શું લમ્પી વાયરસના કહેર વચ્ચે માણસો ગાયનું દૂધ પી શકે છે? જાણો શું કહે છે ડોક્ટર્સ

Lumpy Skin Virus Disease: શું લમ્પી વાયરસથી સંક્રમિત ગાયના દૂધથી બીમારી માણસોમાં તરફ ફેલાય છે? શું લમ્પી વાયરસ ફેલાયેલા વિસ્તારોમાં મળતું દૂધ ખતરનાક સાબિત થઈ શકે છ. શું સમાન્ય માણસોએ દૂધ પીવું જોઇએ કે નહીં? આવો જાણીએ આવા કેટલાક સવાલોના જવાબ...

શું લમ્પી વાયરસના કહેર વચ્ચે માણસો ગાયનું દૂધ પી શકે છે? જાણો શું કહે છે ડોક્ટર્સ

Lumpy Skin Virus Disease: જે એક વાયરસના કારણે હજારો ગાયો મોતને ભેટી છે, તે વાયરસની ઓળખ શું છે? જે વાયરસે 16 રાજ્યોની સરકારો અને અધિકારીઓમાં ખલબલી મચી છે. તે સંક્રમણનું સમાધાન શું છે? અને તેનાથી પણ મોટો સવાલ છે શું લમ્પી વાયરસનું સંક્રમણ લોકો સુધી પહોંચી શકે છે. શું જાનવરોમાં થઈ રહેલું સંક્રમણ સામાન્ય લોકો સુધી પહોંચી શકે છે? શું સંક્રમિત ગાયનું દૂધ પીવાથી બીમારી માણસોમાં પહોંચે છે કે નહીં? શું લમ્પી વાયરસ ફેલાયેલા વિસ્તારોમાં મળતું દૂધ ખતરનાક હોઈ શકે છે. શું સામાન્ય લોકોને દૂધ પીવુ જોઇએ કે નહીં? આવો જાણીએ આવા કેટલાક સવાલોના જવાબ...

આ બીમારીની ત્રણ પ્રજાતિઓ
વાસ્તવમાં, દૂધાળા પશુઓમાં ફેલાતી આ બીમારીને 'લમ્પી સ્કિન ડિસીઝ વાયરસ' એટલે કે LSDV કહેવામાં આવે છે. આ બીમારીની ત્રણ પ્રજાતિઓ છે. પહેલી 'કેપ્રિપોક્સ વાયરસ'. બીજી 'ગોટપોક્સ વાયરસ' અને ત્રીજી 'શીપપોક્સ' વાયરસ.

પશુઓમાં જોવા મળી રહ્યા છે આ લક્ષણ
આ બીમારીના ઘણા લક્ષણ છે. સતત તાવ આવવો, વજન ઘટવું, લાળ નીકળવી, આંખ અને નાક ઝરવું, દૂધનું ઓછું થવું, શરીર પર અલગ-અલગ પ્રકારના નોડ્યુલ જોવા મળવા. આ બધા વચ્ચે શરીર પર ફોલ્લીઓ જેવી ગઠ્ઠો બની જવી. આ પ્રકારના ઘણા લક્ષણો પશુઓમાં જોવા મળે છે.

માણસોને આ વાતનો ભય
લમ્પી સ્કિન ડિસીઝ એક એવી બીમારી છે જે મચ્છર, માખી, જું તેમજ ભમરીઓના કારણે ફેલાઈ શકે છે. ઢોરમાં એક બીજાના સંપર્કમાં આવવા અને દૂષિત ભોજન તેમજ પાણી દ્વારા પણ તે અન્ય જાનવરોમાં ફેલાઈ શકે છે. આ વાયરસ ઘણો ઝડપથી ફેલાય છે. જોકે, આ બીમારી દૂધાળા પશુઓમાં મળી આવે છે. લોકોને ડર છે કે શું તેમને પણ તેની અસર થઈ શકે છે, જો કે, એમ્સના મિડિસિન વિભાગના ડોક્ટર પીયૂષ રંજનના જણાવ્યા અનુસાર માણસો પર તેનો કોઈ ખરતો નથી.

માણસોને ડરવાની જરૂર નથી
આ બીમારી સામે માણસોમાં જન્મજાત ઇમ્યુનિટિ જોવા મળે છે. એટલે કે તે બીમારીમાંથી છે જે માણસોને થઈ શકતી નથી. જોકે, માણસો માટે પરેશાની વાત એ છે કે ભારતમાં દૂધની અછત થઈ શકે છે. કેમ કે, ગુજરાતમાં ઢોરોના મોત થવાથી અમુલના પ્લાન્ટમાં દૂધની ઘટ પડી રહી છે.

આ બીમારી સૌથી પહેલા 1929 માં આફ્રિકામાં જોવા મળી હતી. છેલ્લા ઘણા વર્ષોમાં આ બીમારી ઘણા દેશોના પશુઓમાં ફેલાઈ છે. વર્ષ 2015 માં તુરકી અને ગ્રીસ અને વર્ષ 2016 માં રશિયામાં ફેલાઈ હતી. જુલાઈ 2019 માં આ વાયરસનો કહેર બાંગ્લાદેશમાં પણ જોવા મળ્યો હતો. હવે તે ઘણા એશિયન દેશોમાં ફેલાઈ રહ્યો છે. ભારતમાં આ બીમારી 2019 માં પશ્ચિમ બંગાળમાં જોવા મળી હતી. સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય તેમજ કૃષિ સંગઠન અનુસાર લમ્પી વાયરસ વર્ષ 2019 માં અત્યાર સુધી સાત એશિયન દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વર્ષ 2019 માં ભારત ઉપરાંત ચીન, જૂન 2020 માં નેપાળ, જુલાઈ 2020 માં તાઈવાન અને ભૂતાન, ઓક્ટોબર 2020 માં વિયતનામ અને નવેમ્બર 2020 માં હોંગકોંગમાં આ બીમારી પહેલીવાર સામે આવી હતી. લમ્પીને વર્લ્ડ એનિમલ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેને નોટિફાઈડ બીમારી જાહેર કરી છે. આ વાયરસની અત્યાર સુધી કોઈ રસી નથી બની. તેથી લક્ષણોના આધાર પર દવા કરવામાં આવે છે.

જાનવરોને બચાવવા જરૂરી
મોતથી બચાવવા માટે જાનવરોને એન્ટીબાયોટિક્સ, એન્ટી ઇન્ફ્લોમેટરી અને એન્ટી-હિસ્ટામિનિક જેવી દાવઓ આપવામાં આવે છે. ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, ઓડિશા, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના અલગ અલગ જિલ્લાઓમાં લાખો ઢોરોમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ ગુજરાત અને રાજસ્થાનમાં છે. ગુજરાતમાં લમ્પી વાયરસથી અત્યાર સુધી 1600 થી વધુ ગાયોના મોત થયા છે. ત્યારે રાજસ્થાનમાં લગભગ 3400 ગાયોના મોતનો આંકડો નોંધવામાં આવ્યો છે.

પાકિસ્તાનથી આવ્યો વાયરસ
એવું પણ માનવામાં આવે છે કે દેશના ઘણા રાજ્યોમાં કોહરામ મચાવનાર લમ્પી વાયરસ પાકિસ્તાનના રસ્તે ભારતમાં આવ્યો છે. લમ્પી નામનો આ વાયરસ આ વર્ષે એપ્રિલમાં પાકિસ્તાનના રસ્તે ભારતમાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news