. અનેક જગ્યાઓ પર વરસાદ પડી શકે છે. તેની અસર મધ્ય પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ, અને હિમાચલ પ્રદેશમાં પણ જોવા મળી શકે છે. 

— ANI_HindiNews (@AHindinews) May 9, 2024

વીજળી પડવાના સંકેત
હવામાનની જાણકારી આપતા સોમા સેને લોકોને સાવચેત પણ કર્યા છે. સોમા સેનનું કહેવું છે કે આંધી તોફાનના કારણે અનેક રાજ્યોમાં વીજળી પડી શકે છે. આવામાં કારણ વગર બહાર નીકળતા બચવું. બદલાતા મોસમની પહેલી અસર દક્ષિણ ભારતમાં જોવા મળશે. ત્યારબાદ ભેજનો પ્રવાહ પૂર્વ ભારતથી થઈને ઉત્તર ભારતમાં પ્રવેશ કરશે. 

ક્યારે આવશે ચોમાસું
ગરમીથી રાહત મેળવવા માટે લોકો ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો ચોમાસુ 1 જૂનની આજુબાજુ કેરળ પહોંચી શકે છે. જ્યારે મુંબઈ, રાજસ્થાન અને ગુજરાતના રસ્તે ચોમાસુ રાજધાની દિલ્હીમાં પ્રવેશ કરશે. જુલાઈ મધ્ય સુધીમાં ચોમાસું સમગ્ર દેશમાં છવાય તેવી શક્યતા છે. જ્યારે પ્રશાંત મહાસાગરમાં અનુકૂળ પરિસ્થિતિઓના કારણે હવામાન વિભાગે આ વર્ષે સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. 

ગુજરાત માટે આગાહી
બીજી બાજુ ગુજરાત રાજ્ય હવામાન વિભાગે મહત્વની માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં બે દિવસ લોકોને ગરમીથી રાહત નહીં મળે. ત્રણ દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજસ્થાન ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતા ગુજરાતમા વરસાદની શક્યતા છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 11 થી 13 મે સુધી રાજ્યમાં વરસાદ રહેશે. 11 મે નર્મદા, તાપી, ડાંગ, વલસાડ,  દમણ, દાદારનાગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે. 12મીએ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ,
છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસા,ડ દમણમાં રહેશે વરસાદ. 13મી મેના રોજ સુરત નર્મદા દાહોદ વલસાડ નવસારી દમણ દાદારાનાગર હવેલી સાબરકાંઠા સહિત વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. બે દિવસ અમદાવાદ 43 ડિગ્રી  તાપમાન રહેશે જ્યારે ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news