Electric Scooter Fire: એક દિવસ પહેલા જ ખરીદેલા ઈલેક્ટ્રિક સ્કૂટરની ચાર્જિંગમાં મૂકેલી બેટરી ફાટી, એકનું મોત 3ની હાલત ગંભીર

Electric Vehicle Caught Fire: ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક વાહનોનો ટ્રેન્ડ હવે શરૂ થઈ ગયો છે. ખાસ કરીને ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સનો. પરંતુ હાલમાં જ અનેક એવી ઘટનાઓ ઘટી જેણે ગ્રાહકોના મનમાં ડર પેદા કરી દીધો છે.

Electric Scooter Fire: એક દિવસ પહેલા જ ખરીદેલા ઈલેક્ટ્રિક સ્કૂટરની ચાર્જિંગમાં મૂકેલી બેટરી ફાટી, એકનું મોત 3ની હાલત ગંભીર

Electric Vehicle Caught Fire: ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક વાહનોનો ટ્રેન્ડ હવે શરૂ થઈ ગયો છે. ખાસ કરીને ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સનો. પરંતુ હાલમાં જ અનેક એવી ઘટનાઓ ઘટી જેણે ગ્રાહકોના મનમાં ડર પેદા કરી દીધો છે. છેલ્લા કેટલાક દિવસમાં અનેક ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે જેમાં કેટલાક લોકોના જીવ પણ ગયા છે. થોડા દિવસ પહેલા એક 80 વર્ષના વૃદ્ધનું મોત ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના કારણે થયું હતું. 

હવે તાજો મામલો આંધ્ર પ્રદેશના વિજયવાડાથી સામે આવ્યો છે. જ્યાં ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ફાટવાથી એક વ્યક્તિનું મોત થયું. જ્યારે પત્ની અને બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વાત જાણે એમ છે કે ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરીને અલગ કરી શકાય છે અને ઘટના સમયે બેટરી વ્યક્તિના બેડરૂમમાં ચાર્જ થઈ રહી હતી. આવી ઘટનાઓ સામે આવતા હવે ગ્રાહકો ઈવી ખરીદવાથી ડરી રહ્યા છે. 

એક દિવસ પહેલા ખરીદ્યું હતું સ્કૂટર
ચાર્જ થઈ રહેલી બેટરીમાં ધડાકા બાદ શિવકુમારનું મોત થઈ ગયું. જ્યારે પત્ની અને બે બાળકો ગંભીર રીતે દાઝી ગયા છે. ધડાકાનો અવાજ સાંભળીને અડોશ પડોશમાં રહેતા લોકો મદદ માટે પહોંચ્યા અને તરત ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા જ્યાં વ્યક્તિનું મોત થઈ ગયું. મળતી માહિતી મુજબ શિવકુમારે શુક્રવાર એટલે કે 22 એપ્રિલે જ કોર્બેટ 14 ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યું હતું.  આ અગાઉ હૈદરાબાદના નિઝામાબાદમાં પણ થોડા દિવસ પહેલા પ્યોર ઈવીની બેટરીમાં આગ લાગી હતી જેના કારણે 80 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું. 

ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બેટરીના કારણે આગ લાગી રહે છે પછી ભલે તે સ્કૂટર ચાલુ હોય કે પછી બેટરી ઘરમાં ચાર્જ થતી હોય. તેની તપાસ માટે ભારત સરકારે એક કમિટી બનાવી છે અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઈલેક્ટ્રિક દ્વિચક્કી વાહનોના નિર્માતાઓને ચેતવણી આપી છે કે જો સ્કૂટરની સેફ્ટીમાં કોઈ પણ સમાધાન જોવા મળ્યું તો કંપની પર ભારે પેનલ્ટી લદાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news