સૌથી મોટા ધનકુબેર બન્યા મુકેશ અંબાણી, આ વ્યક્તિને પણ છોડ્યો પાછળ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એશિયામાં સૌથી માલદાર વ્યક્તિ બની ગયા છે. તેમણે નાણાકીય બાબતે અલીબાબાના સંસ્થાપક જૈકમાને પાછળ છોડી દીધા છે

સૌથી મોટા ધનકુબેર બન્યા મુકેશ અંબાણી, આ વ્યક્તિને પણ છોડ્યો પાછળ

નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી એશિયામાં સૌથી માલદાર વ્યક્તિ બની ગયા છે. તેમણે નાણા મુદ્દે અલીબાબાના સંસ્થાપક જૈક માને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર શુક્રવારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ વધીને 44.3 બિલિયન ડોલર થઇ ગઇ છે. અંબાણીની સંપત્તિમાં આ વધારો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં શેરમાં આવેલા ઉછાળા બાદ નોંધાઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર શુક્રવારે 1.7 ટકાના વધારા સાથે 1101 રૂપિયાના સ્તર પર પહોંચી ગઇ.

જૈક માી સંપત્તિ 44 બિલિયન ડોલર
અલીબાબા ગ્રુપના સંસ્થાપક જૈક માની સંપત્તિ ગુરૂવારે 44 બિલિયન ડોલર આંકવામાં આવી. એનર્જી સેક્ટરથી માંડીને ટેલિકોમ સેક્ટરમાં જબરદસ્ત વધારો થવાના કારણે ટેલિકોમમાં જબરદસ્ત ઉછાળાના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં ઝડપી ઉછાળો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પેટ્રો બિઝનેસના દમદાર પ્રદર્શન સાથે જ રિલાયન્સ જીયો પણ સારુ પ્રદર્શન કરી રહ્યું છે. મુકેશ અંબાણીએ ગત્ત દિવસોમાં કંપનીના 41માં એજીએમમાં દાવો કર્યો હતો કે તેઓ આવતા સાત વર્ષમાં પોતાના ગ્રોથને બમણો કરશે. 

અગાઉ ગુરૂવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બજાર મૂલ્યાકન શેર બજારમાં ગુરૂવારે 100 અબજ ડોલર (6.88 લાખ કરોડ) પર પહોંચી ગઇ. ગુરૂવારે કંપનીના શેર 52 અઠવાડીયાના હાઇ પર પહોંચી ચુક્યું હતું. શુક્રવારે પણ કંપનીના શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો, જેના કારણે રોકાણકારોને જબરદસ્ત ફાયદો થયો છે. આરઆઇએલના શેરમાં ઉછાળાનું મુખ્ય કારણ એપ્રીલ-જુન ત્રિમાસિક પરિણામ આવતા પહેલા કંપની પોતાની સામાન્ય વાર્ષિક સભામાં નવી બિઝનેસ અંગેની યોજનાઓ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news