દેશમાં હવે બનશે 'જાદુઈ' રસ્તા! જો ખાડા પડશે તો આપોઆપ ભરાઈ જશે, ખાસ જાણો

Self Healing Roads: નવી નવી ટેક્નોલોજીથી બનેલા રોડ તો અફલાતૂન હોય છે પરંતુ પછી તેના પર જે ખાડા પડે તે ક્યારેક જીવલેણ સાબિત થઈ જતા હોય છે. પરંતુ હવે આ સમસ્યાને દૂર કરવા માટે NHAI નવો અને અનોખો ઉપાય અજમાવવા જઈ રહ્યું છે. 

દેશમાં હવે બનશે 'જાદુઈ' રસ્તા! જો ખાડા પડશે તો આપોઆપ ભરાઈ જશે, ખાસ જાણો

રોડ પર પડેલા ખાડા એક મોટી સમસ્યા છે. દેશના કોઈ પણ ખૂણે જાઓ પણ રોડ પરના ખાડા તમને હેરાન પરેશાન કરશે તેમાં કોઈ બેમત નથી. નવી નવી ટેક્નોલોજીથી બનેલા રોડ તો અફલાતૂન હોય છે પરંતુ પછી તેના પર જે ખાડા પડે તે ક્યારેક જીવલેણ સાબિત થઈ જતા હોય છે. પરંતુ હવે આ સમસ્યાને દૂર કરવા માટે NHAI નવો અને અનોખો ઉપાય અજમાવવા જઈ રહ્યું છે. 

ગજબ છે આ ટેક્નોલોજી
રિપોર્ટ્સ મુજબ NHAI સેલ્ફ હીલિંગ રોડ્સ બનાવવાનું વિચારી રહ્યું છે. આ ટેક્નોલોજીથી રસ્તા પર પડેલા ખાડા આપોઆપ જ ભરાઈ શકશે. જેમાં ડામરમાં સ્ટીલ ફાઈબર અને બિટુમેન (ડામરને ચોંટાડનારી ચીજ) ભેળવવામાં આવશે. ત્યારબાદ ક્યાંય પણ ખાડા પડે તો બિટુમેન ફેલાઈને તેને  ભરી દેશે. આ ટેક્નોલોજીમાં ડામરને ચીપકાવનાર બિટુમેન સાથે નાના નાના સ્ટીલ ફાઈબર ફેળવવામાં આવે છે. તેનાથી બિટુમેન કન્ડક્ટિવની જેમ કામ કરવામાં સક્ષમ બની શકશે. જે ગરમ થતા ફેલાય છે. ગરમ થતા બિટુમેન ફેલાઈને રોડના ખોડા કે તિરાડો ભરી લે છે અને તેને મહદઅંશે પડતા પણ રોકે છે. 

તેનાથી રોડની સ્થિતિ તો સારી રહેશે જ પરંતુ ખાડાના કારણે થતા અકસ્માતોની સંખ્યા પણ ઘટી શકે છે. ઉલ્ટુ રસ્તાઓના મેન્ટેનન્સનો ખર્ચો પણ કંટ્રોલ થશે. આવામાં જો આ ટેક્નોલોજી કારગર સાબિત થાય તો દેશના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ એક નવી અને સારી શરૂઆત રહેશે. 

સ્મોલ સ્કેલ ટેસ્ટ
નોંધનીય છે કે ભારતમાં રસ્તાઓ પર પડેલા ખાડા એક મોટી સમસ્યા છે. આ  ખાડાઓના કારણે ગાડીઓ ખરાબ થવાનું જોખમ રહે છે. ટ્રાફિક જામ થાય છે અને ક્યારેય એવી જીવલેણ દુર્ઘટના થાય છે કે વાત ન પૂછો. વરસાદ સમયે તો આ સમસ્યા વિકરાળ બની જાય છે કારણ કે પાણી રસ્તાને વધુ નબળા બનાવે છે. હવે ભારતમાં મોટાપાયે સેલ્ફ હીલિંગ રોડ બનાવવા પર વિચાર થઈ રહ્યો છે. NHAI કેટલાક પસંદગીના હાઈવે પર સ્મોલ સ્કેલ ટેસ્ટ કરવાનું વિચારે છે. જેથી કરીને ખબર પડે કે આ ખાસ ટેક્નોલોજી કેટલી કારગર અને સસ્તી પડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news