આ છે બિહારની ટોપ 5 સીટ જેનાપર ટકેલી છે બધાની નજરો, પાર્ટી અને નેતાઓના ભવિષ્યનો થશે ફેંસલો

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election Result 2019) માટે મતગણતરી ચાલુ છે. 542 સીટો માટે કુલ 8040 ઉમેદવાર મેદાનમાં છે. બિહારમાં લોકસભાની કુલ 40 સીટો છે. પર6તુ પાંચ એવી હોટ સીટ છે જેનાપર બધાની નજરો ટકેલી છે. આ સીટોના પરિણામથી બાગીઓ અને, વામપંથી અને આરજેડીની સ્થિતિ અંગે સ્પષ્ટપણે ખબર પડશે.
આ છે બિહારની ટોપ 5 સીટ જેનાપર ટકેલી છે બધાની નજરો, પાર્ટી અને નેતાઓના ભવિષ્યનો થશે ફેંસલો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election Result 2019) માટે મતગણતરી ચાલુ છે. 542 સીટો માટે કુલ 8040 ઉમેદવાર મેદાનમાં છે. બિહારમાં લોકસભાની કુલ 40 સીટો છે. પર6તુ પાંચ એવી હોટ સીટ છે જેનાપર બધાની નજરો ટકેલી છે. આ સીટોના પરિણામથી બાગીઓ અને, વામપંથી અને આરજેડીની સ્થિતિ અંગે સ્પષ્ટપણે ખબર પડશે.

પટના સાહિબ
આ સીટ પર કોંગ્રેસના શત્રુઘ્ન સિંહા અને ભાજપના રવિ શંકર પ્રસાદ વચ્ચે આકરો મુકાબલો છે. શત્રુઘ્ન સિંહા આ સીટ પરથી ભાજપની ટિકીટ પર 2009 અને 2014ના પરિણામો જીતી ચૂક્યા છે. પરંતુ આ વખતે બાગી થઇને કોંગ્રેસની ટિકીટ પર મેદાનમાં છે. એવામાં તેમના માટે અસ્તિત્વનો મોટો પ્રશ્ન છે. તેના માટે એકદમ મહત્વપૂર્ણ છે. આ ચૂંટણીથી એ નક્કી થશે કે શું અત્યાર સુધી પોતાના લીધે ચૂંટણી જીતતા આવ્યા છે કે પછી ભાજપના લીધે તેમની જીત સુનિશ્વિત થતી હતી. બીજી તરફ રવિ શંકર પ્રસાદ પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. અત્યાર સુધી તે રાજ્યસભાથી સદન પહોંચતા રહ્યા છે. 

દરભંગા
દરભંગા સીટ પર પણ મુકાબલો રસપ્રદ છે. ભાજપની ટિકીટ પર કીર્તિ ઝા આઝાદ 2009 અને 2014ની ચૂંટણી સતત જીત્યા. તે 1999માં પણ ભાજપની ટિકીટ પર આ સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. પરંતુ 2004માં RJD ના મોહમંદ અશરફ ફાતમીની જીત થઇ હતી. પરંતુ આ વખતે બાગી બનીને કોંગ્રેસમાં સામેલ થઇ ગયા. કોંગ્રેસે તેમને આ વખતે ઝારખંડની ધનબાદ સીટ પરથી મેદાનમાં ઉતર્યા છે. આ ચૂંટણીમાં RJD એ અબ્દુલ બારી સિદ્દીકીને અને ભાજપે ગોપાલ જી ઠાકુરને મેદાનમાં ઉતાર્યા હતા. હવે જોવાનું એ છે કે શું ભાજપ અહી જીતની હેટ્રિક લગાવી શકે છે કે નહી. આ સીટના મહત્વનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે પીએમ મોદીએ પોતે અહીં રેલી કરી હતી.

બેગૂસરાય
બેગૂસરાય સીટ વામપંથીઓનો ગઢ રહ્યો છે. જોકે 2014ની ચૂંટણીમાં પહેલીવાર ભાજપના ભોલા સિંહ ચૂંટણી જીત્યા હતા. તે પહેલાં 2009 અને 2004 માં JDU ના રાજીવ રંજન સિંહની જીત થઇ હતી. બિહારમાં JDU અને BJP મળીને ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે બેગૂસરાય સીટ પરથી વામપંથીએ કન્હૈયા કુમારને મેદાનમાં ઉતાર્યા, ભાજપે પોતાના ફાયર બ્રાંડ નેતા ગિરિરાજ સિંહને ટિકિટ આપી તો RJD એ તનવીર હસને ટિકીટ ટિકીટ આપી હતી. ગત ચૂંટણીમાં તનવીર હસન બીજા નંબર પર રહ્યા હતા. એવામાં કન્હૈયા કુમાર પર વામપંથીની ગુમાવેલી ઇજ્જતને પરત લાવવાની જવાબદારી છે. ગિરિરાજ સિંહને ભાજપની જીત જાળવી રાખવાની છે તો તનવીર હસન RJD નું ખાતું ખોલવાની તૈયારીમાં છે. મુકાબલો ત્રિકોણીય છે.  

ઉજિયારપુર
ઉજિયારપુર સીટ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાય મેદાનમાં છે. 2014માં તેમણે આરજેડીના આલોક કુમાર મહેતાને હરાવ્યા હતા. આ ચૂંટણીમાં તેમના વિરૂદ્ધ RLSP ના ઉપેંદ્વ કુશવાહા પણ મેદાનમાં છે. CPM ના અજય કુમાર મેદાનમાં છે. ઉપેંદ્વ કુશવાહા પહેલા નિવેદન આપી ચૂક્યા છે કે જો ચૂંટણીના પરિણામ બરાબર આવતા નથી તો રસ્તા પર લોહી વહશે. અહીંનો મુકાબલો રસપ્રદ થવાનો છે. તમને જણાવી દઇએ કે ઉપેંદ્વ કુશવાહાની પાર્ટી રાલોસપા આરજેડી અને કોંગ્રેસ ગઠબંધન સાથે ચૂંટણી લડી છે. ગત ચૂંટણીમાં ઉપેંદ્વ કુશવાહા NDA ની સાથે હતા.  

પાટલીપુત્ર
પાટલીપુત્ર સીટ સાથે RJD સુપ્રીમો મીસા ભારતી મેદાનમાં છે. તેમના વિરૂદ્ધ ભાજપે કેંદ્વીય મંત્રી રામ કૃપાલ યાદવને ઉતાર્યા છે. 2014ની ચૂંટણીમાં રામ કૃપાલ યાદવે મીસા ભારતીને 40322 વોટોથી હરાવ્યા હતા. 2009ની ચૂંટણીમાં લાલૂ પ્રસાદ યાદવ અહીંથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ JDU રંજન પ્રસાદ યાવે તેમને હરાવી દીધા હતા. તમને જણાવી દઇએ કે રામ કૃપાલ યાદવ પહેલાં RJD માં જ હતા. આ ચૂંટણીના પરિણામોથી RJD અને લાલૂ પરિવારનું ભવિષ્ય નક્કી થવાનું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news