એપ્રિલમાં મોસમનો મિજાજ બદલાયો, હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં ભારે હિમવર્ષા

હવામાન ખાતાએ હિમાચલ પ્રદેશ સહિત અમુક ભાગમાં હજુ પણ વરસાદ અને બરફવર્ષાની આગાહી કરી છે... તો પશ્વિમ બંગાળ અને ઓડિશાના કેટલાંક ભાગમાં રેડ અલર્ટ આપ્યું છે.

એપ્રિલમાં મોસમનો મિજાજ બદલાયો, હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં ભારે હિમવર્ષા

નવી દિલ્હીઃ દેશમાં મોટાભાગના રાજ્યોમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે... ત્યારે હિમાચલ પ્રદેશમાં મોસમનો મિજાજ બદલાયો છે... જ્યાં લાહૌલ સ્પીતિના પહાડો પર એપ્રિલ મહિનામાં બરફવર્ષા થઈ... હિમાચલ પ્રદેશમાં તાજો બરફ પડતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.. ત્યારે કયા રાજ્યમાં કેવો છે માહોલ?... જોઈશું આ રિપોર્ટમાં... 

અડધું હિંદુસ્તાન અત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યું છે... ક્યાંક સૂર્ય આગ ઓકી રહ્યો છે... તો ક્યાંક આકાશી આફત ચાલુ છે. ભરઉનાળે હિમાચલ પ્રદેશના એવા દ્રશ્યો સામે આવ્યા છે... જેણે હવામાન વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દીધા છે.. કેમ કે અહીંયા લાહૌલ સ્પીતિના પહાડી વિસ્તારોમાં શનિવારે મનભરીને બરફ વરસ્યો.

પહાડો પર વરસી રહેલા બરફના કારણે જ્યાં જુઓ ત્યાં બસ બરફની સફેદ ચાદર જ જોવા મળી... કાળઝાળ ગરમીની વચ્ચે બરફ પડતાં લોકોને ગરમીમાં રાહત મળી અને તાપમાન પણ ઠંડુગાર બની ગયું. થોડાક દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પણ બરફ પડ્યો હતો... જ્યારે છેલ્લા 3 દિવસથી જમ્મુ કાશ્મીરમાં વરસાદ પડતાં રામબનમાં લેન્ડસ્લાઈડ અને જમીન ધસવાની ઘટના સામે આવી છે.

હાલ તો દેશમાં બેવડી સિઝનના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે... ઋતુચક્રમાં થઈ રહેલા ફેરફારના કારણે પ્રકૃતિ પર પણ તેની અસર થઈ છે... ત્યારે એ જોવાનું રહેશે કે ક્યાં સુધી આવી સ્થિતિ ચાલશે?... ક્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂરું થશે અને સિઝન સમયસર પોતાનું કામ કરશે..

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news