Video: સંસદમાં સોનિયા ગાંધીએ સ્મૃતિ ઈરાનીને કહ્યું, 'Don't talk to me', જાણો શું છે મામલો

કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર કરાયેલી ટિપ્પણીને પગલે સંસદમાં આજે ખુબ હંગામો જોવા મળી રહ્યો છે. જેને પગલે સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાની બંને આમને સામને આવી ગયા. વિગતવાર જાણો માહિતી.

Video: સંસદમાં સોનિયા ગાંધીએ સ્મૃતિ ઈરાનીને કહ્યું, 'Don't talk to me', જાણો શું છે મામલો

નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર કરાયેલી ટિપ્પણીને પગલે સંસદમાં આજે ખુબ હંગામો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ મામલે કોંગ્રેસને આડે હાથ લીધી. આ દરમિયાન તેમણે સોનિયા ગાંધીને આ મામલે માફી માંગવાનું પણ કહ્યું. આ દરમિયાન કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે શાબ્દિક ટપાટપી પણ જોવા મળી. એટલે સુધી કે સોનિયા ગાંધીએ સ્મૃતિ ઈરાનીને 'Don't Talk to Me' સુદ્ધા કહી દીધુ. અત્રે જણાવવાનું કે સોનિયા ગાંધીને જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું હતું કે શું અધીર રંજન ટિપ્પણી પર માફી માંગશે તો તેમણે કહ્યું કે અધીર રંજન ચૌધરીએ માફી માંગી લીધી છે. 

— ANI_HindiNews (@AHindinews) July 28, 2022

વાત જાણે એમ છે કે અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને બુધવારે એક ખાનગી ચેનલના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને 'રાષ્ટ્રપત્ની' કહીને સંબોધિત કર્યા હતા. જો કે અધીર રંજન ચૌધરીએ પાછળથી કહ્યું કે તેમનાથી ભૂલ થઈ ગઈ. તેમની જીભ લપસી ગઈ હતી. પણ હવે સદનમાં આ મામલે હંગામો જોવા મળી રહ્યો છે. 

સ્મૃતિ ઈરાનીએ સંસદમાં ચર્ચા દરમિયાન અધીર રંજન ચૌધરીના નિવેદનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ આદિવાસી, ગરીબ અને મહિલા વિરોધી છે. કોંગ્રેસે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર બિરાજમાન એક આદિવાસી અને ગરીબ પરિવારની મહિલાનો અનાદર અને તેમની ગરીમા પર પ્રહાર કરીને બંધારણને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. 

— Zee News (@ZeeNews) July 28, 2022

સ્મૃતિ ઈરાનીના નિવેદન બાદ સદનમાં હંગામો થઈ ગયો અને સદનની કાર્યવાહી સ્થગિત કરાઈ. ત્યારબાદ સોનિયા ગાંધી રમાદેવી પાસે ગયા. તેમણે કહ્યું કે આ મામલે અધીર રંજને માફી માંગી લીધી છે. મારું નામ કેમ લેવામાં આવી રહ્યું છે. જેના પર લોકસભામાં 12 વાગે સદનની કાર્યવાહી સ્થગિત થયા બાદ ભાજપના સાંસદ સોનિયા ગાંધી રાજીનામું આપો એવા નારા લગાવી રહ્યા હતા. સોનિયા ગાંધી સદનની  બહાર જઈ રહ્યા હતા પરંતુ નારાબાજી વચ્ચે તેઓ પાછા આવ્યા અને રમાદેવી પાસે ગયા અને કહ્યું કે અધીર રંજન ચૌધરીએ માફી માંગી લીધી છે. 

આ બધા વચ્ચે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે 'કઈ કહ્યું' તો તેના પર સોનિયા ગાંધીએ જોરથી કહ્યું Don't Talk to Me. ત્યારબાદ સ્મૃતિ ઈરાની અને સોનિયા ગાંધી વચ્ચે શાબ્દિક ટપાટપી જોવા મળી. આ ચર્ચા 2થી 3 મિનિટ સુધી ચાલી. ત્યારબાદ બંને પક્ષના સાંસદ આવ્યા અને સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાનીને અલગ અલગ લઈ ગયા. 

— ANI_HindiNews (@AHindinews) July 28, 2022

જરૂર પડી તો રાષ્ટ્રપતિને મળીને માફી માંગીશ
આ બાજુ આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે જો જરૂર પડી તો હું રાષ્ટ્રપતિને મળીને માફી માંગીશ. હું વારંવાર કહી રહ્યો છું કે મારાથી ભૂલ થઈ ગઈ પરંતુ આ બધા મુદ્દાને ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે. મને બોલવાની તક મળવી જોઈએ. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સ્થાને છે. હું ક્યારેય સપનામાં પણ આવું બોલવાનું વિચારી શકું નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news