આ રાજ્યમાં કોરોનાના પ્રકોપ બાદ હવે બર્ડ ફ્લૂની આશંકા; 100 મરઘીના મોત, 25 હજાર પક્ષીઓની થશે કત્લેઆમ

દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂએ દસ્તક આપી છે.

આ રાજ્યમાં કોરોનાના પ્રકોપ બાદ હવે બર્ડ ફ્લૂની આશંકા; 100 મરઘીના મોત, 25 હજાર પક્ષીઓની થશે કત્લેઆમ

મુંબઈ: દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂએ દસ્તક આપી છે અને મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં સ્થિત એક પોલ્ટ્રી ફાર્મમાં લગભગ 100 મરઘીઓના અચાનક મોતથી હડકંપ મચી ગયો છે. થાણાના ડીએમ અને કલેક્ટર રાજેશ જે નાર્વેકરે જણાવ્યું કે બર્ડ ફ્લૂના જોખમને જોતા મરઘીઓના નમૂના પુનાની એક પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. થાણા જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) ડો. ભાઉસાહેબ ડાંગડેએ જણાવ્યું કે મરઘીઓનું મોત એચ5એન1 એવિયન ઈન્ફ્લૂએન્ઝાના કારણે થયું હતું. 

જોખમ જોતા 25 હજાર પક્ષીઓની કત્લેઆમ કરાશે
બર્ડ ફ્લૂના જોખમને જોતા પ્રશાસન અલર્ટ છે અને પ્રભાવિત પોલ્ટ્રી ફાર્મના એક કિલોમીટરના દાયરામાં આવનારા લગભગ 25 હજાર પક્ષીઓને મારી નાખવામાં આવશે. થાણાના ડીએમ અને કલેક્ટર રાજેશ જે નાર્વેકરે જણાવ્યું કે થાણા જિલ્લાના શાહબુર તસસીલના વેહલોલી ગામમાં એક પોલ્ટ્રી ફાર્મમાં લગભગ 100 મરઘીઓના અચાનક મોત થયા. બર્ડ ફ્લૂના જોથમને જોતા તેમના નમૂના પુનાની એક પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. 

તેમણે જણાવ્યું કે આગામી થોડા દિવસમાં પ્રભાવિત પોલ્ટ્રી ફાર્મના એક કિલોમીટરના દાયરામાં આવનારા લગભગ 25 હજાર પક્ષીઓને મારી નાખવામાં આવશે. જિલ્લા પશુપાલન વિભાગને સંક્રમણને નિયંત્રિત કરવા માટે ઉપાય કરવાના આદેશ અપાયા છે. 

એચ5એન1 એવિયન ઈન્ફ્લૂએન્ઝાથી થયા મરઘીઓના મોત
થાણા જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ડો ભાઉસાહેબ ડાંગડેએ કહ્યું કે હાલમાં શાહપુર તહસીલના વેહ્લોલી ગામના પોલ્ટ્રી ફાર્મમાં લગભગ 100 પક્ષીઓના મોત થઈ ગયા. તેમના નમૂના પરીક્ષણ માટે પુના સ્થિત એક પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા અને પરિણામોથી પુષ્ટિ થઈ કે તેમના મોત એચ5એન1 એવિયન ઈન્ફ્લૂએન્ઝાના કારણે થયા હતા. 

સંક્રમણને રોકવા માટે ઉઠાવવામાં આવશે મોટું પગલું
ડો.ભાઉસાહેબ ડાંગડેએ કહ્યું કે જિલ્લાનો પશુપાલન વિભાગ અન્ય પક્ષીઓમાં સંક્રમણ ફેલાતું રોકવાના ઉપાય કરશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય મત્સ્ય પાલન અને પશુપાલન મંત્રાલયને અહીં બર્ડ ફ્લૂના કેસ અંગે સૂચિત કરી દેવાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news