World Food Safety Day: આ 5 ફૂડને બાળકોના ડાઈટમાં કરો સામેલ, શરીર હંમેશા રહેશે તંદુરસ્ત

World Food Safety Day: આ 5 ફૂડને બાળકોના ડાઈટમાં કરો સામેલ, શરીર હંમેશા રહેશે તંદુરસ્ત

નવી દિલ્લીઃ બાળકોના આરોગ્ય માટે ફાઈબરનો ઉપયોગ ખૂબ જરૂર છે. ત્યારે આજે અમને તમને કેટલાક ફળ અને શાકભાજી વિશે જણાવીએ, જેને તમે બાળકોના ભોજનમાં સામેલ કરી શકો છો. દર વર્ષે 7 જૂનના રોજ વિશ્વ ખાદ્ય સુરક્ષા તરીકે ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભોજનથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે લોકોમાં જાગરુકતા લાવવા માટે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. બાળકોમાં પોષણના અભાવના કારણે બિમારીઓનો ખતરો થાય છે. ફાઈબરની અછતના કારણે પણ બિમારી થતી હોય છે. ફાઈબરથી ભરપૂર ફૂડ બાળકોના પાચન માટે ફાયદેકારક છે. 

સફરજન-
મોટા ભાગના બાળકોને સફરજન ખાવાના શોકિન હોય છે. એક સફરજનમાં 4.4 ગ્રામ ફાઈબર હોય છે.

ગાજર-
પોષણથી ભરપૂર ગાજર ભોજનમાં સ્વાદિષ્ટ અને ક્રન્ચી છે. ગાજરથી વિટામિન K, વિટામિન B6, મેગ્નેશિયમ અને બીટા કેરોટિન મળે છે. એક કપ ગાજરમાં 3.6 ગ્રામ ફાઈબર હોય છે. જે બાળકોના સ્વાસ્થ્ય માટે ફાયદેકારક છે. 

બીટ-
લાલ બીટ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ અનેક રીતે ફાયદાકારક છે. બીટમાંથી આયર્ન, કોપર, મેંગેનીઝ અને પોટેશિયમ સહિતના પોષક તત્વો મળે છે. એક કપ કાચા બીટમાં 3.8 ગ્રામ ફાઈબરની માત્રા હોય છે.

દાળ-
દાળ ફાઈબરની સાથે પ્રોટિનથી પણ ભરપૂર હોય છે. બાળકોના આહારમાં ખાસ કરીને દાળનો સમાવેશ કરી શકાય છે. બાળકોના ભોજનમાં વટાણાની દાળ, તુવેર દાળનો સમાવેશ કરી શકાય છે.

કેળા-
કેળા ખાવાથી બાળકોને ઘણા પોષક તત્વો મળતા હોય છે. કેળામાં ફાઈબરની સાથે વિટામિન C, વિટામિન K6 અને પોટેશિયમ હોય છે. બાળકોને નાસ્તામાં કેળા, સેન્ડવીચ અથવા સાદા કેળા આપી શકાય છે. એક કેળા લગભગ 3.1 ગ્રામ ફાઈબર હોય છે.

(Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news