પાંચમાં તબક્કામાં 57.40% મતદાન, બારામૂલામાં તૂટ્યો વોટિંગનો રેકોર્ડ, જાણો કયાં કેટલાં મત પડ્યા

લોકસભા ચૂંટણીમાં પાંચમાં તબક્કાનું મતદાન આજે સંપન્ન થયું છે. આ તબક્કામાં મતદાનના આંકડા સામે આવ્યા છે. તેણે પણ ચોંકાવ્યા છે. આ તબક્કામાં સૌથી વધુ મતદાન બંગાળમાં થયું છે.

પાંચમાં તબક્કામાં 57.40% મતદાન, બારામૂલામાં તૂટ્યો વોટિંગનો રેકોર્ડ, જાણો કયાં કેટલાં મત પડ્યા

નવી દિલ્હીઃ સાત તબક્કામાં આયોજીત લોકસભા ચૂંટણીમાં 20 મેએ પાંચમાં તબક્કાનું મતદાન થયું અને એકવાર ફરી 2019ની તુલનામાં ઓછું રહ્યું. આ વખતે સાંજે 7 કલાક સુધી આઠ રાજ્યોની 49 લોકસભા સીટો માટે 57.40 ટકા મતદાન થયું છે. જે 2019માં થયેલા 62.01 ટકાની તુલનામાં ઓછું રહ્યું. પરંતુ પંચનું કહેવું છે કે આ આંકડા અંતિમ નથી. જેમ-જેમ અંતરિયાળ વિસ્તારમાં સ્થિત પોલિંગ સ્ટેશનોથી મતદાનના આંકડા આવતા રહેશે. તેમ-તેમ આ ટર્નઆઉટમાં વધારો થતો રહેશે. પરંતુ આ સમાચાર લખાયા સુધી ટર્નઆઉટ ઓછું હતું. 

આ તબક્કામાં મહારાષ્ટ્રમાં થયું સૌથી ઓછું મતદાન
ચૂંટણી પંચ પાસેથી મળેલા આંકડા પ્રમાણે 20 મેએ રાજ્યોની 49 સીટો પર મતદાનમાં સૌથી પાછળ મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ રહ્યાં. જ્યાં સૌથી ઓછું મતદાન થયું. દરેક તબક્કાની જેમ આ વખતે પણ સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ત્યારહાદ સૌથી વધુ મતદાનમાં બીજા સ્થાને લદ્દાખ અને ત્રીજા સ્થાને ઝારખંડ રહ્યું. પરંતુ જમ્મુ-કાશ્મીરના બારામૂલા લોકસભા સીટ પર આ તબક્કામાં આઠ રાજ્યોની 49 સીટોની તુલનામાં ઓછું મતદાન થયું. તેમ છતાં આ સીટ પર એક નવો રેકોર્ડ બન્યો છે. ભારતીય ચૂંટણી પંચે જણાવ્યું કે 1989ની લોકસભા ચૂંટણીથી અત્યાર સુધી આ સીટ પર સૌથી વધુ રેકોર્ડ 54.21 ટકા મતદાન થયું છે. જે બારામુલા સીટ પર 1989થી 2019 સુધી આઠ લોકસભા ચૂંટણીમાં આ વખતે સૌથી વધુ રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરની બારામૂલા લોકસભા સીટ પર 1989થી 2019 સુધી લોકસભા ચૂંટણીમાં થયેલું મતદાન

2024-54.21% (સાંજે 7 વાગ્યા સુધી)
2019- 34.6%
2014 -39.14%
2009- 41.84%
2004- 35.65%
1999- 27.79%
1998- 41.94%
1996- 46.65%
1989 - 5.48%

પાંચમાં તબક્કામાં મતદાનમાં એક અલગ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. તેમાં મતદાન શરૂ થવાની શરૂાતથી મહારાષ્ટ્ર અને બિહાર પાછળ ચાલતા રહ્યાં. જ્યારે ટોપ પર પશ્ચિમ બંગાળ રહ્યું. તેમાં સવારથી લઈને સાંજ સુધી કોઈ ફેરફાર થયો નહીં. બીજીતરફ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન જોવા મળ્યું હતું. 

સૌથી ઓછું મતદાન થનાર ટોપ-3 રાજ્ય
મહારાષ્ટ્ર-48.88
બિહાર-52.55
ઉત્તર પ્રદેશ-57.59

સૌથી વધુ મતદાન થનાર રાજ્ય
પશ્ચિમ બંગાળ-73.00
લદ્દાખ- 67.15
ઝારખંડ-63.00

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news