VIDEO : દિલ્હી-ટોરોન્ટો વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ, એર ઈન્ડિયાના સ્ટાફનો 'બલ્લે-બલ્લે' ડાન્સ

આ ઉપરાંત હવે તમારા એરપોર્ટ પહોંચવાથી માંડીને વિમાનમાં બેસવા સુધીની સંપૂર્ણ મદદ એર ઈન્ડિયાનો સહાય તેમની વિશેષ 'નમસ્કાર સેવા' દ્વારા કરશે. જોકે, આ સુવિધા એર ઈન્ડિયા તમને તદ્દન મફતમાં નહીં આપે. એર ઈન્ડિયાની નમસ્કાર સેવા 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને તેના માટે તમારા સામાન્ય ચાર્જ ચૂકવવાનો રહેશે. 

VIDEO : દિલ્હી-ટોરોન્ટો વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ, એર ઈન્ડિયાના સ્ટાફનો 'બલ્લે-બલ્લે' ડાન્સ

નવી દિલ્હીઃ ભારતની એરલાઈન્સ એર ઈન્ડિયા(Air India) દ્વારા 27 સપ્ટેમ્બર, શુક્રવારથી નવી દિલ્હીથી ટોરોન્ટો(Delhi to Toronto) માટેની સીધી ફ્લાઈટ(Direct Flight) સેવાની શરૂઆત કરી છે. આ ખુશીમાં એરલાઈન્સના(Airlines) સ્ટાફે ગુરૂવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ(IGI Airport) પર ભાંગડા કર્યો હતો. ટોરોન્ટો(Toronto) કેનેડા(Canada)નું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે અને આ નવી ફ્લાઈટથી બંને તરફના મુસાફરોને ઘણો ફાયદો થશે. 

આ ઉપરાંત હવે તમારા એરપોર્ટ પહોંચવાથી માંડીને વિમાનમાં બેસવા સુધીની સંપૂર્ણ મદદ એર ઈન્ડિયાનો સહાય તેમની વિશેષ 'નમસ્કાર સેવા' (Namaskar Seva) દ્વારા કરશે. જોકે, આ સુવિધા એર ઈન્ડિયા તમને તદ્દન મફતમાં નહીં આપે. એર ઈન્ડિયાની નમસ્કાર સેવા 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને તેના માટે તમારા સામાન્ય ચાર્જ ચૂકવવાનો રહેશે. 

હાલ દિલ્હી એરપોર્ટ પર પાઈલટ પ્રોજેક્ટ તરીકે આ સેવા શરૂ કરાઈ છે. સારા ફીડબેક પછી એર ઈન્ડિયાની 'નમસ્કાર સેવા' દેશના અન્ય મેટ્રો એરપોર્ટ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરૂમાં પણ શરૂ થશે. 

એર ઈન્ડિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર 'નમસ્કાર સેવા' અંતર્ગત જો તમે એક મદદગાર બૂક કરાવો છો તો ડોમેસ્ટિક સર્વિસ(ફ્લાઈટ) માટે રૂ.750 અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે રૂ.1500 આપવાના રહેશે. આ સુવિધા દ્વારા એક ટિકિટ પર મહત્તમ 3 આસિસ્ટન્ટ બૂક કરાવી શકાય છે. નમસ્કાર સેવાને વધુ સફળ બનાવવા માટે એર ઈન્ડિયા પોતાની નમસ્કાર સેવાના મુસાફરોને ફર્સ્ટ ક્લાસ પેસેન્જરની જેમ પ્રાયોરિટી ચેક ઈન અને સીટ ઉપલબ્ધ કરાવશે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news