લીલા તોરણે જાન રિટર્ન! સાત ફેરા ફરતા પહેલાં દુલ્હાએ કર્યો કાંડ, દુલ્હન રૂમમાંથી રડતી રડતી નીકળી બહાર 

UP Crime News: વરમાળા પછી હજુ સાત ફેરા બાકી હતા ત્યાં વરરાજાએ એવો કર્યો કાંડ કે લગ્ન તૂટી ગયા. રૂમમાંથી છોકરી રડતી રડતી બહાર નીકળી અને ઘણા પ્રયત્નો છતાં કન્યાએ લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. આમ હજુ જાન જ આવી હતી લગ્ન એ નહોતા થયા અને દુલ્હાએ પોતાની ઔકાત દેખાડી દીધી હતી. આખરે સમજાવવા છતાં પણ આ લગ્ન આગળ થયાં ન હતા.

લીલા તોરણે જાન રિટર્ન! સાત ફેરા ફરતા પહેલાં દુલ્હાએ કર્યો કાંડ, દુલ્હન રૂમમાંથી રડતી રડતી નીકળી બહાર 

UP Crime News: લગ્ન એ દરેક વ્યક્તિના જીવનમાં એક સુંદર ક્ષણ હોય છે, પરંતુ જ્યારે કોઈની નજર લાગી જાય ત્યારે રંગમાં ભંગ પડે છે.  આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં એક વરને લગ્ન પહેલાં દુલ્હનના રૂમમાં જવું ઘણું મોંઘું પડી ગયું છે. તેને વરરાજાની બેતાબી કહો કે બીજું કંઈક... વરરાજાએ રૂમમાં કંઈક એવું કર્યું જેનાથી સંબંધ તૂટી ગયો. ઘણા પ્રયત્નો પછી પણ કામ ન બન્યું અને લગ્નની જાન ખાલી હાથે પાછી ફરી.

યુવતીનો પરિવાર ઇટાવાથી મૈનપુરી આવ્યો 
આ મામલો ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાનો છે. પ્રાદેશિક મીડિયાના અહેવાલ મુજબ, મૈનપુરીના કરહાલના રહેવાસી યુવકના લગ્ન ઇટાવાના બસરેહર ગામની રહેવાસી યુવતી સાથે નક્કી થયા હતા. નિયત સમયપત્રક મુજબ યુવતીના પરિવારને કરહાલ આવવાનું હતું. શનિવારે યુવતીના પક્ષના લોકો ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા. લગ્નની જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી સ્ટેજ પ્રોગ્રામ યોજાયો હતો.

જયમાલા પછી થયો કાંડ અને સૌ ચોંકી ગયા
વરરાજા અને દુલ્હને એકબીજાને માળા પહેરાવ્યા બાદ કન્યા ગેસ્ટ હાઉસમાં તેના રૂમમાં ગઈ હતી. આરોપ છે કે તેના પછી વરરાજા પણ રૂમમાં આવ્યો હતો. બંને રૂમમાં વાતો કરવા લાગ્યા. આ દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. કન્યા રડતી રડતી રૂમની બહાર દોડી ગઈ. આ જોઈને કન્યા પક્ષે હોબાળો મચી ગયો હતો. કોઈ મુદ્દે વરરાજાએ કન્યા પર હાથ ઉપાડ્યો હોવાનું બહાર આવ્યું હતું.

ઘણા પ્રયત્નો છતાં લગ્ન બચાવી શકાયા ન હતા
થોડી જ વારમાં મામલો વધી ગયો. બંને પક્ષે પંચાયતના અનેક રાઉન્ડ યોજાયા હતા. યુવતીના પરિવારે કન્યાને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેણે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. પછી કન્યા પક્ષે પોતાનો સામાન ભેગો કર્યો અને પાછા જતા રહ્યાં હતા. લગ્નજીવનમાં વિવાદનો મુદ્દો આ વખતે ચર્ચાનો વિષય બન્યો છે. લીલા તોરણે જાન પાછી ગઈ....આખરે આ બંનેના લગ્ન કેન્સલ થઈ ગયા હતા. બંને જણા એક સાથે ભણતા હતા અને આ લવમેરેજ હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news